મનોરંજન

જુઓ શ્વેતા બચ્ચનના લગ્નની 23 વર્ષ પહેલાની અનદેખી 5 તસ્વીરો, વિદાઈમાં ખુબ રડ્યા હતા બિગ બી

બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન નંદાનો જન્મ 17 માર્ચના રોજ થયો હતો. પિતા એક સુપરસ્ટાર હોવા છતાં પણ શ્વેતા બોલીવુડમાં એક એવી સ્ટારકિડ છે જેની દિલચસ્પી ફિલ્મોમાં બિલકૂલ પણ નથી. તેના છતાં પણ શ્વેતા હંમશા લાઇમલાઈટમાં રહે છે.

Image Source

શ્વેતા સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહે છે. શ્વેતાનો જન્મ 17 માર્ચ 1974 ના રોજ થયો હતો. શ્વેતાએ વર્ષ 1997 માં બીઝનેસમેન નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. એવામાં આ ખાસ મૌકા પર આજે અમે તમને શ્વેતા નંદાના લગ્નની અમુક ખાસ તસ્વીરો દેખાડીશું જેને તમે ક્યારેય પણ જોઈ નહીં હોય.

Image Source

તસ્વીરમાં શ્વેતા લાલ રંગની દુલ્હનની સાડીમાં ખુબ જ સુંદર લાગી રહી છે. આ સિવાય તેના માથમાં લાગેલું લાલ સિંદૂર પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તસ્વીરમાં શ્વેતાની એક તરફ પિતા અમિતાભ બચ્ચન તો બીજી તરફ પતિ નિખિલ નંદા દેખાઈ રહ્યા છે.

Image Source

આ તસ્વીરમાં શ્વેતાએ સાડી પહેરી રાખેલી છે અને સાથે જ ઘરેણાં પણ પહેરી રાખ્યા છે. તસ્વીરમાં તેની સાથે પતિ નિખિલ નંદા, માં જયાં બચ્ચન અને પિતા અમિતાભ બચ્ચન પણ દેખાઈ રહ્યા છે. આ તસ્વીરને જોઈને એવું લાગી રહ્યું છે કે તે શ્વેતા-નિખિલના રીશેપ્શનની તસ્વીરો છે.

Image Source

શ્વેતાની આ તસ્વીર તેના લગ્ન સમયની છે. જેમાં શ્વેતા જયાં બચ્ચન અને અમિતાબ બચ્ચન સાથે દેખાઈ રહી છે. તસ્વીરને જોઈને કહી શકાય છે તે વિદાયના સમયે લેવામાં આવેલી તસ્વીર છે. આ તસ્વીરમાં શ્વેતા અને જયાં બંન્ને લાલ સાડીમાં દેખાઈ રહ્યા છે.

Image Source

અંતે આ તસ્વીરમાં શ્વેતા અમિતાભ બચ્ચન સાથે ડાન્સ કરી રહી છે. તસ્વીર શ્વેતાના રીશેપ્શન પાર્ટીની પાર્ટીની છે જેમાં દરેક કોઈ ખુબ જ ખુશ દેખાઈ રહ્યા છે. જણાવી દઈએ કે શ્વેતા-નિખિલના બે બાળકો દીકરો અગસ્ત્ય અને દીકરી નવ્યા નવેલી નંદા છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.