શ્વેતા તિવારીએ બેડરૂમમાં કરાવ્યુ ગ્લેમરસ ફોટોશૂટ, નેટેડ ટીશર્ટ અને શોર્ટ્સમાં ધડકાવી દીધુ ચાહકોનું દિલ

શ્વેતાની બેડરૂમ વળી તસવીરો વાયરલ થતા મચી ગયો હડકંપ, જુઓ

ટીવીની હોટ મમ્મી અને “કસોટી ઝિંદગી કી” ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં ચર્ચામાં છે. શ્વેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર શ્વેતાની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ત્યારે હાલમાં જ શ્વેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે.

હાલમાં શ્વેતાએ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ચાહકોની ઊંઘ ઉડાવી રહ્યુ છે. શ્વેતાએ બેડરૂમમાં ફોટોશૂટ કરાવ્યુ છે, જે ખૂબ જ હોટ છે.  આ ફોટોશૂટની ખાસ વાત તો એ છે કે તેની વધારે તસવીરોમાં તેની આંખો ઝુકેલી છે. આ પોઝ ચાહકોને દીવાના બનાવી રહ્યા છે. શ્વેતાએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શન પણ આપ્યુ છે.

તેણે લખ્યુ કે, મેં મારા ફોટોગ્રાફર સોહેલ મુગલને જયારે કહ્યુ કે બધી તસવીરોમાં મારી આંખો બંધ છે તો તે બોલ્યા કે હાં તુ તેને બંધ રાખ કારણ કે પહેલા જ તેમાં ઘણુ દેખાઇ ચૂક્યુ છે. શ્વેતાએ ફોટોશૂટ દરમિયાન વ્હાઇટ ક્રોશિયા ટોપ અને ડેનિમ શોર્ટ્સ પહેરીને રાખ્યા છે. તેના વાળ ખુલ્લા છે અને તે બાડ પર બેસીને પોઝ આપતી જોવા મળી રહી છે.

શ્વેતા છેલ્લા દિવસોમાં તેના વર્કઆઉટ વીડિયોને કારણે ચર્ચામાં આવી હતી. આ વીડિયોમાં તે તેની દીકરી પલક તિવારી સાથે ખૂબ જ વર્કઆઉટ કરતા જોવા મળી હતી. 40 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા ખૂબ જ ફિટ જોવા મળી રહી છે. તેણે ફિટનેસ પ્રતિ ઉત્સાહ જગાવવા માટે દીકરી પલકનો પણ આભાર માન્યો. તેણે ખતરો કે ખિલાડી 11માં પાર્ટિસિપેટ કર્યા પહેલા મેકઓવર કર્યો, તેણે વજન ઘટાડવા સાથે સાથે પોતાને પૂરી રીતે ટ્રાંસફોર્મ કરી લીધી.

શ્વેતા છેલ્લે ટીવી શો “મેરે ડેડ કી દુલ્હન”માં જોવા મળી હતી. તે હાલ રોહિત શેટ્ટીના શો “ખતરો કે ખિલાડી 11″માં નજર આવી રહી છે. શ્વેતા રાહુલ વૈદ્ય અને દિશા પરમારના લગ્નમાં પણ સામેલ થઇ હતી અને ત્યાં પણ તેનો ગોર્જિયસ અને સ્ટનિંગ અવતાર જોવા મળ્યો હતો.

શ્વેતા તિવારી ટીવીના મશહૂર શો “બિગબોસ” સિઝન 4ની વિજેતા પણ રહી ચૂકી છે. તેણે ટીવીની દુનિયામાં ઘણુ નામ કમાવ્યુ છે. ટીવીની સંસ્કારી વહુ શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ અને સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે. તે આ ઉંમરે પણ ઘણી ફિટ રહે છે અને તે તેની અદાઓથી કહેર વરસાવતી રહે છે.

શ્વેતા તિવારી હાલ “ખતરો કે ખિલાડી”માં જોવા મળી રહી છે. તે આ સિઝનની સૌથી દમદાર કંટેસ્ટન્ટમાંની એક છે. શોમાં ગયા પહેલા તેણે ફિટનેસ પર ખૂબ જ ધ્યાન આપ્યુ છે. શ્વેતા તિવારીનો આ લુક ઘણો જ ચર્ચાનો વિષય બની ગયો છે. ત્યારે ચાહકો પણ શ્વેતાની ઘણી પ્રશંસા કરી રહ્યા છે. શ્વેતા તિવારીએ પરફેક્ટ બોડી સાથે એબ્સ પણ બનાવ્યા છે.

Shah Jina