મનોરંજન

શ્વેતા તિવારીએ 42 વર્ષની ઉંમરે કરાવ્યુ બિકિની ટોપમાં શાનદાર ફોટોશૂટ, ભલભલા પીગળીને લટ્ટુ થશે

બે બાળકોની માતા શ્વેતા તિવારીએ 42 વર્ષની ઉંમરે કરાવ્યુ બિકિની ટોપમાં શાનદાર ફોટોશૂટ, ભલભલા પીગળીને લટ્ટુ થશે

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની સુંદરતાના લોકો દિવાના છે. તે 42 વર્ષની ઉંમરમાં પણ ખૂબ જ હોટ લાગે છે. શ્વેતાની ઉંમર ભલે વધી રહી હોય, પરંતુ તેના હોટ અને બોલ્ડ ફોટોશૂટની સામે આજકાલની યુવા હસીનાઓ પણ ફીકી લાગે છે. શ્વેતા આ ઉંમરે પણ એટલી સેક્સી લાગે છે કે ચાહકોના તો તેને જોઇને હોંશ જ ઉડી જાય છે.

શ્વેતા તિવારીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં અભિનેત્રી તેના બોલ્ડ અંદાજથી ચાહકોને ક્લીન બોલ્ડ કરતી જોવા મળી રહી છે. શ્વેતા દિવસેને દિવસે વધુ બોલ્ડ થઈ રહી છે. અભિનેત્રીની આ તસવીરો જોઈને કોઈપણ માટે વિશ્વાસ કરવો ખૂબ જ મુશ્કેલ છે કે તે બે બાળકોની માં છે અને તેની મોટી દીકરી 22 વર્ષની છે.

અભિનેત્રીનું આ બોલ્ડ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યુ છે. શિવેતાએ નોટેડ ડીપનેક બિકી ટોપ અને મીની સ્કર્ટ પહેર્યો છે. ટોપમાં હોલ્ટર નેક ડીટેઈલ સાથેની ડીપ પ્લીંગ નેકલાઈન તેણીને બોલ્ડ દેખાવા માટે કામ કરી રહી છે. શ્વેતાએ આ ક્રોપ ટોપ સાથે બ્લેક મિની સ્કર્ટ પહેર્યું હતું, જેમાં એક બાજુ વધારાનું કપડું ઉમેરાયું હતું, જે પગ સુધી લટકતું હતું.

આ નાની ડિટેઇલ સ્કર્ટને સ્ટાઇલિશ બનાવવાનું કામ કરી રહી હતી. આ આઉટફિટમાં શ્લેતા તેના ટોન્ડ એબ્સ અને લેગ્સને ફ્લોન્ટ કરવામાં કોઈ કસર છોડી નહોતી રહી. હસીનાના આ ફોટોશૂટે તો સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

તેના દેખાવમાં બોસી ટચ ઉમેરવા માટે, શ્વેતાએ તેના ખભા પર બ્લેક બ્લેઝર પહેર્યું હતું.આ સાથે ચંકી ગોલ્ડ જ્વેલરી કેરી કરી હતી. શ્વેતાએ ગળામાં ડબલ ગોલ્ડ ચેઈનનો નેકલેસ પહેર્યો હતો, જેમાં પેન્ડન્ટ આપવામાં આવ્યું હતું. આ સાથે એક મેચિંગ ગોલ્ડન બ્રેસલેટ હાથમાં પહેર્યું હતું.

મેકઅપ માટે શ્વેતાએ હેવી ફાઉન્ડેશન, ન્યુડ આઈશેડો, આઈલાઈનર, કોહલ્ડ આઈઝ, મસ્કરા, કોન્ટૂર ચીક્સ, ન્યુડ લિપ શેડ, તેમજ વાળને અવ્યવસ્થિત અને ચિક બનમાં સ્ટાઈલ કર્યા હતા. શ્વેતા તિવારીએ જેવી જ આ તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી કે તરત જ વાયરલ થઇ ગઇ.