સાડી પહેરી નજાકત ભરેલી અદાઓથી શ્વેતા તિવારીએ ધડકાવ્યા લાખો ચાહકોના દિલ- જુઓ તસવીરો

કોઈ કહે આ 42 વર્ષની હશે? ફિગરમાં આજે પણ બધાને પછાડી દે એવી છે, જુઓ PHOTOS

ભોજપુરી ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી લઈને ટેલિવિઝનની દુનિયા સુધી પોતાની સુંદરતા અને અભિનય કૌશલ્ય માટે જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી દરરોજ હેડલાઈન્સમાં રહે છે. 42 વર્ષની હોવા છતાં શ્વેતા તિવારી સુંદરતાના મામલે 25 વર્ષની હિરોઈનને ટક્કર આપતી જોવા મળે છે. હાલમાં જ તેણે પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, જેને જોઈને ચાહકોનું દિલ ધડકી ઊઠ્યું છે.

યલો સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં શ્વેતાનો હોટ અવતાર
શ્વેતા તિવારીની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. શ્વેતા તિવારીએ યલો સાડીમાં એવી સ્ટાઈલ બતાવી કે લોકો પાગલ થઇ ગયા. શ્વેતા તિવારીએ કિલર પોઝ આપીને ચાહકોના દિલો પર તલવાર ચલાવી દીધી. શ્વેતાની આ તસવીરો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ છવાઈ ગઈ. શ્વેતાએ જે તસવીરો શેર કરી છે તેમાં તે ખૂબ જ બોલ્ડ અને સિઝલિંગ દેખાઈ રહી છે.

લાંબા ઝુમકા પર આવી ગયુ ચાહકોનું દિલ
આ તસવીરોમાં શ્વેતાની સુંદરતા ચાહકોના દિલ પર છવાઈ ગઇ છે. 42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતા તિવારીનું આ ફોટોશૂટ બધાનો પરસેવો છોડાવી રહ્યું છે. શ્વેતાના આ ફોટોઝ જોઈને કોઇ ન કહી શકે કે તે 42 વર્ષની છે. આ તસવીરોમાં શ્વેતા તિવારીને જોઈને કોઈ એ પણ ન કહી શકે કે તે બે બાળકોની માતા છે અને તેની મોટી દીકરી 25 વર્ષની છે.

લુક જોઇ કોઇ વિશ્વાસ ન કરી શકે શ્વેતા બે બાળકોની માતા છે
લુકની વાત કરીએ તો, શ્વેતા તિવારીએ યલો સાડી અને ગ્રીન સ્લીવલેસ બ્લાઉઝ સાથે વાળ ખુલ્લા રાખ્યા છે અને કપાળ પર બિંદી લગાવી છે. આ સાથે તેણે એસેસરીઝ કેરી કરી છે અને તેના લાંબા ઝુમકા તો લોકોને વધુ દિવાના બનાવી રહ્યા છે. નાના પડદાનો લોકપ્રિય શો ‘કસૌટી જિંદગી કી’ ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી અવારનવાર તેના ફોટોશૂટ્સને કારણે હેડલાઇન્સમાં રહે છે.

ચાહકોએ કર્યા દિલ ખોલીને વખાણ
તે પોતાના કામના કારણે પ્રખ્યાત છે. તેેણે આ ઉંમરે પણ પોતાની સુંદરતા અને ફિટનેસ એટલી સારી રીતે જાળવી છે કે કોઇ પણ તેની ઉંમરનો અંદાજ ન લગાવી શકે. અભિનેત્રી ઘણીવાર બોલ્ડ અને હોટનેસથી ભરપૂર ફોટોશૂટ કરાવે છે, જેને જોઈને ફેન્સ તેના વખાણ કરતા પોતાને રોકી શકતા નથી.

Shah Jina