ઢોલીવુડ મનોરંજન

હોળીના પર્વ નિમિતે ઐશ્વર્યા મજમુદાર દ્વારા ગવાયેલું ગીત ‘શ્યામ વ્હાલા’ થયું રિલીઝ

હોળીના તહેવારને માત્ર થોડા દિવસની વાર છે ત્યારે હોળીના રંગે રંગાવવા માટે ઘણા જ લોકો ઉત્સાહમાં છે, રંગોની સાથે આ તહેવાર ગીત સંગીતનો પણ છે, હોળીના ગીત વાગે ત્યારે હૈયે એક અનેરો ઉમંગ છવાય છે, હોળી  ગીતોના રંગે રંગાવવાનું મન થાય છે ત્યારે ગુજરાતના લોકપ્રિય અને સૂરીલી ગાયિકા ઐશ્વર્યા મજમુદારે એક સુંદર ગીત પોતાના સૂરીલા કંઠમાં ગાયું છે.  જેને દર્શકો સમક્ષ ખુલ્લું મુકવામાં આવ્યું છે.

આ ગીતનું ટાઇટલ છે “શ્યામ વ્હાલા”. આ ગીતની અંદર સૂર પૂર્યા છે ગુજરાતની લોકપ્રિય ગાયિકા ઐશ્વર્યા મજમુદારે, આ સુંદર ગીતમાં સંગીત આપ્યું છે અમ્ર ખંધાએ જયારે આ ગીતને શબ્દોમાં ઢાળવાનું કામ કર્યું છે ચેતન ધાનાણીએ. આ ગીતની અંદર તમને ઐશ્વર્યા મજમુદાર પણ જોવા મળશે, ગીતનું નિર્દેશન પ્રિન્સ ગુપ્તા દ્વારા કરવામાં આવ્યું છે.

હોળીના પર્વ  નિમિત્તે બનેલું આ ખાસ ગીત તમને જોવાનું ચોક્કસ ગમશે. તમે પણ એના તાલમાં ખોવાઈ જશો એ નક્કી છે.

આ ગીતના સંગીતકાર અમર ખાંધા જણાવે છે, “જ્યારે મેં શ્યામ વાલા ગીતને કંપોઝ કર્યુ ત્યારે તેનો ભાવાર્થ ભગવાનના પ્રેમ માટેનો હતો. આ ગીતને દરેક ચાહકો સુધી પહોંચાડવામાં માટે હું ટીપ્સ ગુજરાતી નો આભાર માનું છું. પ્રાદેશિક સંગીતને પ્રોત્સાહન આપવું જે ભારતીય સંગીત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને પ્રિયા સરૈયાનો આભાર વ્યક્ત કરું છું કે તેઓ કલાકારોને એક પ્લેટફોર્મ પૂરું પાડીને પ્રોત્સાહન આપે છે. ઐશ્વરીયાના સુંદર અવાજમાં આ ગીત રેકોર્ડ કરવામાં મને આનંદ થયો અને ચેતન ધાનાણીએ ખુબ સુંદર ગીત લખ્યું છે.”

તમે પણ રંગ ભરેલા આ તહેવારના સંગે આ ગીતને માણો:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.