42 વર્ષની શ્વેતા તિવારીએ બિકી જેવું પહેરી પુલમાં કર્યા જલસે જલસા, લોકોએ પૂછ્યુ- કયુ અમૃત પી લીધુ કે જવાન થતી જાય છે તું….

શ્વેતા તિવારી ટીવી જગતની જાણીતી અભિનેત્રી છે જે વર્ષોથી પોતાના અભિનયથી લોકોનું મનોરંજન કરી રહી છે. આ સાથે તે પોતાની ગ્લેમર સ્ટાઈલ માટે પણ જાણીતી છે. સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી શ્વેતા તિવારી પોતાના બોલ્ડ ફોટોઝ અવાર નવાર શેર કરતી રહે છે. તેની ફિટનેસ અને સુંદરતા જોઈને લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ બની જાય છે કે 42 વર્ષીય શ્વેતા તિવારી આ ઉંમરે પણ આટલી હોટ અને ગોર્જિયસ લાગે છે.

તાજેતરમાં જ શ્વેતા તિવારીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેનો હોટ અવતાર બતાવી રહી છે. શ્વેતા તિવારીએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જે તસવીરો શેર કરી છે, તેમાં તે તેના પુત્ર સાથે પૂલમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. તેનો પરફેક્ટ સમર લુક ફ્રેશ અને ફેબ્યુલસ છે. તસવીરોમાં શ્વેતાએ પિંક સ્વિમસૂટ પહેર્યો છે.

42 વર્ષની ઉંમરમાં પણ શ્વેતાની સુંદરતા અને ફિટનેસ અદ્ભુત છે. આ તસવીરો શેર કરતી વખતે શ્વેતાએ કેપ્શન લખ્યું- ‘ડે આઉટ’. જો કે હવે આ તસવીરોને કારણે કેટલાક લોકોએ એક્ટ્રેસને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે. એક યુઝરે કોમેન્ટમાં લખ્યું- ‘શ્વેતા જી, બાળકો મોટા થઈ ગયા છે, થોડી શરમ કરો. હવે આ બધું શોભતું નથી’. આ સિવાય અન્ય એક યૂઝરે લખ્યું- ‘તમે આટલા મોટા થઈ ગયા છો છતાં પણ તમે આવું કૃત્ય કરો છો.

તમારી દીકરીને પણ સારા કપડાં પહેરતા શીખવો. કેટલાક લોકોએ શ્વેતાને ટ્રોલ કરી તો ઘણા ચાહકોએ તેની ફિટનેસ અને સુંદરતાના વખાણ કર્યા. એકે શ્વેતાના વખાણ કરતા લખ્યું- ‘શ્વેતાજી તમે શું ખાઓ છો, વૃદ્ધાવસ્થા તમારાથી દૂર થઈ રહી છે’. એકે તો લખ્યુ કે કયુ અમૃત પી લીધુ છે કે તમારી ઉંમર દેખાતી નથી. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારી 42 વર્ષની છે અને બે બાળકોની માતા પણ છે. તેની પુત્રી પલક પણ 22 વર્ષની છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari)

તમને જણાવી દઈએ કે પલક જલ્દી જ સલમાન ખાન સાથે તેની ફિલ્મ કિસી કા ભાઈ કિસી કી જાનમાં જોવા મળશે. આ ફિલ્મ આવતા મહિને ઈદના અવસર પર રિલીઝ થશે. ટીવી શો મૈં હું અપરાજિતાનું શૂટિંગ કરી રહેલી શ્વેતા તેના શૂટિંગ શેડ્યૂલમાંથી થોડો સમય પુત્ર રેયાંશ માટે કાઢી લે છે. તાજેતરમાં, ઇટાઇમ્સ સાથેની વાતચીતમાં શ્વેતાએ આ ઉદ્યોગમાં અંગત અને વ્યાવસાયિક જીવન અને તે કેટલું મુશ્કેલ છે તે વિશે ખુલાસો કર્યો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood NSFW🚫 (@bollywoodnsfw)

તેણે કહ્યું કે તે તેના પુત્ર રેયાંશ માટે કેવી રીતે સમય કાઢે છે. તેણે કહ્યું- મેં હું અપરાજિતા પર મને વચ્ચે-વચ્ચે સમય મળે છે અને સેટ પર અમારી પાસે એક વેનિટી વેન છે જેમાં બે કમ્પાર્ટમેન્ટ છે. મારો એક રૂમ મારા પુત્ર માટે હંમેશા તૈયાર રહે છે. તે શાળાએ જાય છે અને પછી સીધો સેટ પર આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Entertainwood (@entertainwoodd)

તે મારી સાથે સેટ પર રહે છે, તેનું ભોજન ખાય છે, તેનું હોમવર્ક કરે છે અને મારી સાથે ઘરે પરત ફરે છે, રાતનું ખાવાનું ખાઇ તે સૂઈ જાય છે. દિવસ દરમિયાન મને મારી નાની, તેની નાની અને મારી દીકરીની મદદ મળે છે, તેથી તેઓ મારી સંભાળ રાખે છે.

Shah Jina