ખબર ફિલ્મી દુનિયા

40 વર્ષની ઉંમરમાં ત્રીજી વાર દુલ્હન બની શ્વેતા તિવારી, વાયરલ થઇ તસ્વીરો

હાલ કોરોનાને લઈને ઘણા લોકોને ડર પણ લાગે છે તો ઘણા લોકો રિલેક્સ પણ લાગી રહ્યા છે. ટીવી સિરિયલની જાણીતી શ્વેતા તિવારી પણ ચર્ચામાં રહે છે. શ્વેતા તેની તસ્વીરને લઈને ચર્ચામાં રહે છે. હવે તેની 20 વર્ષની દીકરી પલક તિવારી પણ ઇન્સ્ટાગ્રામમાં તસ્વીર શેર કરતી રહે છે. પલક તિવારી હાલ તો સોશિયલ મીડિયા સેન્સેશન બની ચુકી છે. ગ્લેમરસ લુકસ અને મેકઅપ સ્કિલ્સ બંને કારણો છે જેના કારણે તેની તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહે છે.

image source

હાલમાં જ પલક તિવારી તેની માતા શ્વેતા તિવારી સાથે ક્વોલિટી ટાઈમ વિતાવવા માટે મુંબઈ નજીક કર્જત ફોરેસ્ટ ક્લ્બમાં પહોંચી હતી. જ્યાં તેને પરિવાર સાથે મળીને ખુબ આનંદ માણ્યો હતો. પલકને ત્યાં બિકીની અને પાયજામામાં સ્પોટ કરવામાં આવી હતી.

image source

સ્વિમિંગમાં આરામ કરતા પલકે તેની તસ્વીર શેર કરતા લખ્યું હતું કે, આ જગ્યા મને બહુ જ પસંદ છે. આ સિવાય પણ પલકે તસ્વીર અને વિડીયો શેર કર્યા હતા જેમાં તે અલગ-અલગ પોઝ આપતી નજરે ચડે છે.

image source

જણાવી દઈએ કે, પલકે હાલમાં જ તેનો 20માં બર્થડે સેલિબ્રેટ કર્યો હતો. પલકે તેનો બર્થડે મિત્રો સાથે ઘરમાં જ સેલિબ્રેટ કર્યો હતો. બર્થડે સેલિબ્રેશનમાં પલક ક્રીમ કલરના ઑફ શૉલ્ડર શોર્ટ ડ્રેસમાં નજરે આવી હતી. જેમાં તેનો લુક ઘણો હોટ લાગી રહ્યો હતો. પલકે ન્યૂડ મેકઅપ કેરી કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા.

image source

જણાવી દઈએ કે, પલક બોલીવુડમાં ડેબ્યુ કરવા જઈ રહી છે. પલક ફિલ્મ ‘રોજી : ધ સૈફરન ચૈપટર’ માં નજરે આવશે. હાલમાં જ આ ફિલ્મનું પોસ્ટર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મના ડાયરેક્ટર વિશાલ મિશ્રા અને પ્રોડ્યુસર વિવેક ઓબેરાય છે. ખબરોનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ ડિસેમ્બરમાં શરૂ કરવામાં આવશે. પલક તિવારીએ આ જાણકારી તેના ઇન્સ્ટાગ્રામ દ્વારા ફેન્સને આપી હતી.

image source

જણાવી દઈએ કે શ્વેતાએ 19 વર્ષની ઉંમરે 1999માં રાજા ચૌધરી સાથે લવ મેરેજ કર્યા હતા. આ લગ્નનો શ્વેતાના પરિવારજનો દ્વારા પણ જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો. શરૂઆતના દિવસોમાં શ્વેતા અને રાજાની મેરેજ લાઈફ સારી રીતે પસાર થઈ રહી હતી. પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે સમસ્યાઓ આવવા લાગતા મામલો છૂટાછેડા સુધી પહોંચ્યો હતો. આ બાદ શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા.

image source

જોકે, તેના બીજા લગ્ન પણ લાંબા સમય સુધી ટકી શક્યા નહી. ટીવી જગતની ફેમસ અભિનેત્રી શ્વેતા તિવારી પોતાની અદાકારી અને વ્યક્તિગત જીવનને લીધે હંમેશા ચર્ચાનો વિષય બનતી રહે છે. એકતા કપૂરની સિરિયલ ‘કસૌટી ઝીંદગી કી’ દ્વારા ઘરે ઘરે ફેમસ થયેલી શ્વેતાએ લાંબા સમય પછી ‘મેરે ડૈડ કી દુલ્હન’ માં એકવાર ફરીથી પોતાની અદાકારી દેખાડી છે અને દર્શકોનું દિલ જીત્યું છે.

આ શોમાં શ્વેતા ગુનીત સિક્કાના કિરદારમાં અને અભિનેતા વરુણ બડોલા અંબર શર્માના કિરદારમાં જોવા મળી રહયા છે. હાલ આ શોમાં બંન્નેના લગ્નનો સિકવેન્સ ચાલી રહ્યો છે.

Image Source

જણાવી દઈએ કે અસલ જીવનમાં બે વાર લગ્ન કરેલી શ્વેતા આ સીરિયલમાં એકવાર ફરીથી લગ્ન કરવા જઈ રહી છે. શ્વેતાને દુલ્હનના અવતારમાં જોઈને ચાહકો પણ હેરાન રહી ગયા છે અને અને કહેવા લાગ્યા કે શું શ્વેતા ત્રીજી વાર લગ્ન કરવા જઈ રહી છે?

Image Source

શ્વેતા દુલ્હનના અવતારમાં ખુબ જ સુંદર લાગી રહી છે અને ચાહકોને પણ તેનો આ અવતાર ખુબ લુભાવનારો લાગ્યો છે. લગ્નનો લાલ-લીલા રંગનો લહેંગો, હાથમાં લાલ બંગડી, ભારે ભરખમ ઘરેણા અને નાકમાં નથણી પહેરેલી શ્વેતા 40 વર્ષે પણ યુવાન દુલ્હનિયા લાગી રહી છે.

Image Source

શોના સેટ પરની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઇ છે અને દર્શકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. તસ્વીરોમાં શ્વેતા વરુણ સાથે મસ્તી કરતી પણ દેખાઈ રહી છે. બે વાર લગ્ન કરેલી અને પતિથી છૂટાછેડા લીધેલી શ્વેતા પોતાના આ લગ્નને ખુબ એન્જોય કરી રહી છે.

Image Source

તેના પહેલા પણ શોના સેટ પરની હલ્દી સમારોહ(પીઠી વિધિ)ની તસ્વીરો પણ સામે આવી હતી જેમાં શ્વેતાએ પીળા રંગની સાડી પહેરી રાખી હતી અને ફૂલોથી બનેલા ઘરેણા પહેરી રાખ્યા હતા.

Image Source

આશો માં નિયા શર્મા(અંજલિ તત્રારી)પોતાના પિતા અંબર શર્મા માટે એક દુલ્હન શોધવાના મિશન પર હતી, એવામાં હવે તેને પોતાના પિતા માટે બેસ્ટ દુલ્હન મળી ગઈ છે.

Image Source

અસલ જીવનમાં શ્વેતાએ બે વાર લગ્ન કર્યા છે. પહેલા લગ્ન શ્વેતાએ રાજા ચૌધરી સાથે કર્યા હતા અને તેની દીકરી પલક ચૌધરી છે. પતિથી અલગ થયા પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા અને બંનેનો એક દીકરો છે. શ્વેતાએ અભિનવ પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો જેના પછી અભિનવની ધરપકડ કરવામાં આવી હતી.

Image Source

શ્વેતા બિગ બોસ સીઝન-4 નો હિસ્સો રહી ચુકી છે અને વિજેતા પણ બની હતી. હાલ શ્વેતા પોતાના બંન્ને બાળકો સાથે મુંબઈના એપાર્ટમેન્ટમાં રહે છે અને એકલી જ બાળકોની સંભાળ લઇ રહી છે.