41ની ઉંમરમાં શ્વેતા તિવારીએ એવો હોટ ડ્રેસ પહેરીને દેખાડ્યો જલવો, ચાહકો બોલ્યા- અમારા હોશ ઉડી રહ્યા છે હવે

ભોજપુરી સિનેમાથી લઈને ટીવી અને બોલિવૂડ ફિલ્મોમાં અભિનયના દમ પર રાજ કરવા વાળી અભિનેત્રી શ્વેતા તિવારી અવાર નવાર ગ્લેમરસ તસવીરોથી છવાયેલી રહેતી હોય છે. ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના અભિનયથી ઘરે ઘરે ઓળખ બનાવી છે. અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના લાંબા અભિનયની કારકિર્દીમાં એકથી એક જોરદાર કિરદારને ખુબ જ સરસ રીતે પડદા પર ઉતાર્યા છે.

ચાહકોએ પણ તેને દરેક અંદાજમાં ખુબ જ પસંદ કરી છે. ચાહકો તેની એક ઝલક જોવા માટે આતુરતાથી રાહ જોતા હોય છે. અભિનેત્રી પણ ચાહકો સાથે સોશિયલ મીડિયા દ્વારા જોડાયેલી રહેતી હોય છે. તેવામાં ફરી એક વખત શ્વેતા તિવારીએ જે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે તેને ચાહકો ખુબ પસંદ કરી રહ્યા છે.

સામે આવેલી તસવીરોમાં તમે જોઈ શકો છો કે શ્વેતા તિવારી આ ડીપ નેકલાઇન ડ્રેસમાં ખુબ જ બોલ્ડ નજર આવી રહી છે. અભિનેત્રીએ તેના આ લુકને વેસ્ટર્ન જવેલરી સાથે ટીમ અપ કરેલું હતું. આ દરમ્યાન શ્વેતા તિવારી બ્લેક એન વ્હાઇટ સ્ટ્રીપ ગાઉન ડ્રેસમાં સુંદર અદાઓ આપતી નજર આવી હતી. અભિનેત્રીએ મિનિમલ મેકઅપ સાથે તેના આ લુકને પૂરો કર્યો હતો.

તેની સાથે શ્વેતા તિવારીએ પીળા કલરના હાઈ હિલ્સ પહેરેલા હતા અને વાળને ખુલ્લા રાખેલા હતા. શેર કરેલી તસવીરોમાં અભિનેત્રી કોઈ હોટેલની લોબીમાં દેખાઈ રહી છે તો કેટલીક તસવીરમાં તે બારી આગળ ઉભેલી નજર આવી રહી છે તો કેટલીક તસવીરમાં તે બેસીને તસવીરો ક્લિક કરાવતી નજર આવી રહી હતી. લુકને કમ્પ્લીટ કરવા માટે શ્વેતાએ બંને હાથમાં સફેદ કલરના બ્રેસલેટ અને નેકપીસ પહેરેલા છે. આ લુકમાં અભિનેત્રી ખુબ જ હોટ દેખાઈ રહી હતી.

અભિનેત્રીને જોઈને વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે તે 41 વર્ષની થઇ ચુકી છે. શ્વેતા તિવારી 2 બાળકોની માતા હોવા છતાં પણ ખુબ જ યંગ દેખાતી હોય છે. તેની પર દરેક જાતના આઉટફિટ સેટ થતા હોય છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઇ રહી છે. ચાહકોની સાથે ઘણા બધા સેલેબ્સ તેની આ તસવીરો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Patel Meet