દિગ્ગજ ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું 23 ડિસેમ્બરે નિધન થઇ ગયું. તેમણે 90 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર મંગળવારે દાદરના શિવાજી પાર્ક સ્થિત સ્મશાન ગૃહમાં કરવામાં આવ્યા. આ દરમિયાન ઘણા સેલેબ્સ ફિલ્મ નિર્માતાના ઘરે અંતિમ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. શ્યામ બેનેગલના નિધનથી સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રી શોકમાં છે.
તેમના આકસ્મિક નિધનને કારણે બી-ટાઉનના ઘણા મોટા સ્ટાર્સ શ્યામ બેનેગલને અંતિમ વિદાય અને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. જેઓ ઉદાસ ચહેરા સાથે જોવા મળ્યા હતા. 1970ના દાયકામાં ભારતમાં પૈરેલલ સિનેમા મૂવમેન્ટના અગ્રણી મનાતા બેનેગલના અંતિમ સંસ્કારમાં નસીરુદ્દીન શાહ, કુલભૂષણ ખરબંદા, બોમન ઈરાની, નંદિતા દાસ, ઈલા અરુણ, દિવ્યા દત્તા અને શ્રેયસ તલપડે પણ પહોંચ્યા હતા.
આ સિવાય રોની સ્ક્રુવાલા, ગુલઝાર અને હંસલ મહેતા, રત્ના પાઠક શાહ, રજિત કપૂર, રાજેશ્વરી સચદેવ, મનમોહન શેટ્ટી અને પ્રીતિ સાગર સહિત અનેક કલાકારોએ હાજરી આપી હતી. આ દરમિયાન બધા સ્ટાર્સના ચહેરા પર દુખ સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ. નસીરુદ્દીન શાહે પણ નમ આંખે શ્યામ બેનેગલને અંતિમ વિદાય આપી હતી.
View this post on Instagram