ફિલ્મી દુનિયા

શ્વેતા તિવારીની દીકરીને મારપીટના મામલે શ્વેતાના પહેલા પતિને થઇ ચિંતા, જાણો તેને શું કહ્યું…

શ્વેતા તિવારીએ તેના પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો છે. આ મામલે પોલીસે અભિનવની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. શ્વેતાના જણાવ્યા મુજબ અભિનવએ તેની પુત્રી પલક સાથે મારપીટ કરી હતી. આ વચ્ચે શ્વેતા અને પલકને પોલીસે સ્ટેશનની બહાર જોર-જોરથી રડતી જોવા મળી હતી.

Image Source

અન્ય એક રિપોર્ટનું માનીએ તો અભિનવ પલક પર અભદ્ર ટિપ્પણીઓ કરતો હતો, અને ખરાબ વસ્તુઓ બતાવતો હતો. આ મામલે સમતા નગર પોલીસે 3 કલાક સુધી અભિનવની પુછપરછ કર્યા બાદ તેના ઉપર ફરિયાદ દાખલ કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે.

Image Source

આ મામલા પર રાજા ચૌધરીને પૂછવામાં આવ્યો તો તેમને જણાવ્યું કે, “આ વાતને લઈને હું ખુબ જ ચિંતિત છું. મને મીડિયા દ્વારા જ આ મામલાની જાણકારી મળી હતી.” રાજા એ આગળ જણાવતા કહ્યું, “હું મારી દીકરી પલકના સંપર્કમાં જ છું, આજે સવારે જે મારી તેની સાથે વાત થઇ હતી. તેને કહ્યું હતું કે ચિંતા ન કરો હું ઠીક છું. એક પિતા તરીકે મારા માટે આ ખૂબ જ ચિંતાની બાબત છે.

Image Source

શ્વેતા તેને પહેલા પતિ રાજા ચૌધરી સાથેના સંબંધને લઈને ચર્ચામાં હતી. 19 વર્ષની ઉંમરે શ્વેતાએ રાજા સાથે લગ્ન કર્યા હતા. લગ્નના 2 વર્ષમાં તેમને પુત્રી પલકને જન્મ આપ્યો હતો. તેના પછી તેમના સંબંધો બગાડવા લાગ્યા હતા. શ્વેતાએ રાજા પર ઘરેલુ હિંસા, મારપીટ કરવું અને છોકરીની હત્યા કરવાનો પ્રયત્ન કરવાનો આરોપ લગાવ્યો હતો.

Image Source

શ્વેતા જ્યારે બિગ બોસમાં ભાગલીધો હતો ત્યારે રાજા રોજ દારૂના નશામાં મોડી રાતે ધરે આવતો. શ્વેતાએ પોલીસમાં તેની ફરિયાદ પણ નોંધાઈ હતી. લગ્નના 9 વર્ષ પછી 2007માં રાજા ચૌધરી સાથે છૂટાછેડા લીધા હતા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks