રેડ સાડી અને ખુલ્લા વાળમાં ખૂબ જ ખૂબસુરત લાગી શ્વેતા તિવારી, એકે કહ્યુ- તમે કોઇ દુલ્હનથી કમ નથી લાગી રહ્યા

લાલ સાડીમાં 41 વર્ષની શ્વેતા તિવારીનો ગોર્જિયસ લુક, ચાહકો બોલ્યા- કોઇ દુલ્હનથી કમ નથી લાગી રહી

ટીવી ઇન્ડસ્ટ્રીની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક શ્વેતા શ્વેતા તિવારી તેની શાનદાર એક્ટિંગ સાથે સાથે તેની ખૂબસુરતી અને ફિટનેસ માટે પણ જાણિતી છે. શ્વેતા તિવારી ટીવી ઇન્ડસ્ટ્રીની મોસ્ટ ફેવરેટ અને સ્ટાઇલિશ અભિનેત્રીઓમાં સામેલ છે. સિઝલિંગ વેસ્ટર્ન ડ્રેસ હોય કે પછી સાડી શ્વેતા તેના બધા આઉટફિટ ગ્રેસ સાથે કેરી કરે છે. તે ચાહકોને પણ ફેશન ગોલ્સ આપે છે. શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની સિઝલિંગ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ શ્વેતા તિવારીએ તેની ગોર્જિયસ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેેને ચાહકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

શ્વેતા તિવારી 41 વર્ષની ઉંમરે પણ ખૂબ જ ખૂબસુરત લાગે છે. બે બાળકોની માતા શ્વેતા તિવારીએ સોશિયલ મીડિયા પર હાલમાં જ તેની ત્રણ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે રેડ સાડીમાં જોવા મળી રહી છે. આ સાથે તેણે ખુલ્લા વાળ રાખ્યા છે અને ઇયરિંગ્સ તેમજ નેકપીસ સાથે મિનિમલ મેકઅપ કર્યો છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. આમાંથી એક તસવીરમાં તે તેના દીકરા સાથે પણ જોવા મળી રહી છે. સાડીમાં શ્વેતા તિવારીની ટોન્ડ ફિગર સ્પષ્ટ જોવા મળી રહી છે.

શ્વેતા તિવારી તેની દીકરી પલક અને દીકરા રેયાંશ સાથે લગ્નમાં હાજરી આપવા ગઈ હતી. આ ખાસ અવસર પર તેણે રેડ કલરની સાડી પહેરી હતી. તેને સ્ટોન વર્ક ડીપ નેક બ્લાઉઝ સાથે જાડાઉ નેકલેસ અને ઇયરિંગ્સ કેરી કરી હતી. ઈન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરતાં શ્વેતાએ કેપ્શનમાં લખ્યું, ‘વેડિંગ સીઝન’.

શ્વેતાની આ સ્ટાઈલ જોઈને ફેન્સના હોંશ ઉડી ગયા હતા. એકે કમેન્ટ કરી – તમે પણ કોઈ દુલ્હનથી કમ નથી લાગતા. તમને જણાવી દઈએ કે શ્વેતા પ્રોફેશનલ અને પર્સનલ લાઈફના કારણે ચર્ચામાં રહે છે. શ્વેતાએ ‘ખતરો કે ખિલાડી’ શોમાં પોતાની ફિટનેસ માટે હેડલાઈન્સ બનાવી હતી. 41 વર્ષની ઉંમરે પણ તે આજની યુવા અભિનેત્રીઓને ફિટનેસ અને ખૂબસુરતી બાબતે ટક્કર આપે છે.

શ્વેતા પોતાના બાળકોની દરેક નાની-મોટી ખુશીનું ખાસ ધ્યાન રાખે છે. અભિનેત્રીએ હાલમાં જ તેના દીકરા રેયાંશનો 5મો જન્મદિવસ ઉજવ્યો. આ દરમિયાન પલક તિવારીએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ઘણા ફોટા શેર કર્યા હતા. શ્વેતા તિવારી તેની અદભુત શૈલી માટે જાણીતી છે. અભિનેત્રીએ પોતાના અંગત જીવનમાં ઘણો સંઘર્ષ કર્યો છે. શ્વેતા તિવારી આજે એક સફળ નામ છે. ફેશનની બાબતમાં શ્વેતા તિવારી કોઈનાથી પાછળ નથી. ફેન્સ પણ શ્વેતાની તસવીરોને ખૂબ પસંદ કરે છે અને તેના વખાણ કરતા જોવા મળે છે.

શ્વેતા તિવારીને બંને લગ્નમાં છૂટાછેડા થવા બાબતે ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. શ્વેતા હાલમાં તેની પુત્રી પલક અને પુત્ર રેયાંશ સાથે એકલી રહે છે. તેણે ઓગસ્ટ 2019માં તેના બીજા પતિ અભિનવ કોહલી સાથે છૂટાછેડા લીધા હતા. શ્વેતાએ ત્રણ વર્ષ સુધી ડેટ કર્યા બાદ 2013માં અભિનેતા અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2016માં અભિનવ અને શ્વેતાના પુત્ર રેયાંશનો જન્મ થયો હતો. ઓગસ્ટ 2019માં, શ્વેતાએ તેના બીજા પતિ અભિનવ કોહલી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેણે તેની પુત્રી પલક પર હુમલો, ત્રાસ અને હાથ ઉપાડવાનો ઉલ્લેખ કર્યો હતો.

Shah Jina