ફિલ્મી દુનિયા

શરમજનક: ડ્રગના મામલે જેલ ભેગી થયેલી રિયા પર દયા આવી અમિતાભની દીકરી શ્વેતાને, જાણો શું કહ્યું

બોલિવૂડ એક્ટ્રેસ રિયા ચક્રવર્તી સુશાંત સિંહ રાજપૂતના ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (એનસીબી)ની ન્યાયિક કસ્ટડીમાં છે. રિયા 22 સપ્ટેમ્બર સુધી રિમાન્ડ પર રહેશે. રિયાની જામીન અરજીને એનડીપીએસ કોર્ટે નામંજૂર કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Sushant Singh Rajput Fan (@sushantsinghrajputfan_07) on

રિયાની ધરપકડ બાદ બોલિવૂડના ઘણા સેલેબ્સ તેના સમર્થનમાં આવ્યા હતા. જેમાં તાપસી પન્નુ, વિદ્યા બાલન, સોનમ કપૂર, અનુરાગ કશ્યપ, દીયા મિર્ઝા, કરીના કપૂર ખાન અને ફરહાન અખ્તરનો સમાવેશ થાય છે. હવે અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા પણ રિયાના સમર્થનમાં આવી છે. શ્વેતાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં એક કોટ લખ્યું છે જે રિયાના ટી-શર્ટ પર હતું.

 

View this post on Instagram

 

A post shared by Digital Diary (@webdigitaldiary) on

જણાવી દઈએ કે, રિયા મંગળવારે જે ટીશર્ટ પહેરીને પહોંચી હતી તે ટીશર્ટ પર લખ્યું હતું કે, “ગુલાબ લાલ છે, વાયોલેટ વાદળી છે, ચાલો આપણે મળીને પિતૃશક્તિનો નાશ કરીએ.” શ્વેતા નંદાની પોસ્ટ પર ઘણા લોકો સમર્થન આપી રહ્યા છે. તો ઘણા લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by S (@shwetabachchan) on

તમને જણાવી દઇએ કે રિયાના ટી-શર્ટ પર લખેલ આ મેસેજ ખૂબ જ ઝડપથી વાયરલ થયો હતો. તેનો આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ફિલ્મી સિતારાઓએ ઇન્સ્ટાગ્રામ પેજ પર આ તસ્વીર શેર કરી હતી. ઘણા લોકો #justiceforrhea અને #SmashPatriarchy હેશટેગ્સ પણ ચલાવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.