ખબર

1 રૂપિયામાં પાણીની બોટલ નથી આવતી આ વ્યક્તિ 1 રૂપિયામાં રોજ ભરપેટ જમાડે છે 1000 લોકોને

કોરોના મહામારીના કારણે ઘણા લોકોની નોકરી અને રોજગાર ધંધા છૂટી ગયા, આવા સમયમાં લોકોને બે ટંક જમવાના પણ ફાંફા પડવા લાગ્યા ત્યારે આ સમયમાં પણ ઘણા લોકો મદદ માટે આગળ આવ્યા છે. પરંતુ એક વ્યક્તિ રોજના 1000 જેટલા લોકોને જમાડે છે અને તે પણ ફક્ત 1 જ રૂપિયામાં.

Image Source

આવી મહામારીના સમયમાં આ વ્યક્તિ હજારો લોકો માટે સાક્ષાત ભગવાન બનીને આવ્યા છે. આ વ્યક્તિનું નામ છે પરવીન કુમાર ગોયલ જે દિલ્હીના નાગલો વિસ્તારમાં શિવ મંદિર પાસે “શ્યામ રસોઈ” નામે એક રસોડું ચલાવે છે.

અહીંયા લોકોને માત્ર 1 રૂપિયામાં ભરપેટ જમવાનું આપવામાં આવે છે. અને એ એક રૂપિયો પણ એટલા માટે લેવામાં આવે છે કે કોઈપણ વ્યક્તિના દિલમાં મફતમાં ખાવાની લાચારી ના જન્મે અને એક રૂપિયાની કિંમત સમજીને તે જમવાનો બગાડ પણ ના કરે.

Image Source

ત્યાં જમવા માટે લાંબી લાંબી લાઈનો લાગે છે. અને ખાસ વાત એ છે કે 1 રૂપિયામાં ગમે તેવું ભોજન નહિ પરંતુ ખુબ જ સારી રીતે સજાવેલી થાળી પીરસવામાં આવે છે. ત્યાં જમનારા લોકોનું કહેવું છે કે આ જમવાનું કોઈ ફાઈવસ્ટાર હોટેલ કરતા પણ વધારે સારું છે.

આ રસોડું અઢવાડિયામાં 7 દિવસ સુધી ખુલ્લું હોય છે. તેની શરૂઆત એક મહિના પહેલા કરવામાં આવી હતી. રસોડું ચલાવનારા પરવીનભાઈ લાઈનમાં જમવા માટે ઉભેલા લોકોને બગાડ ના કરવા માટે પણ જણાવતા રહે છે અને સાથે સાથે ત્યાં અન્નનો બગાડ ના કરવા માટેના પોસ્ટર પણ લગાવેલા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.