અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન અવાર નવાર તેના લુક્સના કારણે ચર્ચામાં રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર પણ તે ખુબ એક્ટિવ રહેતી હોય છે. તેની દરેક તસવીર ચર્ચાનો વિષય બની જતો હોય છે. અમિતાભ બચ્ચનનીની પૌત્રી નવ્યા નવેલી નંદાએ ભલે ફિલ્મોમાં આવવાનું નક્કી કર્યું હોય પરંતુ તે હંમેશા સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. તેવામાં શ્વેતા બચ્ચને એક એવી તસવીર શેર કરી છે જે ખુબ વાયરલ થઇ રહી છે.
શ્વેતા બચ્ચનની શેર કરેલી તસવીરમાં એક જ ફ્રેમમાં બચ્ચન ફેમેલીની ત્રણ પેઢીઓ જયા બચ્ચન, શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી નંદા નજર આવી રહી છે. ત્રણે આ તસવીરમાં ટ્રેડિશનલ આઉટફિટમાં ખુબ જ સુંદર દેખાઈ રહી છે. શ્વેતા બચ્ચને તસવીર સાથે કેપ્શનમાં લખ્યું હતું કે,’તું, હું અને ડુપરી’. ચાહકો જયા બચ્ચન અને શ્વેતા બચ્ચનની સુંદરતાના વખાણ કરી રહ્યા છે પરંતુ આ તસવીરમાં લાઈમલાઈટ નવ્યા નવેલી નંદા લૂંટી લે છે.
તસવીરમાં જયા બચ્ચન સાડીમાં અને શ્વેતા બચ્ચન અને નવ્યા નવેલી મલ્ટી કલર લહેંગો પહેરેલો નજર આવી રહ્યો છે. શ્વેતા બચ્ચને લહેંગાની સાથે ચોંટી કરીને રાખેલી છે તેમજ નવ્યાએ વાળને ખુલ્લા રાખીને લુક કમ્પ્લીટ કર્યો છે. નવ્યા અને શ્વેતા બચ્ચન જ્યાં એક બીજાને જોઈ રહ્યા છે તો જ્યા બચ્ચન નીચે જોઈ રહી છે. આ કેન્ડીડ તસવીર પર લોકો દિલ ખોલીને કૉમેન્ટ્સ કરી રહ્યા છે. ઘણા સેલિબ્રિટીઓએ હાર્ટ ઈમોજી મોકલીને ત્રણે પર પ્રેમ વરસાવ્યો હતો.
આની પહેલા પણ શ્વેતા બચ્ચને એક તસવીર શેર કરી હતી જેમાં જયા બચ્ચન અને ટીના અંબાણી એક ફ્રેમમાં નજર આવ્યા હતા. આ તસવીરમાં શ્વેતા બચ્ચને મેજેન્ટા પિંક કલરની અનારકલી પહેરેલી હતી તેમજ જયા બચ્ચન સિમ્પલ અનારકલીમાં ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.
View this post on Instagram
નવ્યા નવેલીને વાત કરીએ તો તેણે તેનું ગ્રજ્યુએશન ફોર્ડહમ યુનિવર્સીટીથી પૂરુ કર્યા બાદ બિઝનેસમાં પગ મુકવાનો નક્કી કર્યું છે. તેણે વોગમાં આપેલા ઇન્ટરવ્યૂ પ્રમાણે કહ્યું હતું કે, હું અમારા પરિવારની ચોથી પેઢી છુ અને પહેલી મહિલા જે બિઝનેસનું નેતૃત્વ કરશે. જણાવી દઈએ કે નવ્યા નંદાના પિતા એક સફળ બિઝનેસમેન છે.
બિઝનેસમેન અનિલ અંબાણી અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીએ ગર્લફ્રેન્ડ ક્રુશા શાહ સાથે લગ્ન કરી લીધા છે. બંનેના લગ્ન સાથે જોડાયેલા ઘણા ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. અંબાણી પરિવારની નવી નવેલી વહુ ક્રુશા શાહ લાલ જોડામાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ક્રુશાએ લાલ લહેંગા સાથે ભારે જ્વેલરી પહેરી હતી. ત્યાં જ વરરાજા અનમોલ સફેદ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. તમને જણાવી દઈએ કે ભત્રીજાના લગ્નમાં નીતા અંબાણી અને ઈશા અંબાણીએ પણ ખાસ હાજરી આપી હતી.
છેલ્લા 3-4 દિવસથી અંબાણી પરિવાર અનમોલ અંબાણીના લગ્નની ઉજવણી કરી રહ્યો છે. હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર જોઈ શકાય છે. અંબાણી પરિવારની વહુ ક્રુશા શાહ તેના મિત્રો સાથે લગ્નના મંડપમાં પહોંચી હતી. આ દરમિયાન મિત્રોએ હાથમાં દીવો લીધો હતો.
પુત્રના લગ્નમાં અનિલ અંબાણી ખૂબ જ ખુશ દેખાતા હતા. આ દરમિયાન અનિલ અંબાણીએ લાઇટ પિંક કલરની શેરવાની પહેરી હતી. લગ્નમાં ક્રુશા શાહ ખૂબ જ સુંદર લાગી રહી હતી. ત્યાં અમિતાભ બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન અને નાતિન નવ્યા નવેલી નંદા પણ લગ્નમાં હાજરી આપવા પહોંચી હતી.
આ પ્રસંગે જયા બચ્ચન પણ જોવા મળી હતી. તેણે પુત્રી શ્વેતા અને નાતિન નવ્યા નવેલી નંદા સાથે પોઝ આપ્યો હતો. અનમોલ અંબાણીના લગ્નમાં જાનૈયાઓએ જોરદાર ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે અનિલ અંબાણી પણ પુત્રના લગ્નની જાનમાં ડાન્સ કરતા પોતાને રોકી શક્યા ન હતા. સમગ્ર મંડપને ફૂલો, તોરણો અને રંગબેરંગી ઝાલરથી શણગારવામાં આવ્યો હતો. અનિલ અંબાણી અને ટીના અંબાણીએ તેમના પુત્રના લગ્નમાં કોઈ કસર છોડી ન હતી. લગ્ન સ્થળે ગણપતિની વિશાળ મૂર્તિ પણ સ્થાપિત કરવામાં આવી હતી.
લગ્ન પહેલા આ કપલની મહેંદી અને હલ્દી સેરેમનીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. પુત્રના લગ્નમાં ટીના અંબાણી પણ ખબ જ સુંદર લાગી રહી હતી. તમને જણાવી દઈએ કે ક્રુશા શાહ લવનોટફિયર નામનું માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહી છે,
જે કોરોના પછીના માનસિક ફેરફારો પર આધારિત છે. તે Dysco નામની સંસ્થાના નિર્માતા અને સ્થાપક છે. ક્રુશાએ લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સામાજિક નીતિ અને વિકાસમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી છે. આ સિવાય તેણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતકનો કોર્સ કર્યો છે.
તમને જણાવી દઈએ કે અનમોલ અને ક્રુશા લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. થોડા મહિના પહેલા જ બંનેએ સગાઈ કરી હતી અને તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. સગાઈની વીંટી ફ્લોન્ટ કરતો બંનેનો ફોટો પણ ખૂબ વાયરલ થયો હતો. ક્રુશા એક બિઝનેસ વુમન અને સોશિયલ વર્કર છે જે તેના ભાઈ મિશાલ શાહ સાથે DYSCO નામની કંપની ચલાવે છે. આ સાથે તે તેની કો-ફાઉન્ડર પણ છે.
માત્ર 6 મહિના પહેલા જ ક્રુશાએ તેના પિતા નિકુંજ શાહને ગુમાવ્યા હતા, જેઓ નિકુંજ ગ્રુપના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર હતા. જ્યારે કેની માતા નીલમ શાહ ફેશન ડિઝાઈનર છે. બીજી તરફ, ક્રુશાની મોટી બહેન ફેશન બ્લોગર છે અને તે એક પુત્રની માતા પણ છે. ક્રુશાની મોટી બહેન નૃતિએ લોસ એન્જલસમાંથી મીડિયા-કોમ્યુનિકેશન અને જર્નાલિઝમમાં ડિગ્રી લીધી હતી. પરંતુ પાછળથી તેણે તેના પિતા સાથે વ્યવસાય સંભાળવાનું શરૂ કર્યું.
જો કે, થોડા સમય પછી, તેણે ફેશન ઉદ્યોગમાં તેની માતા સાથે કામ કરવાનું વધુ સારું માન્યું. હવે તે ફેશન બ્લોગર તરીકે જાણીતી છે.ક્રુશાની માતા નીલમ શાહે મુંબઈની સોફિયા કોલેજમાંથી ફેશનમાં ગ્રેજ્યુએશન કર્યું છે. લગ્ન પહેલા તે એક એક્સપોર્ટ કંપનીમાં ડિઝાઇનર તરીકે કામ કરતી હતી. લગ્ન પછી તેમને ત્રણ બાળકો નૃતિ, ક્રુશા અને મિશાલ થયા.
નિકુંજ શાહના અવસાન પછી, ક્રુશાના ભાઈ મિશાલે પિતાના વ્યવસાયની જવાબદારી સંભાળી.ક્રુશા આ કંપનીની કો-ફાઉન્ડર અને સીઈઓ છે. બંને ભાઈ-બહેન 2016થી આ કંપની ચલાવી રહ્યા છે. આ કંપની બિઝનેસ નેટવર્કિંગ માટેનું એક ડિજિટલ પ્લેટફોર્મ છે, જેમાં મિશાલ વ્યવસ્થિત અને તકનીકી બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ત્યાં, ક્રુશા ક્રિએટિવ અને માર્કેટિંગનું ધ્યાન રાખે છે.
આ ઉપરાંત અનમોલ અને ક્રુશાની મહેંદી સેરેમની, હલ્દી સેરેમની અને ચૂડા વિધિની પણ તસવીરો સામે આવી હતી. અનિલ અને ટીના અંબાણીના મોટા પુત્ર જય અનમોલ અંબાણીની મહેંદી સેરેમની યોજાઈ હતી. જેમાં જયા બચ્ચન, શ્વેતા નંદા, રીમા જૈન સહિત બોલિવૂડની અનેક હસ્તીઓ પહોંચી હતી. અનમોલની મહેંદી સેરેમનીની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ હતી. ટીના અંબાણીના દીકરા અનમોલ અને ક્રુશાની મહેંદી સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત બંનેની હલ્દી અને ચૂડા સેરેમનીની તસવીરો પણ સામે આવી છે. ક્રુશાની બહેન નૃતિ શાહે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર હલ્દીની તસવીરો શેર કરી હતી. ક્રુશાની હલ્દી દરમિયાન તેમના ઘરને ફૂલોથી શણગારવામાં આવે છે. ક્રુશા શાહ મુંબઈમાં ઉછરેલી સામાજિક કાર્યકર અને ઉદ્યોગસાહસિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે સોશિયલ નેટવર્કિંગ કંપની ડિસ્કોની સંસ્થાપક છે. તે અગાઉ યુકે સ્થિત કંપની માટે કામ કરતી હતી. જોકે, થોડા સમય પછી તે ભારત પરત આવી અને અહીં પોતાની કંપની શરૂ કરી.
જણાવી દઈએ કે, ક્રુશાએ માનસિક સ્વાસ્થ્ય પર લવનોટફિયર નામનું એક અભિયાન પણ ચલાવ્યું હતું. અનમોલની પત્ની ક્રુશા યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી રાજકીય અર્થશાસ્ત્રમાં સ્નાતક છે. તેણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. અનમોલ અને ક્રશાના લગ્નની ઉજવણી સનડાઉનર પાર્ટી સાથે શરૂ થઈ હતી. ગત દિવસોમાં આ કપલની મહેંદી સેરેમની અને હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. હવે બનેલી દુલ્હન ક્રુશા શાહની હલ્દી અને ચૂડા સેરેમનીના ફોટા પણ સામે આવ્યા છે.
પાર્ટી અને મહેંદી સેરેમની બાદ શનિવારે હલ્દી સેરેમનીનું આયોજન કરવામાં આવ્યું હતું. હલ્દી સેરેમની દરમિયાન ક્રુશા સ્કાય બ્લુ કલરના કુર્તા-પાયજામામાં એકદમ સિમ્પલ અને ખૂબસુરત લાગી રહી હતી. આ દરમિયાન તે ખૂબ જ ખુશ દેખાઈ રહી હતી. હલ્દી સેરેમનીમાં અનમોલ અંબાણી ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા. ટીના અંબાણીના પુત્ર અનમોલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં બોલિવૂડ સેલેબ્સથી લઈને રાજકારણીઓએ પણ હાજરી આપી હતી.
આ પ્રસંગે રીમા જૈન અને સુપ્રિયા સુલે સાથે જોવા મળી હતી. ટીના અંબાણીના પુત્ર અનમોલના લગ્નના પ્રી-વેડિંગ ફંક્શનમાં જયા બચ્ચન પણ તેમની પુત્રી શ્વેતા બચ્ચન સાથે જોવા મળી હતી. હલ્દી બાદ ક્રુશા શાહની ચૂડા વિધિ પણ કરવામાં આવી હતી. નૃતિએ ઇન્સ્ટા સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં ક્રુશા ચાદર નીચે જોવા મળી રહી હતી. તેણે પુષ્પ કલીરા પહેરી હતી. આ સિવાય એક ફોટો પણ શેર કરવામાં આવ્યો છે, જેમાં ક્રિશા બંગડીમાં સજ્જ છે.
ક્રુશા ગુલાબી ડ્રેસ અને ફ્લોરલ જ્વેલરીમાં ખૂબસૂરત લાગી રહી છે.આ પહેલા અનમોલ અને ક્રુશાની મહેંદી સેરેમનીની ઝલક સામે આવી હતી, જેમાં બંને ડાન્સ કરતા જોવા મળ્યા હતા. ક્રુશા મલ્ટીકલર લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, તો અનમોલ પણ ઑફ-વ્હાઈટ કુર્તા-પાયજામામાં એકદમ હેન્ડસમ લાગતો હતો.
View this post on Instagram
નૃતિએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટા સ્ટોરી પર દુલ્હનના હાથની મહેંદીથી લઈને દુલ્હનના લુક અને સ્થળની સજાવટની ઝલક શેર કરી હતી.નૃતિએ મહેંદી સેરેમનીનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં કપલ ડાન્સ કરતા જોઈ શકાય છે. અનમોલ અંબાણી અને ક્રિશા શાહની એક તસવીર પણ સામે આવી છે, જેમાં બંને એકસાથે બેઠા છે.