મનોરંજન

સિરિયલની આ સંસ્કારી વહુએ વેબસીરીઝમાં ડેબ્યુ કરતા જ લિપલોક સીન આપીને લોકોને ચોંકાવ્યા

મોટાભાગના ચાહકોને લાગ્યો આઘાત, શરમથી ડૂબી મારવા જેવી સ્થિતિ થઇ ગઈ

ટીવી સિરિયલ ‘કસોટી જિંદગી કી…’ સીરિયલમાં શાનદાર અભિનય દ્વારા ઘરમાં -ઘરમાં પહેચાન બનાવનારી એક્ટ્રેસ શ્વેતા તિવારી છેલ્લા થોડા દિવસથી તેના પતિ આભિનવ કોહલી સાથે અણબનાવને લઈને ચર્ચામાં આવી હતી. હાલ તો શ્વેતા એન અભિનવ અલગ-અલગ રહે છે. શ્વેતા તેના બન્ને બાળકોને એકલી જ સાચવી રહી છે. શ્વેતાએ ટીવી પર પણ ફરી ડેબ્યુ કર્યું છે. આ સાથે જ શ્વેતા તિવારી એક વેબસીરીઝમાં પણ નજરે ચડશે.

હાલ તો શ્વેતા તિવારી ટીવી સિરિયલ ‘ મેરે ડેડ કી દુલહન’ માં કામ કરી છે. આ શોમાં તે એક્ટર વરુણ બડોલાના અપોઝીટ રોલમાં છે.આ ટીવી શો બાદ શ્વેતા જ લડી જ ડિજિટલ પ્લેટફોર્મ પર જોવા મળશે. શ્વેતા એકતા કપૂર અને બાલાજી પ્રોડક્શન વાળી એપ ઓલ્ટ બાલાજીની એક વેબ સિરીઝમાં નજરે ચડશે.

શ્વેતા તિવારી ‘હમ તુમ ઔર ધેમ'(Hum Tum and Them) નામની વેબ સિરીઝમાં જોવા મળશે. આ વેબસીરીઝનું ટ્રેલર રિલીઝ પણ થઇ ચૂક્યું છે. આ વેબ સિરીઝમાં શ્વેતા તેની સંસ્કારી વહુ વાળી ઇમેજમાંથી એક અલગ જ બોલ્ડ અવતારમાં જોવા મળશે.

આ વેબ સિરીઝમાં શ્વેતા તિવારી એક્ટર અક્ષય ઓબેરોય સાથે ઇન્ટિમેટ સીન આપ્યા છે. હાલમાં જ આ સિરીઝનું ટ્રેલર રીલીઝ થયું હતું. આ ટ્રેલરમાં શ્વેતા તિવારી અને અક્ષય ઓબેરોય વચ્ચે લિપલોક સીન જોવા મળે છે. આ સિરીઝથી શ્વેતા ડિજિટલ માધ્યમમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. આ સિરીઝમાં તેનો લુક પણ એકદમ અલગ જ રાખવામાં આવ્યો છે.

એકતા કપૂરની આ સિરીઝમાં દર્શકોને ફેમિલી ડ્રામા અને રોમાન્સ જોવા મળશે. આ વેબ સિરીઝના ટ્રેલર મુજબ, શ્વેતા તિવારી આ વેબ સિરીઝમાં એક બેચેન માતાનો રોલ નિભાવી રહી છે. તો અક્ષયને બેપરવાહ પિતાના રૂપમાં દેખાડવામાં આવ્યો છે. આ પહેલી વાર છે કે, શ્વેતા તિવારીએ કેમેરા સામે ઇન્ટીમેન્ટ સીન આપ્યા હોય.

આ વેબ સીરીઝ 6 ડિસેમ્બરે જી5 પર રીલિઝ થશે. અઢી મિનિટના આ ટ્રેલરમાં શ્વેતા અને અક્ષય ઘણી વાર ઇન્ટિમેટ થતા નનજરે ચડે છે. શ્વેતાનો આ બોલ્ડ અંદાજ લોકોને ઘણો પસંદ આવે છે.

શ્વેતાએ કહ્યું હતું કે, દરેક ઇન્ટીમેન્ટ સીન બાદ હું વેનેટી વેનમાં ભાગી જઈ ખુદને બંધ કરી રડવાનું શરૂ કરી લેતી હતી. મને લાગતું હતું કે હું આ નહિ કરી શકું.મારી પાસે જયારે આ સ્ક્રીપ્ટ આવી હતું ત્યારે મેં મારી દીકરીને આ વિષે જણાવ્યું હતું. મારી દીકરીએ જણાવ્યું હતું કે, તમે હવે અભિનયથી થાકી ચુક્યા છો તો તેથી 90ના દાયકાની એક્ટ્રેસ બનીને અભિનય છોડવો તેના કરતા આજની અભિનેત્રી બનીને છોડો.શ્વેતાએ આગળ કહ્યું હતું કે, મારી દીકરીએ આ સીન માટે મને તૈયાર કરી અને કહ્યું કે, ઓનસ્ક્રીન કિસ કરવામાં કોઈ ખરાબ નથી. પરંતુ જયારે હું શોના સેટ પર આવી અને મેં સીન અને સિનેમેટોગ્રાફીને જોયું તો મેં વિચાર્યું આ શું છે ?

હું જયારે પણ સેટ પર જતી હતી ત્યારે રડતી હતી અને સેટ પરથી પરત ફર્યા બાદ પણ રડતી હતી. ઇન્ટિમેટ સીન માટે અક્ષય ઓબેરોય હંમેશા મારો સાથ આપીને પૂછતો હતો કે, હું તૈયાર છું ? હું તેને દરેક સમયે હા બોલી દેતી હતી પરંતુ વારંવાર કહેતી હતી કે, બસ ખાલી 2 મિનિટ આપો. મને તેને ઘણો સહયોગ આપ્યો છે.

જણાવી દઈ કે,’હમ તુમ એન્ડ ધેમ’ શો 6 ડિસેમ્બરે ALT બાલાજી પર રિલીઝ થઇ ગયો છે. જણાવી દઈએ કે, આ શોનું ટ્રેલર રીલિઝ થતા જ વાયરલ થઇ ગયું હતું.અઢી મિનિટના ટ્રેલરમાં શ્વેતા અને અક્ષયએ ઘણી વાર ઇન્ટીમેન્ટ થતા નજરે ચડે છે. દર્શકોને શ્વેતાઓ આ બોલ્ડ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે. આ શો સિવાય શ્વેતા સોની ટીવીના શો ‘મેરે ડેડ કી દુલહન’માં પણ નજરે આવશે.