અમિતાભ બચ્ચન બોલીવુડનું એક ખુબ જ મોટું નામ છે, તેમને મહાનાયક તરીકે પણ ઓળખવામાં આવે છે, અમિતાભનો પરિવાર હંમેશા ચર્ચામાં આવતો હોય છે, અને આ પરિવારની અંદર વાત કરીએ તો અમિતાભ બચ્ચને એક દિગ્ગ્જ અભિનેતા છે તો તેમની પત્ની જયા બચ્ચન પણ એક સમયની ખ્યાતનામ અભિનેત્રીઓમાંની એક છે. તેમના દીકરા અભિષેકે પણ ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે તો અભિષેકની પત્ની ઐશ્વર્યા રાય પણ બચ્ચન પરિવાર સાથે જોડાતા પહેલા બોલીવુડનું એક ખુબ જ મોટું નામ રહી ચુકી છે, પરંતુ આ પરિવારમાં એક એવું સદસ્ય છે જે ફિલ્મોથી ઘણું જ દૂર છે. તેને ક્યારેય પોતાના પિતાનું નામ ક્યાંય વટાવ્યું નથી અને પોતાના રસ્તે જ આગળ નીકળી છે. તે છે તેમની શ્વેતા બચ્ચન.

શ્વેતા હાલ તો લગ્ન કરીને પોતાનું સુખી લગ્ન જીવન જીવી રહી છે, પરંતુ અમિતાભના ચાહકોના દિલમાં એક પ્રશ્ન કાયમ રહી ગયો છે કે તેમને શ્વેતાના લગ્ન ખુબ જ નાની ઉંમરમાં કેમ કરાવી દીધા, જો કે આ બાબતે અમિતાભને કોઈ ઇન્ટરવ્યૂમાં પૂછવામાં નથી આવ્યું છતાં પણ ચાહકોના દિલમાં આ પ્રશ્ન ઘર કરી ગયો છે.

બિઝનેસ મેન નિખિલ નંદા સાથે શ્વેતાએ લગ્ન કરી લીધા હતા. શ્વેતા માત્ર 23 વર્ષની ઉંમરમાં જ મા પણ બની ગઈ હતી, તેને એક દીકરીને પણ જન્મ આપી દીધો હતો, જયારે બીજા સ્ટાર કિડ્સ પોતાના પિતાના નામનો ફાયદો ઉઠાવીને બોલીવુડમાં આવવાના સપના જુએ છે એ સમયે શ્વેતા પોતાના પરિવારની જવાબદારી સાચવી રહી હતી.
View this post on Instagram
શ્વેતાને ફિલ્મી દુનિયામાં જરા પણ રસ નહોતો, તે પોતાનું કેરિયર એક જર્નાલિસ્ટ તરીકે બનાવવા માંગતી હતી, જેના કારણે તે પોતાની તૈયારીઓમાં જ હરદમ લાગેલી રહેતી, તેને પણ લવ મેરેજ કર્યા છે.
View this post on Instagram
શ્વેતાના લગ્ન તેની મરજીથી થયા છે. બચ્ચન પરિવારનું પણ એ માનવું છે કે જો દીકરી પોતાના લગ્ન પોતાની મરજીથી કરવા માંગે છે તો તેના લગ્ન તેની ગમતી વ્યકિત સાથે કરાવવા સમજદારી ભરેલું કામ છે.
View this post on Instagram
શ્વેતાએ 10 વર્ષ સુધી ગૃહિણી તરીકેની પોતાની જવાબદારી નિભાવ્યા બાદ પોતાના કેરિયરને આગળ વધારવાનું વિચાર્યું, હાલમાં તે સીએનએન આઈબીએનમાં સીટીઝન જર્નલિસ્ટ તરીકે કામ કરે છે. તેને 20077માં એનડીટીવી ધ્વરા “નેક્સ્ટ જૈન” ના હોસ્ટ બનવા માટેની પણ ઓફર મળી ગઈ હતી.
View this post on Instagram
શ્વેતા આજે પોતાના પરિવારને માત્ર ઘરેલુ રૂપે જ નહીં પરંતુ આર્થિક રીતે પણ મદદ કરી રહી છે. તે પોતાના પરિવારનું ખુબ જ ધ્યાન પણ રાખે છે.