નાના પડદા પર સિરિયલ કરીને લાખો લોકોના દિલમાં રાજ કરનારી પ્રેરણા એટલે કે શ્વેતા તિવારીએ હાલમાં જ ડિજિટલ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. શ્વેતાએ નિર્માતા અને નિર્દેશક એકતા કપૂરના વેબ શો ‘હમ તુમ એન્ડ ધેમ’ના સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર ડેબ્યુ કર્યું છે. આ શોમાં શ્વેતા તિવારી સાથે એક્ટર અક્ષય ઓબેરોય પણ મુખ્ય ભૂમિકામાં છે.
‘હમ તુમ એન્ડ ધેમ’ માં પહેલી વાર શ્વેતા તિવારીએ પડદા પર બોલ્ડ અને ઇન્ટીમેન્ટ સીન આપ્યા છે. જેના કારણે શ્વેતા તિવારી ચર્ચામાં છવાઈ ગઈ છે.
આ વેબ શોમાં ઇન્ટિમેટ સીન આપવા માટે શ્વેતા તિવારીએ તેની પુત્રીની સલાહને લઇને કહ્યું હતું કે, જયારે આ શો માટે ઇન્ટિમેટ સીન આપવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેની પુત્રી પલક તિવારીએ સલાહ આપી હતી. પ્રેરણાએ ઇન્ટીમેટ સીનને લઈને ખુલાસો કરતા કહ્યો હતું કે, જયારે પલકે તેની માતા શ્વેતા તિવારીનો ઇન્ટિમેટ સીન જોયો ત્યારે તેને શ્વેતાને ઇન્ટીમેન્ટ સીન કરવાની સલાહ આપી હતી કે જેવી રીતે 2019માં એક્ટ્રેસ કરે છે. શ્વેતાએ કહ્યું હતું કે, દરેક ઇન્ટીમેન્ટ સીન બાદ હું વેનેટી વેનમાં ભાગી જઈ ખુદને બંધ કરી રડવાનું શરૂ કરી લેતી હતી. મને લાગતું હતું કે હું આ નહિ કરી શકું.
મારી પાસે જયારે આ સ્ક્રીપ્ટ આવી હતું ત્યારે મેં મારી દીકરીને આ વિષે જણાવ્યું હતું. મારી દીકરીએ જણાવ્યું હતું કે, તમે હવે અભિનયથી થાકી ચુક્યા છો તો તેથી 90ના દાયકાની એક્ટ્રેસ બનીને અભિનય છોડવો તેના કરતા આજની અભિનેત્રી બનીને છોડો.
View this post on Instagram
શ્વેતાએ આગળ કહ્યું હતું કે, મારી દીકરીએ આ સીન માટે મને તૈયાર કરી અને કહ્યું કે, ઓનસ્ક્રીન કિસ કરવામાં કોઈ ખરાબ નથી. પરંતુ જયારે હું શોના સેટ પર આવી અને મેં સીન અને સિનેમેટોગ્રાફીને જોયું તો મેં વિચાર્યું આ શું છે ? હું જયારે પણ સેટ પર જતી હતી ત્યારે રડતી હતી અને સેટ પરથી પરત ફર્યા બાદ પણ રડતી હતી. ઇન્ટિમેટ સીન માટે અક્ષય ઓબેરોય હંમેશા મારો સાથ આપીને પૂછતો હતો કે, હું તૈયાર છું ? હું તેને દરેક સમયે હા બોલી દેતી હતી પરંતુ વારંવાર કહેતી હતી કે, બસ ખાલી 2 મિનિટ આપો. મને તેને ઘણો સહયોગ આપ્યો છે.
જણાવી દઈ કે,’હમ તુમ એન્ડ ધેમ’ શો 6 ડિસેમ્બરે ALT બાલાજી પર રિલીઝ થઇ ગયો છે. જણાવી દઈએ કે, આ શોનું ટ્રેલર રીલિઝ થતા જ વાયરલ થઇ ગયું હતું.અઢી મિનિટના ટ્રેલરમાં શ્વેતા અને અક્ષયએ ઘણી વાર ઇન્ટીમેન્ટ થતા નજરે ચડે છે. દર્શકોને શ્વેતાઓ આ બોલ્ડ અંદાજ ઘણો પસંદ આવી રહ્યો છે.
આજકાલ બધા જ લોકો કોરોના વાયરસને કારણે પરેશાન છે. ટીવી એક્ટ્રેસ અને બિગબોસ-4ની વિનર રહી ચુકેલી શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી આજકાલ ચર્ચામાં છે. પલક કયારેક તેના વીડિયોને લઈને તો કયારેક તેના ફોટોશૂટને લઈએં ચર્ચામા રહે છે.હાલમાં જ તેને એક ફોટોશૂટ કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહી છે. પલક તિવારીએ તેના આ ફોટોશૂટની તસ્વીર ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. આ તસવરમાં તેઘણી ગ્લેમરસ અંદાજમાં જોવા મળી રહી છે.
પલક તિવારીના આ ફોટોશૂટને ફેન્સ ઘણું પસંદ કરી રહ્યા છે. લોકો કમેન્ટ દ્વારા પોતાના રિએક્શન આપી રહ્યા છે. આ તસ્વીરમાં અત્યાર સુધીમાં 45 હજારથી વધુ લાઈક આવી ચુકી છે.તાજેતરમાં જ ટીવી સ્ટાર શ્વેતાએ એક ઈન્ટરવ્યુમાં શેર કરી હતી કે પલકે એક વખત 1 લાખ 80 હજારની કિંમતનો મેકઅપની ખરીદી કરી હતી અને તેનાથી તેના ચાહકો ચોંકી ગયા હતા.
શ્વેતાએ જણાવ્યું હતું કે, “પલકના 16માં બર્થડે પર પર, ખરીદી કરી અને 1 લાખ 80 હજારની કિંમતના મેકઅપની ખરીદી કરી હતી. એકએક મસ્કરની કિંમત 7થી8 હજાર છે. તે સમયે પરિવારજનોએ કહ્યું હતું કે,બીજી દીકરી પરવડી શકે એમ નથી તેથી દીકરો જ જોઈએ.જણાવી દઈએ કે, શ્વેતા તિવારી અને રાજા ચૌધરી ની દીકરી પલક તિવારી છે. આ બાદ શ્વેતાએ અભિનવ સાથે લગ્ન કરી લીધા હતા. રિયાંશ શ્વેતા અને અભિનવનો દીકરો છે. પલક ની ફિમી કરિયરને લઈને ઘણી ખબરો આવતી રહે છે. પરંતુ હજુ સુધી કોઈ પુષ્ટિ કરવામાં નથી આવી.
ટીવીની જાણીતી એક્ટ્રેસમાં શામેલ શ્વેતા તિવારી ઘણી સ્ટાઈલિશ છે. તો તેની દીકરી પલક પણ ગ્લેમરસ મામલે કોઈ કમ નથી. પલક સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. આ શો સિવાય શ્વેતા સોની ટીવીના શો ‘મેરે ડેડ કી દુલહન’માં પણ નજરે આવશે. ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી જેટલી તેની પ્રોફેશનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે તેનાથી વધારે તે તેની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હાલમાં જ શ્વેતા તિવારી તેના લગ્નજીવનને લઈને ચર્ચામાં રહી હતી. શ્વેતાએ તેના બીજા પતિ અભિનવ કોહલી પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો.
View this post on Instagram
શ્વેતા તિવારીએ આ પહેલા રાજા ચૌધરી સાથે લગ્ન કર્યા બાદમાં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આ વચ્ચે શ્વેતા ફરી એક વાર લાઇમલાઇટમાં આવી છે. હાલમાં જ ખબર આવી છે કે, શ્વેતાના 2 લગ્ન તૂટ્યા છતાં તે ફરી એકવાર પ્રેમમાં પડી છે, આ વાતનો ખુલાસો ખુદ શ્વેતા તિવારીએ કર્યો છે.
એક મીડિયા વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્વેતા તિવારીએ ત્રીજી વાર પ્રેમમાં પડવાની વાતને કબૂલી હતી. શ્વેતા તિવારીને જયારે પૂછવામાં આવ્યું કે તે આજકાલ કોના પ્રેમમાં છે ? આ સવાલના જવાબમાં શ્વેતાએ કહ્યું હતું કે, હું પહેલાથી જ મારા બાળકોમાં પ્રેમમાં છું.
View this post on Instagram
આ સાથે જ શ્વેતાએ કહ્યું હતું કે, હાલ તો મારી પાસે કોઈ માણસ માટે નથી પ્રેમ કે નથી સમય. હું મારા બાળકોને એ હદે પ્રેમ કરું છું કે મારે બીજા કોઈની જરૂરિયાત નથી.
View this post on Instagram
જણાવી દઈએ કે, શ્વેતા તિવારીએ 2 લગ્ન કર્યા હતા. શ્વેતાએ પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા. રાજા ચૌધરી સાથે જે સમયે શ્વેતાના લગ્ન થયા ત્યારે તેની ઉંમર 19 વર્ષ હતી. રાજા સાથે લગ્ન કર્યા બાદ શ્વેતા અને રાજાના સંબંધમાં તિરાડ આવતા બંને અલગ થઇ ગયા હતા.
View this post on Instagram
રાજા અને શ્વેતાને એક દીકરી છે જેનું નામ છે પલક. શ્વેતાએ રાજાથી અલગ થયા બાદ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ શ્વેતા બીજી વાર માતા બની હતી. જેનાથી તેને એક પુત્ર છે રેયાંશ.
View this post on Instagram
શ્વેતા તિવારીએ અભિનવ કોહલી સાથેના સંબંધને લઈને એક ઇન્ટરવ્યૂ આપ્યું હતું. શ્વેતાએ તેના દુઃખદ સમયને યાદ કરીને કહ્યું હતું કે, હું બહાદુર નથી, હું બહુજ કમજોર છું.
View this post on Instagram
હું મારી પરેશાનીઓને દૂર કરવાનો પ્રયાસ કરી રહી છું. હું રડું છું, વીખરાવ છું ફરીથી વિચારું છું કે આ સ્વાભાવિક છે. આ પહેલા એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં શ્વેતાએ તેની અંગત જિંદગી વિષે ખુલીને વાત કરી હતી.
View this post on Instagram
શ્વેતા તિવારી કહ્યું હતું કે, મારા પરિવારે 5 વર્ષમાં ફક્ત એક જ વાર મારા હાલ જાણવાનો પ્રયાસ કર્યો છે. લોકો માટે એ કહેવું આસાન છે કે છોકરીએ જ કંઈ કર્યું હશે જેના કારણે તેના બીજા લગ્ન પણ ના ચાલ્યા.
View this post on Instagram
જયારે મારી કરિયર ટોપ પર હતી ત્યારે મેં લગ્ન કર્યા હતા. જયારે મારા લગ્ન થયા ત્યારે લોકોએ કહ્યું હતું કે, મારું કરિયર ખતમ થઇ ગયું છે. લોકોની સૂચનાનો મારી જાત પર અમલ ના કર્યો.
View this post on Instagram
શ્વેતાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો ટીવી શો ‘મેરે ડેડકી દુલ્હન’ માં નજરે આવી રહી છે.
View this post on Instagram
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.