ખબર ફિલ્મી દુનિયા

રામાયણના આ ફેમસ પાત્રનું થયું નિધન, ચાહકો ઊંડા શોકમાં…ૐ શાંતિ જાણો વિગત

રામાનંદ સાગર રામાયણમાં સુગ્રીવનો રોલ નિભાવનાર એક્ટર શ્યામ સુંદર કલાનીએ દુનિયાને અલવિદા કહી દીધી છે. આ ખબર સામે આવતા જ સોશિયલ મીડિયામાં શ્યામને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તો રામાયણમાં રામનું પાત્ર નિભાવનાર એક્ટર અરુણ ગોવિલે પણ શ્રદ્ધાંજલિ આપી છે. રામાનંદ સાગરની રામાયણમાં રામ બનેલા અરૂણ ગોવિલે એક્ટર શ્યામ સુંદર કલાણીને યાદ કરતા શ્રદ્ધાંજલિ આપી છે. અરુણે લખ્યું હતું કે, ‘શ્રી શ્યામ સુંદરના અવસાનના સમાચાર સાંભળીને હું દુખી છું. તેમણે રામાનંદ સાગરની રામાયણમાં સુગ્રીવનું પાત્ર ભજવ્યું હતું. ખૂબ સરસ વ્યક્તિત્વ અને સજ્જન વ્યક્તિના આત્માને શાંતિ મળે.’

જણાવી દઈએ કે, રામાયણ ફરી એકવાર દૂરદર્શન પર પ્રસારિત થઈ રહી છે. આવી સ્થિતિમાં રામાનંદની રામાયણની સાથે શોના કલાકાર પણ ચર્ચામાં છે. આ દરમિયાન શ્યામ સુંદરના નિધનના સમાચાર સાંભળીને શ્રોતાઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ઘણા સોશ્યલ મીડિયા યુઝર્સ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

રિપોર્ટ અનુસાર, શ્યામ સુંદર કલાનીએ પોતાની અભિનય કારકીર્દિની શરૂઆત રામાયણથી જ કરી હતી. જો કે આ પછી તેને વધારે કામ મળ્યું નથી. રામાયણમાં શ્યામ સુંદરની ભૂમિકા વિશે વાત કરીએ તો ભગવાન રામના વનવાસ દરમિયાન સુગ્રીવની ભૂમિકા આવે છે. રાવણ સાથેના યુદ્ધમાં વાનર રાજ સુગ્રીવ રામને મદદ કરે છે. સુગ્રીવ અને રામની મુલાકાત હનુમાને કરાવી હતી.

Image source

નોંધપાત્ર વાત એ છે કે રામનું પાત્ર અરુણ ગોવિલ, લક્ષ્મણનું પાત્ર સુનીલ લહિરી, સીતાની દીપિકા ચિખલીયા, હનુમાનનું દારા સિંહ અને રાવણનું પાત્ર અરવિંદ ત્રિવેદી ભજવ્યું હતું. દૂરદર્શનના ટેલિકાસ્ટમાં પણ રામાયણે લોકપ્રિયતાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. જણાવી દઈએ કે 2015 થી પ્રસારિત થયેલા કોઈપણ શો કરતા વધુ ટીઆરપી છે.

Author: GujjuRocks Team
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.