મનોરંજન

શ્વેતા તિવારીએ ભાંગના નશામાં કર્યું ઝુમવાનું નાટક, ‘જય જય શિવશંકર’ ગીત ઉપર કરી ખુબ મસ્તી, તમે પણ જુઓ

ટીવી જગતની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારી અને વરુણ બડોલા અત્યારે ટેલિવિઝન શૉ “મેરે ડેડ કી દુલ્હન”ની અંદર ગુનીત સિક્કા અને અંબરનો અભિનય કરીને દર્શકોનું દિલ જીતવાના પૂરતા પ્રયાસો કરી રહ્યા છે. આ શૉની અંદર જ્યાં અંબરને ગુનીત પ્રત્યેના પોતાના પ્રેમનો અનુભવ થાય છે ત્યાં જ દર્શકોમાં પણ અંબરમાં આવેલો આ બદલાવ ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Shweta Tiwari (@shweta.tiwari) on

જ્યાં અંબર, ગુનીતની મા પમ્મીને શોધવામાં તેની મદદ કરે છે એક રજાઓ દરમિયાન ખોવાઈ ગઈ છે. ત્યાંજ ગુનીતને અંબરનો એક નવો જ અંદાજ જોવા મળવાનો છે. બંને મળીને ગુનીતની માતાની શોધમાં ઉત્તરપ્રદેશના વૃંદાવનમાં જાય છે જ્યાં તે ઉત્તરપ્રદેશના સૌથી લોકપ્રિય તહેવાર લઠમાર હોળી વચ્ચે ફસાઈ જાય છે. જ્યાં તેમની શોધ ચાલુ હોય છે એ દરમિયાન જ બંને ભંગની પણ મઝા માણે છે, આ બંને હિન્દી સિનેમાના એક પ્રખ્યાત ગીત “જય જય શિવ શંકર” ઉપર ડાન્સ કરતા જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Varun Badola (@badolavarun) on

પહેલીજ વાર લઠમાર હોળીનો અનુભવ કરતા શ્વેતાએ જણાવ્યું હતું કે: “જોકે હું ઉત્તર પરદેશથી જ છું એટલા માટે મારા માટે હોળીનો તહેવાર કેટલીય રીતે બહુ જ મહત્વ ધરાવે છે. છતાં પણ મેં પહેલીવાર લઠમાર હોળી આવા પારંપરિક અંદાઝમાં જોઈ અને એ પણ ‘મેરે ડેડ કી દુલ્હન’ની શૂટિંગ કરતી વખતે, જયારે અમે લોકપ્રિય ગીત ‘જય જય શિવશંકર’ ઉપર રિએક્ટ કર્યું ત્યારે ખુબ જ મઝા આવી.”

આ નુંઅભાવ વિષે શ્વેતાએ આગળ જણાવતા કહ્યું કે: “ગુનીતના રૂપમાં મારે ભાંગના નશામાં ચૂર નજર આવવાનું હતું અને હું અને વરુણ સંપૂર્ણ રીતે ઝૂમીને તેનો આનંદ લઇ રહ્યા હતા. હોળી સાચે જ એક જોશથી ભરેલો તહેવાર છે અને આ તરત જ તમારો મૂડ બદલી નાખે છે, હું આશા રાખું છું કે દર્શકોને આ ઉજવણીનો અમારો અંદાઝ પસંદ આવશે અને એ પણ તેની મઝા માણશે.”
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.