ખબર ફિલ્મી દુનિયા

વધુ એક દિગજ્જ એક્ટ્રેસની ધરપકડ, હોટલમાં રંગે હાથ ઝડપાઇ- જાણો વિગત

વર્ષ 2020 માં ઘણી એવી ઘટનાઓ બની છે. 2020 માં ઘણા દિગ્ગજ કલાકારોએ દુનિયા છોડી દીધી તો NashilaPadarth કેસમાં ઘણા કલાકારોના નામ સામે આવ્યા હતા. જેમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ, શ્રદ્ધા કપૂર, રિયા ચક્રવર્તી, સારા અલી ખાન, ભારતી સિંહ વગેરે જેવા નામી સિતારાઓ શામિલ છે. એવામાં તાજેતરમાં જ એક અન્ય અભિનેત્રીને પકડી લીધી છે.

Image Source

મહારાષ્ટ્ર અને ગોવામાં પેડન્ગના વિરુદ્ધ અભીયાનમા એનસીબીએ કન્નડ ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી શ્વેતા કુમારી રંગનાથની મીરા રોડ સ્થિત એક હોટેલમાંથી પકડી લીધી છે.. એનસીબીએ તેના વિરુદ્ધ  (એનડીપીએસ) ના આધારે મામલો દાખલ કર્યો છે. એનસીબી દ્વારા કહેવામાં આવ્યું કે,”કન્નડ અભિનેત્રી શ્વેતા કુમારીને 400 ગ્રામ મેડ્રોન લઇ જવાના આરોપમાં ઝડપાઇ ગઈ છે”.

એનસીબીએ કહ્યું કે,”તેમને જાંચમાં સઈદ શેખ નામના એક અન્ય સપ્લાયર વિશે જાણ થઇ”. એનસીબીને એ પણ જાણકારી મળી હતી કે સઈદ મીરા રોડ વિસ્તારમાં કારોબાર કરે છે. તેનો પીછો કરતા એનસીબીએ મીરા રોડની એક હોટેલમાં દરોડા પાડયા હતા અને તેમાં શ્વેતા કુમારી રંગેહાથ પકડાઈ હતી અને તેની પાસેથી 400 ગ્રામ મેડ્રોન જપ્ત કરવામાં આવ્યો હતો.