ફિલ્મી દુનિયા

ઉત્સવની એ તસ્વીરો જેમાં સુશાંતની બહેનોએ લૂંટાવ્યા હતા ઢગલાબંધ પૈસા, જુઓ તસ્વીરો

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસમાં રોજ એક નવા ખુલાસા થઇ રહ્યા છે. તેની પ્રેમિકા રિયા ચક્રવર્તી વિરુદ્ધ આરોપીની ભરમાર ચાલી રહી છે તો બીજી તરફ તેની બહેનો ન્યાય માટે લડી રહી છે. આ બધા વચ્ચે જ સુશાંતની બહેન શ્વેતાએ એક તસ્વીર શેર કરી છે જેમાં સુશાંત પોતાની બહેનો સાથે “એમએસ ધોની-ધ અનટોલ્ડ સ્ટોરી”ની સફળતાને ઉજવતો જોવા મળી રહ્યો છે.  વર્ષ 2016ની આ તસવીર શ્વેતાએ થોડા સમય પહેલા જ શેર કરી છે. જેમાં બે બહેનો વચ્ચે સુશાંત નજર આવે છે.

Image Source

આ તસવીરમાં સુશાંત ખુબ જ ખુશ દેખાઈ રહ્યો છે. તે બેડ ઉપર સુઈ રહ્યો છે અને તેની બહેનો તેના ઉપર પૈસા વરસાવી રહી છે. ફેમેલી આલ્બમમાંથી આ તસ્વીર શ્વેતાએ શેર કરી છે. જેમાં તેને જણાવ્યું છે કે: “આ વર્ષ 2016નો ઓક્ટોમ્બર મહિનો હતો. ભાઈએ મને કહ્યું કે હું અમેરિકાથી આવી જાઉં જેના કારણે અમે સાથે મળી થિયેટરમાં ધોની ફિલ્મ જોઈ શકીએ.”

Image Source

શ્વેતાએ આગળ જણાવ્યું છે કે : “મને તેના ઉપર ખુબ જ ગર્વ હતો અને એટલી ઉત્સાહિત હતી કે પહેલી ફલાઇટ પકડી અને ઇન્ડિયા આવી ગઈ. પછી અમે ભાઈની સફળતાને સાથે મળીને ઉજવી. હું તમને બહુ જ મિસ કરું છું ભાઈ. ઈશ્વર મને આ નુકસાનને સહન કરવાની શક્તિ આપે.”

Image Source

શ્વેતા સતત પોતાના ભાઈના ન્યાય માટે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરે છે. આ ઉપરાંત તેને સીબીઆઈ તપાસ માટે પણ માંગણી કરી હતી. શ્વેતાએ લોકોને ગ્લોબલ પ્રેયર મીટમાં જોડાવવા માટે પણ અને મોટી સંખ્યામાં લોકોને ગાયત્રી મંત્રનો જાપ કરવા માટે જણાવ્યું હતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.