જ્યોતિષ શાસ્ત્ર

શુક્રનું રાશિ પરિવર્તન 12 રાશિ ઉપર શુભ પ્રભાવ પાડે છે જુઓ તમારી રાશિ વિશે

શુક્ર પોતાની ઉચ્ચ રાશિ મીન રાશિમાંથી પરિવર્તન થાય ને મેષ રાશિમાં જઈ રહ્યો છે. શુક્ર પોતાની રાશિ પરિવર્તન કરી રહ્યો છે. જેનાથી અમુક રાશિવાળા લોકોને ફાયદો થશે તો અમુક રાશિવાળા લોકોને ગેર ફાયદો થશે. અને બાર રાશિ ઉપર શુભ પ્રભાવ પડી રહ્યો છે. તે આ પ્રમાણે છે.

1) મેષ રાશિ
મેષ રાશિના જાતકોને કોઈ મોટા વ્યક્તિ સાથે મુલાકાત થશે. માન-સન્માનમાં વધારો થશે. તમારા સરકારી કાર્ય પૂર્ણ થશે. તેમજ દરેક લાભકારી કાર્ય પૂર્ણ થશે. અને તમારી દરેક મનોકામના પૂર્ણ થશે.

2) વૃષભ રાશી
વૃષભ રાશિના જાતકો એ જીવનસાથી સાથેના વ્યવહારમાં સંયમ રાખો. મતભેદ ન થાય તેનું ધ્યાન રાખવું. તેમજ તણાવ ન આવે તેનું ધ્યાન રાખવું. ખીર બનાવીને અંઘ વિદ્યાલય માં દાન કરવાથી તમને ફાયદો થશે. આ ઉપાય શુક્રવારના દિવસે કરવો.

3) મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોનું મન પ્રફુલ્લિત રહેશે. તમારા દરેક કાર્ય પૂર્ણ થશે પરંતુ થોડી મહેનત કરવી પડશે. તેમજ મા સરસ્વતીની પૂજા અર્ચના કરવી. જેનાથી તમારા દરેક કાર્ય પૂર્ણ થશે. આર્થિક સ્થિતિ સુધરશે.

4) કર્ક રાશિ
કર્ક રાશિવાળા જાતકોને આર્થિક લાભ મળશે. જીવનસાથી સાથે કઈક ફરવાનો પ્લાન બનાવી શકશો. પારિવારિક જીવન ખુશમય રહેશે. માતા-પિતાનો સહયોગ મળશે. કોઈ ધાર્મિક કાર્ય કરી શકશો.

5) સિંહ રાશી
સિંહ રાશિના જાતકો માટે શુક્ર નું રાશિ પરિવર્તન તમારા મનને શાંત રાખવાનુ કહી રહ્યું છે. ભાગીદારીમાં કોઈ નિર્ણય ન લેવો. કોઈપણ નિર્ણય સમજી વિચારીને લેવો. તેમજ કોઈની મદદ લેવી. સફેદ ચંદનનું તિલક લગાવવું.

6) કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો એ નોકરી માટેના યોગ સારા છે. નવી નોકરી મળવાના યોગ બની રહ્યા છે. વિદેશ યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં પ્રગતિ થશે. ખીરનુ દાન કરવુ તમારા માટે લાભદાયક રહેશે. આર્થિક સ્થિતિ સુધરશે.

7) તુલા રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન તુલા રાશિના જાતકો માટે ખૂબ જ ફાયદામાં રહેશે. નવુ મકાન કે પ્રોપર્ટી ખરીદી શકશો. માતા-પિતા સાથે સંબંધ મજબૂત બનશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં મજબૂત બનશે. પારિવારિક જીવન ખુશનુમા રહેશે.

8) વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના જાતકોને શેર માર્કેટમાં પૈસા મૂકતી વખતે ધ્યાન રાખવુ. વધારાના ખર્ચો થી બચવું. વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો નથી. વિદ્યાર્થી નું મન ભણવામાં લાગે નહીં. માટે એકાગ્રતા રાખવી.

9) ધનુ રાશિ
શુક્ર નું રાશિ પરિવર્તન ધનુ રાશિના જાતકો માટે પ્રેમસંબંધો માં મધુરતા આવશે. વૈવાહિક જીવન માં જીવન સાથી સાથે મન મુટાઈ બનવા ના યોગ બની રહ્યા છે. મા સરસ્વતીની પૂજા અર્ચના કરવી.

10) મકર રાશિ
મકર રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન ખર્ચા વધશે સાથે સાથે આવકમાં પણ વધારો થશે. કોઈ ધાર્મિક સ્થળ પર યાત્રાના યોગ બની રહ્યા છે. પારિવારિક જીવન ખુશનુમા રહેશે.

11) કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે શુક્રનું રાશિ પરિવર્તન મન મા પ્રેમની ભાવના પ્રબળ થશે. જીવનમાં નવી સ્ફૂર્તિ આવશે. તેમજ નવુ કાર્યનું આયોજન કરી શકશો. આર્થિક સ્થિતિ સુધરશે.

12) મીન રાશિ
શુક્રનું રાશિ પરિવર્તન મીન રાશિના જાતકો માટે ખર્ચા વધી શકશે. દરેક કાર્યમાં સફળતા મળશે તેમજ તમે દરેક કાર્ય સાહસ સાથે પૂર્ણ કરી શકશો. માનસિક શાંતિ મળશે. યાત્રાના યોગ બની રહ્યા છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App