અમિતાભ બચ્ચન અને તેમના આખા પરિવારની કોઈ જ ઓળખ આપવાની જરૂર નથી પડતી. બચ્ચન પરિવારના દરેક વ્યક્તિએ પોતાના જોર પર નામ અને ખ્યાતિ મેળવી છે. અમિતાભ બચ્ચન, જયા બચ્ચન, અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય એમ બધા જ તેમના કામમાં નિષ્ણાંત છે. તો અમિતાભની પુત્રી શ્વેતા નંદા પણ કોઈથી ઓછી નથી. એક સ્ટારના ઘરે જન્મ્યા પછી પણ શ્વેતાએ ક્યારેય ફિલ્મોમાં આવવાનું વિચાર્યું નથી.
View this post on Instagram
શ્વેતા બચ્ચન પરિવારની મોટી દીકરી છે, અભિષેક તેનો નાનો ભાઈ છે. તેને હંમેશાં ઘરે ઘણો પ્રેમ મળ્યો. અમિતાભ અને જયાએ તેને ઘણી ભણાવી, પણ તે ક્યારેય અભિનય કરવા માંગતી ન હતી. આખા બચ્ચન પરિવારમાં ફક્ત તે જ ફિલ્મી દુનિયાથી દૂર રહી. પપ્પા બિગ બી, મમ્મી જયા બચ્ચન, ભાઈ અભિષેક બચ્ચન અને ભાભી ઐશ્વર્યાએ બોલિવૂડમાં તેમના અભિનયથી ધમાલ કરી ચુક્યા છે, પરંતુ શ્વેતા ફિલ્મોમાં ક્યારેય નથી આવી.
View this post on Instagram
17 માર્ચ 1974ના રોજ મુંબઇમાં જન્મેલી શ્વેતાએ લગ્ન પહેલા કોઈ વ્યવસાય અપનાવ્યો ન હતો. શ્વેતાના લગ્ન નાની ઉંમરે થઇ ગયા હતા. શ્વેતાએ 1997માં નિખિલ નંદા સાથે લગ્ન કર્યા હતા. શ્વેતા રણબીર કપૂર અને કરિશ્મા-કરિનાની ભાભી છે. નિખિલ નંદા અભિનેતા રાજ કપૂરની દીકરી રીતુ કપૂર નંદાના દીકરા છે.
View this post on Instagram
નિખિલ એસ્કોર્ટ ગ્રૂપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. નિખિલ હવે પોતાનો આખો કંસ્ટ્રકટીન્ગ બિઝનેસ સંભાળે છે. શ્વેતાએ 23 વર્ષની નાની ઉંમરે દીકરી નવ્યાને જન્મ આપ્યો. શ્વેતાએ હંમેશાં સારી ગૃહિણી બનીને તેના ઘરની સંભાળ લીધી છે.
View this post on Instagram
10 વર્ષ સુધી ઘરની જવાબદારીઓ સારી રીતે નિભાવ્યા પછી, શ્વેતાએ પોતાની કારકિર્દી બનાવવાનું વિચાર્યું. હવે શ્વેતા સીએનએન આઈબીએનની સિટિઝન જર્નાલિસ્ટ છે. વર્ષ 2007માં, શ્વેતાને એક મોટી ચેનલના નવા શોને હોસ્ટ કરવાની પણ ઓફર મળી હતી.
View this post on Instagram
દરેક પિતાને તેમની દીકરી વધુ પ્રેમ કરતી હોય છે એવી જ રીતે શ્વેતા બચ્ચન પણ પોતાના પિતા અમિતાભ બચ્ચનને ખૂબ જ પ્રેમ કરે છે. જણાવી દઈએ કે વર્ષ 2006માં, શ્વેતાએ સૌથી પહેલી વાર લોરિઅલ ઓફિશિયલ માટે મોડેલિંગ કરી હતી.
View this post on Instagram
આ પછી, વર્ષ 2009માં, તે ફરીથી તેના ભાઈ અભિષેક બચ્ચન સાથે રેમ્પ પર ઉતરી હતી. થોડા સમય પહેલા જ શ્વેતા ડિઝાઇનર અબુ જાની અને સંદિપ ખોસલાના શોના શો સ્ટોપર પણ બની હતી. આ શોમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળ્યા હતા.
View this post on Instagram
એક મોટા ઉદ્યોગપતિની પત્ની હોવા છતાં, શ્વેતા એક સામાન્ય મહિલાની જેમ જીવે છે. એક ઇન્ટરવ્યૂમાં તેણે જણાવ્યું હતું કે તે પોતાની હાઉસવાઇફની લાઈફને એન્જોય કરે છે. સવારે ઉઠીને બાળકો માટે ખાવાનું બનાવે છે, સ્કૂલે મોકલે છે, પતિનો બધો જ સામાન મેનેજ કરે છે. શ્વેતા બે બાળકોની માતા છે – દીકરી નવ્યા નવેલી અને દીકરો અગસ્ત્ય.
View this post on Instagram
એક ફિલ્મસ્ટારની દીકરી હોવા છતાં શ્વેતા કેમેરા ફ્રેન્ડલી નથી. એકવાર જયારે તેને કરણ જોહરના શોમાં જવાની ઓફર મળી હતી તે કેમેરા ફેસ કરવામાં સંકોચાતી હતી. ત્યારે જયાએ તેને સમજાવ્યું કે તે કોઈની ન સાંભળે. તને જે સમજમાં આવે એ બોલ. લોકો વિશે ન વિચાર. શ્વેતાએ પણ એકવાર જાતે કહ્યું હતું કે તેને ભીડની સામે કેમેરા ફેસ કરવામાં ડર લાગે છે.
View this post on Instagram
બહુ ઓછા લોકો એ જાણતા હશે કે જ્યારે શ્વેતા બચ્ચન કોઈ શો હોસ્ટ કરે છે, ત્યારે તે પોતાની સ્ક્રિપ્ટ જાતે જ લખે છે. લાઇમ લાઈટથી દૂર રહેતી શ્વેતાએ મીડિયા ક્ષેત્રે ઘણું નામ કમાવ્યુ છે. ઘણીવાર ફેમિલી પિકમાં જોવા મળતી શ્વેતા માત્ર બચ્ચન પરિવારની દીકરી જ નહીં પણ એક સફળ મીડિયા પર્સન પણ છે.
View this post on Instagram
ફિલ્મોમાં ન આવવા અંગેના એક ઇન્ટરવ્યુમાં શ્વેતા બચ્ચને કહ્યું હતું કે, ‘મને ક્યારેય પણ ફિલ્મોની ઓફર મળી નથી. ન મારો ચહેરો અને અવાજ હિરોઇનો જેવો છે. મને કેમેરાનો સામનો કેવી રીતે કરવો તે પણ ખબર નથી. હું જ્યાં છું અને જે કરી રહી છું એમાં ખુશ છું.’
View this post on Instagram
અભિષેક હંમેશા શ્વેતાને અભિનય કરવાનું કહેતો રહ્યો પરંતુ શ્વેતાએ ક્યારેય તેની વાત માની નહિ. જો કે તે અમિતાભ બચ્ચન સાથે એક એડફિલ્મમાં જોવા મળી હતી. શ્વેતાને જવેલરી ડિઝાઇનમાં પણ રસ પડ્યો હતો.
બોલિવૂડ સ્ટાર્સ જેટલી જ ગ્લેમરસ દેખાતી શ્વેતા ફિલ્મોમાં ભલે જોવા ન મળી હોય પણ બોલિવૂડની પાર્ટીઝમાં તે ઘણીવાર જોવા મળે છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.