મનોરંજન

શું શ્વેતા તિવારીએ કરી લીધા ત્રીજી વાર લગ્ન? જાણો શું છે વાયરલ તસ્વીરનું સત્ય

2 વખત પ્રેમમાં દગો મળ્યા પછી આ કોના પ્રેમમાં પડી? જાણો સત્ય

શ્વેતા તિવારી ટીવીની સૌથી વ્યસ્ત એક્ટ્રેસ પૈકી એક છે. આજકાલ શ્વેતા તિવારી તેની પ્રોફેશનલ લાઈફ કરતા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. શ્વેતાના લગ્નજીવનમાં તિરાડ પડી ગઈ છે. હવે લોકો શ્વેતાના ત્રીજા લગ્નની ચર્ચા કરી રહ્યા છે. હાલ શ્વેતા તિવારીનો દુલ્હનનો અવતાર વાયરલ થઇ રહ્યો છે. આ તસ્વીરમાં તે લગ્નના આઉટફિટમાં નજરે આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

આ તસ્વીર જોયા બાદ ફેન્સ પણ હેરાન થઇ ગયા હતા અને પૂછી રહ્યા હતા કે, એક્ટ્રેસે ત્રીજા લગ્ન કરી લીધા છે ? વાયરલ થયેલી તસ્વીર શ્વેતા લાલ કલરના ચણિયાચોલીમાં નજરે આવી રહી છે. આ સાથે જ એક્ટર વરુણ બડોલા પણ નજરે આવી રહ્યા છે. બંને મસ્તી કરવાના અંદાજમાં ઉભા છે.

Image source

શ્વેતા તિવારીએ લગ્ન કર્યા છે પરંતુ આ લગ્ન એક શોમાં કર્યા છે. જણાવી દઈએ કે, શ્વેતા આ સમયે ટીવી શો મેરે ડેડ કી દુલ્હનમાં નજરે આવી રહી છે. હાલમાં જ એક વેડિંગ શૂટ થયું હતું. આ શોમાં શ્વેતા ગુનીત સિક્કાના રોલમાં છે. એક્ટર વરુણ બડોલા અંબર શર્માનો રોલ નિભાવી રહ્યો છે. વરુણ અને શ્વેતાની આ તસ્વીર સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચે ઘણો વિવાદ થયો છે. ગત દિવસોમાં અભિનવ કોહલીએ શ્વેતા વિરુદ્ધ માનહાનીની નોટિસ મોકલી હતી. આ સાથે જ દીકરો રેયાંશને ના મળવા દેવાનો પણ આરોપ લગાવ્યો છે. આ સાથે જ અભિનવ કોહલીએ પણ કહ્યું છે કે, શ્વેતા નોટિસનો જવાબ નથી આપતી તો તે વિચારશે કે તેને આગળ શું કરવું છે.

 

View this post on Instagram

 

A post shared by Abhinav Kohli (@abhinav.kohli024) on

જણાવી દઈએ કે લગ્નના થોડા વર્ષો પછી જ શ્વેતા અને અભિનવના સંબંધો બગડવાની શરૂઆત થઈ હતી. શ્વેતાએ તેના પતિ સામે ઘરેલું હિંસાનો કેસ પણ દાખલ કર્યો હતો. બંનેને એક પુત્ર રેયાંશ છે. શ્વેતાએ પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા. તેમને રાજા ચૌધરી પાસેથી એક પુત્રી પલક હતી. શ્વેતા અને રાજાના આ લગ્ન 14 વર્ષ સુધી ચાલ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Palak Tiwari (@palaktiwarii) on