જિમમાં કસરત કે પછી માનસિક તણાવ ? શું હતું અસલી મોતનું સાચું કારણ ? ખુબ જ નજીકની વ્યક્તિએ કર્યો ચોંકાવનારો ખુલાસો

સિદ્ધાંત વીર સૂર્યવંશીના દોસ્તે મોટો ખુલાસો કરતા કહ્યું, , “મારા ઘરે આવ્યો હતો તો મેં …”

ગઈકાલે ટીવી જગતના જાણીતા અભિનેતા સિદ્ધાંત વીર સૂર્યવંશીનું નિધન થયું હતું. ગઈકાલે તે જિમમાં કસરત કરી રહ્યો હતો ત્યારે જ અચાનક ઢળી પડ્યો, તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવામાં આવ્યો, જ્યાં ડોક્ટરોએ તેની 45 મિનિટ સુધી સારવાર કરી પરંતુ તેને બચાવી ના શકાયો, જેના બાદ તેનું હાર્ટ એટેકના કારણે નિધન થયું હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હવે સિદ્ધાંતની એક સૌથી નજીકની મિત્રએ તેના નિધન વિશેનો એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

સિદ્ધાંતની ખાસ મિત્ર વિશ્વપ્રિત કૌરે જણાવ્યું કે સિદ્ધાંતનું નિધન શા કારણે થયું તેની જાણકારી તેને નથી પરંતુ એક મીડિયા સાથે વાત કરતા તેણે ખુલાસો કર્યો કે તે તણાવમાં હતો. વિશ્વપ્રિતે જણાવ્યુ કે, “શુક્રવારે તે જિમ બાદ મને મળવાનો હતો. આના પહેલા મારા ઘરે પણ અમારી મુલાકાત થઇ હતી. તે મારો સૌથી સારો મિત્ર હતો. હું તેને સતત કહેતી હતી કે યોગ કર તેનાથી તણાવ દૂર થશે.”

જયારે વિશ્વપ્રિતને પૂછવામાં આવ્યું કે શું તે તણાવમાં હતો ? તેનો જવાબ આપતા તે બોલી કે “એવો કયો અભિનેતા છે જે તણાવમાં નથી ? તે પણ બહુ તણાવમાં હતો. આખું શહેર જ તણાવગ્રસ્ત છે.” વિશ્વપ્રિત ઉપરાંત સૂર્ય પુત્ર કર્ણમાં તેના કો સ્ટાર રહેલા ગૌતમ રોડે પણ અભિનેતાના નિધનથી તણાવમાં છે.  તેણે જણાવ્યું કે, “તેને આ શોમાં મારા પિતાનું પાત્ર નિભાવ્યું હતું. તે એક મૃદુભાષી અને સારા વહેવાર વાળા વ્યક્તિ હતા. તે બહુ જ પ્રોફેશનલ હતો અને પોતાના કામથી કામ રાખતો હતો. તે ખુબ જ ફિટ હતો અને તેને સ્વાસ્થ્ય સંબંધી કોઈ સમસ્યા પણ નહોતી. આ ખબર મારા માટે પણ બહુ ચોંકાવનારી છે.”

આ ઉપરાંત ધારાવાહિક ‘ઝિદ્દી દિલ માને ના’માં સિદ્ધાંતની કો-સ્ટાર રહી ચૂકેલી કાવેરી પ્રિયમે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. કાવેરી હજી પણ માની શકતી નથી કે સિદ્ધાંત હવે આ દુનિયામાં નથી. તે પણ સંપૂર્ણપણે ચોંકી ગયા છે. કાવેરીએ જણાવ્યું કે તે શુક્રવારે જ અભિનેતા સાથે વાતચીત કરી રહી હતી. બંને વચ્ચે મેસેજ પર વાત થઈ હતી. કાવેરીના કહેવા પ્રમાણે, સિદ્ધાંત એકદમ સ્વસ્થ હતા, સવારે બંનેએ વાત કરી હતી. પછી અચાનક કેવી રીતે સિદ્ધાંતનું મોત થયું ?

Niraj Patel