મનોરંજન

શ્વેતા તિવારીએ બોલ્ડ ડ્રેસ પહેરી વધાર્યુ સોશિયલ મીડિયાનું તાપમાન, દીકરીએ પોસ્ટ પર કરી દીધી આવી કમેન્ટ

સ્લિટ ડ્રેસમાં ફેન્સના જીવ અધ્ધર કરી દીધા ટીવીની સંસ્કારી અભિનેત્રીએ, જેને ફોટોસ જોયા એને કહ્યું ઉફ્ફ તેરી અદા

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી એ હસીનાઓમાંની એક છે, જે ફેશન અને સ્ટાઇલ મામલે બી ટાઉનની અભિનેત્રીઓને પણ ટક્કર આપતી જોવા મળે છે. બે બાળકોની આ હોટ મમ્મી બોલ્ડ સિલ્હૂટ્સ પહેરવામાં સહેજ પણ ખચકાટ અનુભવતી નથી એટલું જ નહિ તે ઇન્ડિયન સ્ટાઇલના કપડામાં પણ કહેર વરસાવવામાં કોઇ કમી નથી રાખતી.

શ્વેતાની કર્વી અને ટોન્ડ બોડીને જોઇને તો કોઇ પણ તેના પર ફિદા થઇ જાય. આવું જ કંઇક હાલમાં શેર કરેલ તસવીરોમાં જોઇ શકાય છે. જયાં બોલ્ડ ડ્રેસમાં તે કાતિલાના પોઝ આપતી જોવા મળે છે. શ્વેતાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર હાલમાં જ કેટલીક તસવીરો શેર કરી છે.જેમાં તેણે શાનદાર ફેશન ગેમથી પ્રશંસા કરવા પર મજબૂર કરી દીધા છે.

અદાકારા આ ફોટશૂટમાં કોઇ હોટ ચિકથી કમ નથી લાગી રહી. આ તસવીરોમાં શ્વેતા ડીપ પ્લગિંગ નેકલાઇન અને થાઇ હાઇ સ્લિટ ડ્રેસમાં કોઇ ડીવાથી કમ નથી લાગી રહી. આ ફ્લોરેલ પ્રિંટેડ ડ્રેસ ગરમીઓ માટે બિલકુલ પરફેક્ટ છે. અભિનેત્રીએ આ ડ્રેસ સાથે ઓરેન્જ હિલ્સ કેરી કરી છે.

આ સાથે જ મેકઅપ અને હવામાં ઉડતા વાળ શ્વેતાના લુકમાં ગ્લેમરનો તડકો લગાવી રહ્યા છે. ચાહકોને પણ શ્વેતાની આ તસવીરો ઘણી પસંદ આવી રહી છે. શ્વેતાએ ફેશન ડિઝાઇનર Victor Robinson ના કલેક્શનથી આ આઉટફિટ પસંદ કર્યો છે. આ ફ્લોરેંથ અટાયરમાં પિંક, રેડ અને પર્પલ કલરના મોટા ફ્લોરેલ પ્રિંટસ બનેલા છે.

આ મલ્ટીકલરના આઉટફિટમાં શ્વેતા એટલી હોટ લાગી રહી છે કે ચાહકો સાથે સાથે તેની દીકરી પલક તિવારીએ પણ આ તસવીરો પર કમેન્ટ કરી છે. પલકે લખ્યુ કે, ઓકે અમે સમજી ગયા. તમે ખૂબ જ હોટ છો.