ફિલ્મી દુનિયા

શ્વેતા તિવારીની લાડલી પલકનો ‘બાથરૂમ’ વીડિયો થયો વાઇરલ, 24 કલાકમાં હજારો લોકોએ જોયો

ટીવીની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારીની દીકરી પલક પોતાના જીવનને લઈને ચર્ચમાં છવાયેલી હતી. શ્વેતાએ તેના પતિ અભિનવ કોહલી પર ગંભીર આરોપ લગાવ્યો હતી. તેને પોલીસમાં ફરિયાદ કરી હતી કે તેનો પતિ ગુસ્સામાં પલકને મારે છે અને તેને અશ્લીલ ફોટાઓ બતાવે છે. એના પછી પોલીસ તેને પકડીને લઇ ગઈ હતી. હાલમાં તે જામીન પર છૂટી ગયો છે.

હવે લાગી રહ્યું છે કે તેના જીવનમાં બધું સરખું થઇ ગયું છે અને તે હવે શાંતિથી પોતાનું જીવન જીવી રહી છે. આ વાતનો ખુલાસો પલકના આ વીડિયોથી થઇ શકે છે.

હાલમાં જ તેને એક વીડિયો પોતાના સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં તે બાથરૂમના કાચમાં જોઈને પોઝ આપીને પોતાના એબ્સ દેખાડી રહી છે. આ વીડિયોના કૅપ્શનમાં પલકે લખ્યું છે કે આ પોઝને હેર ઉલ્ટા-પુલ્ટા કહેવાય છે. આ પોઝમાં તે સુંદર દેખાય છે. આ વીડિયોના તેના ચાહકો ખુબ જ વખાણ કરી રહ્યા છે. કેટલાક ચાહકોએ તેના આ પોઝના વખાણ કર્યા તો કેટલાકે તેના વાળના વખાણ કર્યા છે.

પલકના આ વીડિયોને 24 કલાકમાં 70 હજારથી વધારે વખત જોવામાં આવ્યો છે. પલક સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ છે. તે સોશિયલ મીડિયામાં ખુબ જ એકટીવ રહે છે. તે પોતાના સ્ટાઈલિશ ફોટોસ શેર કરે છે અને તેના ચાહકોને તેના ફોટોસ ખુબ જ પસંદ આવે છે. તેને ઇન્સ્ટાગ્રામમાં 2 લાખ 91 હજારથી વધારે ફોલોઅર્સ છે. પલકના ચાહકો તેના ફોટોની રાહ જોઈને બેઠા હોય છે. ‘કસૌટી ઝીંદગી કી’ ટીવી સિરિયલ દ્વારા પ્રેરણાના કિરદારમાં લોકપ્રિય બનેલી અભિનેત્રી શ્વેતા તિવારીએ પોતાના પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો. જેના પછી મામલાની જાંચ કરતા પોલીસે અભિનવની ધરપકડ કરી લીધી છે. રિપોર્ટના આધારે અભિનવે પોતાની સાવકી દીકરી પલક સાથે પણ માર-પીટ કરી હતી.એવામાં હવે શ્વેતાની દીકરી પલકનું મંતવ્ય સામે આવ્યું છેપલકે ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પોતાની વાત કહી છે. પલકે પોસ્ટ દ્વારા જણાવ્યું કે ઘરેલુ હિંસાનો શિકાર તેની માં નહિ પણ તે પોતે જ થઇ હતી.અભીનવે ક્યારેય તેને શારીરિક રુપથી ત્રાસ આપ્યો ન હતો પણ તે તેના પર લગાતાર દુઃખી કરનારી વાતો કહેતો રહેતો હતો અને માનસિક ત્રાસ આપતો હતો. શ્વેતાએ પોતાની માં ના સંઘર્ષ વિશે પણ જણાવ્યું હતું આ સિવાય પલકે કોઈપણ જાતની અફવાઓ ન ફેલવાવા માટેની પણ અપીલ કરી છે.

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારી (Shweta Tiwari)ની પુત્રી પલક તિવારી (Palak Tiwari) ઘણીવાર ચર્ચામાં રહે છે. પહેલા તે મામાના લગ્નમાં મા સાથે સુંદર તસવીરોમાં દેખાઇને ચર્ચામાં રહી હતી અને હવે તેની બોલ્ડ ફોટોસ ધૂમ મચાવી હ્યા છે. પલક તિવારે ઇન્ટરનેટ પર કેટલીક હોટ તસવીરો શેર કરી. આ તસવીરોમાં પલક તિવારી બોલિવૂડ એક્ટ્રેસ કિયારા અડવાણી ને ટક્કર આપતી નજરે પડે છે.

અભિનેત્રી શ્વેતા તિવારીની લાડલી પલક તિવારી (Palak Tiwari) સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે. હાલમાં જ પલક તિવારીએ કિયારા અડવાણીના ફોટો થીમ પર એક ફોટોશૂટ કરાવ્યો હતો. જેમાં પાલક ખુબ ગ્લેમરસ દેખાતી હતી. પલકે પાંદડાની સાથે રહીને સિડક્ટીવ પોઝ આપ્યા છે. તસવીરોમાં તેમના જે એક્સપ્રેશન છે તે ખરેખરમાં આકર્ષક છે.

ઇન્ટરનેટ પર છવાયેલી આ બધી તસ્વીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. પલકની આ તસવીરો જોઇને તે વાત તો સ્પષ્ટ થાય છે કે માતા શ્વેતાની જેમ સ્ટાઇલ અને લૂકમાં પલક કોઇનાથી પણ પાછળ નથી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.