શ્વેતા તિવારીએ ફરી લૂટી મહેફિલ, પિંક પેંટ સૂટમાં અત્યાર સુધીનો સ્ટનિંગ અવતાર આવ્યો સામે, જુઓ કમાલની તસવીરો

ચાહકોને શરમ આવી જાય એવી તસવીરો મૂકી 40 વર્ષની શ્વેતાએ…

ટીવીની હોટ મમ્મી અને “કસોટી ઝિંદગી કી” ફેમ અભિનેત્રી શ્વેતા તિવારી આ દિવસોમાં તેના શોને કારણે ચર્ચામાં બનેલી છે. શ્વેતા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની ગ્લેમરસ અને હોટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. સોશિયલ મીડિયા પર શ્વેતાની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે.

ત્યારે હાલમાં જ શ્વેતાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર તેની કેટલીક તસવીરો શેર કરી છે, જે ખૂબ વાયરલ થઇ રહી છે. હાલમાં શ્વેતાએ ફોટોશૂટ કરાવ્યુ છે, જે ચાહકોની ઊંઘ ઉડાવી રહ્યુ છે. ચાહકો શ્વેતાના લુકની પ્રશંસા કરતા થાકતા નથી. શ્વેતાનો આ લુક બોસ લેડી જેવો છે.

શ્વેતા તિવારીએ તેના નવા ફોટોશૂટની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં તેણે બ્યુટીફુલ પિંક કલરનો સૂટ પહેર્યો છે અને તે ખૂબ જ ગોર્જિયસ લાગી રહી છે. શ્વેતા કેમેરા સામે કમાલના પોઝ પણ આપી રહી છે. ચાહકો સાથે સાથે સેલેબ્સ પણ તેના લુકની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.

શ્વેતાએ પિંક કલરના બ્લેઝર અને ટ્રાઉઝર સાથે ખૂબ જ હોટ અને બોલ્ડ ડીપ નેક ટોપ પહેર્યુ છે. આ સાથે તેણે વાળને ખુલ્લા રાખ્યા છે અને તે મિનિમલ મેકઅપમાં જોવા મળી રહી છે.  શ્વેતાએ ટીવી શો “કસોટી ઝિંદગી  કી”માં પ્રેરણાનું પાત્ર નિભાવી ઘરમાં ઘરમાં તેની એક અલગ ઓળખ બનાવી હતી. શોમાં તેના પાત્રને ઘણુ પસંદ કરવામાં આવ્યુ હતુ. શ્વેતા સોશિયલ મીડિયા પર હવે તેના જલવા વિખેરી રહી છે.

શ્વેતા છેલ્લે ટીવી શો “મેરે ડેડ કી દુલ્હન”માં જોવા મળી હતી. તે હાલ રોહિત શેટ્ટીના શો “ખતરો કે ખિલાડી 11″માં નજર આવી રહી છે. શ્વેતા રાહુલ વૈદ્ય અને દિશા પરમારન લગ્નમાં પણ સામેલ થઇ હતી અને ત્યાં પણ તેનો ગોર્જિયસ અને સ્ટનિંગ અવતાર જોવા મળ્યો હતો.

શ્વેતા તિવારી ટીવીના મશહૂર શો “બિગબોસ” સિઝન 4ની વિજેતા પણ રહી ચૂકી છે. તેણે ટીવીની દુનિયામાં ઘણુ નામ કમાવ્યુ છે. ટીવીની સંસ્કારી વહુ શ્વેતા સોશિયલ મીડિયા પર ખૂબ જ બોલ્ડ અને સ્ટનિંગ લુકમાં જોવા મળી રહી છે. તે આ ઉંમરે પણ ઘણી ફિટ રહે છે અને તે તેની અદાઓથી કહેર વરસાવતી રહે છે.

Shah Jina