સબ-ઇન્સ્પેક્ટર Dream 11 પર ટીમ બનાવી રાતોરાત બની ગયો કરોડપતિ, પણ હવે ઊભી થઇ મોટી મુશ્કેલી, ડિપાર્ટમેન્ટે કરી દીધો સસ્પેન્ડ

આ પોલિસકર્મી રાતોરાત બની ગયો કરોડપતિ, Dream11 પર જીત્યા 1.5 કરોડ, હવે ગળે પડી આ મુસીબત, દુઃખનો પહાડ તૂટી પડ્યો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Somnath Zende Dream11 Story: ભારતમાં યોજાઈ રહેલા ક્રિકેટ વર્લ્ડ કપનો ઉત્સાહ ચરમસીમાએ છે. વિવિધ ઓનલાઈન ગેમિંગ એપ્સ પર પણ ઓનલાઈન સટ્ટાબાજી મોટાપાયે થઈ રહી છે. મહારાષ્ટ્રમાં પુણે પોલીસના સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ ઝેંડેએ ઇંગ્લેન્ડ અને બાંગ્લાદેશની મેચ દરમિયાન 1.5 કરોડ રૂપિયા જીતીને હેડલાઇન્સ બનાવી હતી.

1.5 કરોડની ઈનામી રકમ, હેડલાઈન્સ અને પ્રશંસા બાદ સોમનાથને મોટો આંચકો લાગ્યો છે. સોમનાથ ઝેંડેને પોલીસ સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સબ-ઇન્સ્પેક્ટર સોમનાથ ખેંડે પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટમાં તૈનાત હતા. પિંપરી-ચિંચવડ પોલીસ કમિશનરેટે પુષ્ટિ કરી છે કે સોમનાથ ઝેંડેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

પિંપરી-ચિંચવડ પોલીસ, પુણેના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, પીએસઆઈ સોમનાથની તપાસ ડીસીપી રેન્કના અધિકારીને સોંપવામાં આવી હતી. જેમાં વહીવટી અને કાયદાકીય પાસાઓની તપાસ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે સોમનાથ ફરજમાં બેદરકારી દાખવતો હતો એટલે કે ફરજ પર હતો ત્યારે તેનું ધ્યાન સટ્ટાબાજી પર હતું.

સોમનાથે મહારાષ્ટ્ર પોલીસના સિવિલ સર્વિસ કન્ડક્ટ રૂલનો ભંગ કર્યો હતો, જે મુજબ એક પોલીસકર્મીએ જાહેર કરવું પડે છે કે તે પોલીસની કામગીરી સિવાય વધારાની આવક લાવે તેવા કોઈપણ કામમાં પણ સામેલ છે. આ સિવાય ઈનામ જીત્યા બાદ પોલિસ યુનિફોર્મમાં ઈન્ટરવ્યુ આપી ડ્રીમ 11ને પ્રોત્સાહન આપવાનો અને સટ્ટાબાજીને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

File Pic

સોમનાથે ફેન્ટસી ક્રિકેટ એપ ડ્રીમ11 પર 1.5 કરોડ રૂપિયા જીત્યા છે. ડ્રીમ-11 પર બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં સબ ઈન્સ્પેક્ટર સોમનાથે ટીમ બનાવી હતી અને તે 1.5 કરોડનું ઈનામ જીતવામાં સફળ રહ્યો હતો. જો કે, પોલીસકર્મીએ ઓનલાઈન ગેમિંગને જોખમી ગણાવ્યું છે. સોમનાથે દાવો કર્યો હતો કે તે આ રમત વધારે રમતા નથી.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina