મનોરંજન

21 વર્ષની દીકરી સાથે જબરદસ્ત લુકમાં એરપોર્ટ પર સ્પોટ થઇ શ્વેતા તિવારી, મા-દીકરીની જોડીએ લૂંટી લીધી મહેફિલ

આમાં મમ્મી કોણ છે? માં-દીકરીનું બોલ્ડ ફિગર જોઈને ફેન્સ ચોંકી ઉઠ્યા- જુઓ PHOTOS

શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની મશહૂર અને ફિટ અદાકારા છે. તેને હાલમાં જ ખતરો કે ખિલાડી-12માં દેખવામાં આવી હતી. આ શોમાં ભાગ લઇ શ્વેતાએ ઘણી પોપ્યુલારિટી હાંસિલ કરી છે પરંતુ સાથે સાથે જયાં જુઓ ત્યાં તેની ફિટનેસની ચર્ચા થઇ રહી છે. શ્વેતા ફરી એકવાર સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

શ્વેતા તિવારી તેના બંને બાળકો  સાથે હાલમાં જ એરપોર્ટ પર નજર આવી હતી. શ્વેતાની દીકરી પલક સાથેની આ તસવીરો ચાહકોને હેરાન કરી રહી છે અને તેઓ કહી રહ્યા છે કે, સમજ નથી આવી રહ્યુ કે મમ્મી કોણ છે અને દીકરી કોણ છે. શ્વેતાના લુકની વાત કરીએ તો તેણે વ્હાઇટ શર્ટ અને બ્લૂ જીન્સ પહેર્યુ હતુ અને પલકે સી ગ્રીન ફુલ સ્લીવ્સ ટી શર્ટ અને મેચિંગ પેંટ્સ કેરી કર્યા હતા.

સામે આવેલી તસવીરો અને વીડિયોમાં જોઇ શકાય છે કે, બંને પોતાના આઉટફિટમાં ખૂબસુરત લાગી રહી હતી. શ્વેતાનો દીકરો રેયાંશ પણ તેની સાથે જોવા મળ્યો હતો. શ્વેતા તેનો અને દીકરીનો જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે શાનદાર વેકેશન ટ્રિપ પર હતી. આ ટ્રિપથી તેણે ઘણા વીડિયો પણ શેર કર્યા હતા, જેમાં મા-દીકરી એકસાથે ડાંસ કરતા જોવા મળ્યા હતા.

શ્વેતાના કરિયરની વાત કરીએ તો, તેણે લગભગ 21 વર્ષ પહેલા 1999માં ટીવીની દુનિયામાં  ‘કલીરે’થી એન્ટ્રી મારી હતી. જો કે, તે આજે ટીવી ઇન્ડસ્ટ્રીમાં એટલી જ એક્ટિવ છે. શ્વેતાને ઓળખ વર્ષ 2001માં આવેલ ધારાવાહિક ‘કહીં કિસી રોઝ’થી મળી, પરંતુ તેને જબરદસ્ત પોપ્યુલારિટી ‘કસોટી ઝિંદગી કી’માં પ્રેરણાના રોલથી મળી.

આ પાત્ર નિભાવી તે ઘરે ઘરે ફેમસ થઇ ગઇ હતી. શ્વેતા “બિગબોસ 4″ની વિનર રહી છે. ત્યાં જ  શ્વેતા તિવારીની દીકરી પલક હવે બોલિવુડમાં એન્ટ્રી કરવા જઇ  રહી છે. પલક તિવારીની  ડેબ્યુ ફિલ્મ “રોજજી : ધ સૈફરન ચેપ્ટર” છે. જેમાં અરબાઝ ખાન અને તનીષા મુખર્જી પણ નજર આવવાના છે.

શ્વેતાની વાત કરીએ  તો, તે ખતરો કે ખિલાડી શોથી બહાર આવ્યા બાદ બીમાર પડી ગઇ હતી. મીડિયામાં ખબર હતી કે, શ્વેતાને કમજોરીને કારણે હોસ્પિટલમાં એડમિટ કરવી પડી હતી. બીમારીની અસર શ્વેતાના ચહેરા પર નજર આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, પલક તિવારી શ્વેતાના પહેલા પતિ રાજા ચૌધરીની દીકરી છે. રાજાને તલાક આપ્યા બાદ શ્વેતાએ બીજા લગ્ન અભિનવ કોહલી સાથે કર્યા હતા. જેનાથી તેને એક દીકરો રેયાંશ છે. જો કે, બાદમાં શ્વેતા અને અભિનવ પણ અલગ થઇ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)