સુનિલ શેટ્ટી અને ઉર્મિલા માતોંડકર બન્યા રાજકોટના મહેમાન, ‘મને ભૂખ બહુ લાગી છે, ગુજરાતી થાળી ખાવી છે’ સુનિલ શેટ્ટી

સાસણમાં સિંહ દર્શન કરવા પહોંચ્યા બોલિવૂડ સુપરસ્ટાર

બોલિવૂડના સ્ટાર જ્યાં પણ જાય છે ત્યાં તેમના ફેન્સ તેમને ઘેરી લે શે. આ સેલિબ્રિટીઓના લાખોની સંખ્યામાં ફેન્સ છે. હવે આવું જ કઈંક થયું રાજકોટમાં જ્યારે ફેન્સને ખબર પડી કે બોલિવૂડના સુપરસ્ટાર સુનિલ શેટ્ટી અને ગ્લેમરસ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર એરપોર્ટ પર આવ્યા છે. તેઓ જેવા રાજકોટ એરપોર્ટ પર પહોંચ્યા તેમની એક ઝલક જોવા માટે મોટી સંખ્યામાં ફેન્સ એકઠા થઈ ગયા હતા. તેઓ થોડીવાર માટે એરપોર્ટ રોકાયા હતા. સુનિલ શેટ્ટી અને ઉર્મિલા સાથે સેલ્ફી લેવા માટે ચાહકોએ પડાપડી કરી હતી.

તમને જણાવી દઈએ કે આ બન્ને સેલિબ્રિટી રાજકોટના જાણીતા ઉદ્યોગપતિ ભરતભાઈ ખાચરની ભત્રીજીના લગ્નમાં હાજરી આપવા આવ્યા હતા તેમની સાથે દિગ્ગજ ડિરેક્ટર અનિસ બઝમી પણ હતા. જો કે આ લગ્નનું આયોજન સાસણના જગીરા રિસોર્ટમાં કરવામાં આવ્યું હોવાથી બન્ને કલાકારો રાજકોટમાં થોડો સમય રોકાઈ સાસણ જવા રવાના થયા હતા.

રાજકોટ પહોંચ્યા બાદ સાસણ જવા માટે તેઓ રોડ મારફતે નિકળ્યા હતા. મળતી માહિતી પ્રમાણે તેઓ રાજકોટ ખાતે બપોરે 12 વાગ્યાની આસપાસ પહોંચ્યા હતા. રાજકોટના મહેમાન બનેલા સુનિલ શેટ્ટીએ ડ્રગ્સ અંગે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. જેમા તેમણે દરેક લોકોને આવા નશાથી દૂર રહેવા જણા્વ્યું હતું. હાલમાં બોલિવડૂમાં જે ડ્રગ્સ અંગે ઘટનાઓ બની રહી છે તેની સાથે મારે કઈ લેવાદેવા નથી.

જ્યારે સુનિલ શેટ્ટી કહ્યું કે ભૂખ બહુ લાગી છે મારે ગુજરાતી થાળી ખાવી છે ત્યારે બધા હસી પડ્યા હતા. તેમણે આગળ કહ્યું મને ગુજરાત આવવું ગમે છે. અત્યારે તો ખાસ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યો છું. પછી સાસણમાં સફારી પાર્કની મુલાકાત લઈશ.

તો બીજી તરફ સુનિલ શેટ્ટી ડોટ સ્ટોપ સ્ટિમિંગમાં પોતાનું ઈન્ટરનેશનલ ડેબ્યૂ કર્યા બાદ જલદી ફિલ્મ કોલ સેન્ટરથી હોલિવૂડમાં એન્ટ્રી કરશે. એક સત્ય ઘટના આધારિત આ ફિલ્મમાં સુનિલ એક શીખ પોલીસકર્મીની ભૂમિકા નિભાવતા જોવા મળશે. તમને જણાવી દઈએ કે સુનિલ શેટ્ટીએ આ પહેલા 2007માં હોલિવૂડની ફિલ્મમાં કેમિયો રોલ કરતા જોવા મળ્યા હતા.

12 વર્ષ બાદ સંજય દત્ત સાથે કામ કરશે સુનિલ શેટ્ટી: સંજય દત્ત અને સુનિલ શેટ્ટી 12 વર્ષ બાદ સાથે કામ કરવા જઈ રહ્યા છે. નોંધનિય છે કે આ બન્ને અભિનેતાઓએ છેલ્લા 2010માં નો પ્રોબ્લેમ ફિલ્મમાં કામ કર્યું હતું. આ બન્નેએ આ પહેલા કાંટે,દસ અને શૂટ આઉટ એટ લોખંડવાલા જેવી હિટ ફિલ્મો કામ કર્યું હતું. હવે ફરી એકવાર આ સુપરહીટ જોડી મોટા પડદે લોકોનું મનોરંજન કરવા આવી રહી છે. જેની ફેન્સ પણ ખુબ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ અંગે સુનિલ શેટ્ટીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તે ભલે સંજય સાથે લાંબા સમય બાદ કામ કરી રહ્યા હોય પરંતુ અમારા બન્નેના રિલેશન ઓફ સ્ક્રિન બહું સારા છે. અમે ઘણીવાર મળતા રહીએ છીએ. તેમણે કહ્યું કે અમારા વચ્ચે સારૂ બોન્ડિંગ છે. આ બન્ને અભિનેતા લાંબા સમય બાદ સમીર કર્ણિકની કોમેડી અનટાઈટલ ફિલ્મમાં જોવા મળશે.મને લાગે છે ફિલ્મ અમારા વ્યક્તિગત સંબંધો પર આધારિતા છે. અમે જેમ પહેલા મળતા હતા અને જેવા દેખાતા હતા તેવા જ જોવા મળીશું. તેમણે તેમના સાઉથ ફિલ્મોમાં કામ કરવા અંગે પણ વાત કરી હતી. તેમણે કહ્યું કેમિયો અને સાઉથ ફિલ્મોમાં કામ કરવુ સારૂ લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

આ ફિલ્મને યમલા પગલા દિવાનાના ડાયરેક્ટર સમીર કર્ણિક જ ડિરેક્ટ કરીશે. સંજય દત્ત,સુનિલ શેટ્ટી ઉપરાંત આ ફિલ્મમાં ઈશા ગુપ્તા,જાયદ ખાન,સૌરભ શુક્લા અને જાવેદ જાફરી જોવા મળશે. આ એક કોમેડી ફિલ્મ છે. જે નોર્થ ઈસ્ટમાં બનશે.આ બન્ને અભિનાતા સાઉથમાં પણ પોતાનો જલવો બતાવી રહ્યા છે. સંજય દત્ત બ્લોકબસ્ટર ફિલ્મ KGF 2માં વિલેનની ભૂમિકામાં જોવા મળશે તો બીજી તરફ સુનિલ શેટ્ટી તાજેતરમાં રિલિઝ થયેલા મોહનલાલની ફિલ્મ મરાક્કરમાં જોવા મળ્યા હતા.

YC