જ્યોતિષ શાસ્ત્ર

શુક્રવારે અચાનક ધનલાભ મેળવવા મા લક્ષ્મીને આ રીતે કરો પ્રસન્ન, અચાનક થશે ધનની પ્રાપ્તિ

આપણા દરેકની ઈચ્છા હોય છે કે લક્ષ્મી માતાની આપણા પર કૃપા દ્રષ્ટિ બની રહે અને આપણને ક્યારેય પણ ધનની કમી ન થાય. જેથી તેમનું જીવન સુખ શાંતિથી પસાર થાય. પરંતુ આપણે બધા જ જાણીએ છીએ કે ધન હંમેશા માટે નથી રહેતું, એટલે દરેક લોકો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવાના ઉપાયો કરતા રહે છે. પરંતુ જો લક્ષ્મી માતાને પ્રસન્ન કરવા હોય તો કેટલાક ઉપાયો કરવા પડે છે.

અચાનક અપાર ધન મળી જાય એવું દરેક વ્યક્તિ ઇચ્છતી હોય છે, પણ ધન તો તમને ઈચ્છા માત્રથી મળી નથી જતું. એ માટે લક્ષ્મીજીને પ્રસન્ન કરવા પડે છે. તો આજે વાત કરીએ એ ઉપાયોની કે જે કરવાથી માતા લક્ષ્મીની કૃપા મળે છે અને ધન-સમૃદ્ધિ પણ પ્રાપ્ત થાય છે –

Image Source

લાલ દોરામાં સાતમુખી રુદ્રાક્ષ ગળામાં ધારણ કરવાથી અચાનક જ ધન પ્રાપ્તિ થાય છે.

રોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કર્યા બાદ ઘરના મંદિરમાં ઘીનો દીવો કરીને લક્ષ્મીજીને મિસરી અને ખીરનો ભોગ લગાવો. આમ કરવાથી લક્ષ્મીજી પ્રસન્ન થશે અને ઘરમાં સમૃદ્ધિ આવશે.

“ॐ श्री ह्रीं श्रीं कमले कमलालये प्रसीद श्रीं ह्रीं श्रीं ॐ महालक्ष्मयै नमः।” આ મંત્રનો કમળગટ્ટાની માળાથી નિયમિત રીતે રોજ જાપ કરવાથી પણ લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. અને દેવામાંથી મુક્તિ મળે છે.

સવા પાંચ કિલો લોટ અને સવા કિલો ગોળને ભેગા કરીને રોટલી બનાવી લો અને ગાયને ખવડાવો. આ ઉપાય શુક્રવારના દિવસે સાંજના સમયે કરવો. આ ઉપાય સળંગ 3 શુક્રવાર સુધી કરવાથી ઘરની ગરીબી દૂર થાય છે અને અચાનક જ ધન પ્રાપ્તિના યોગ બને છે.

Image Source

માતા લક્ષ્મીની મૂર્તિ સામે 11 દિવસો સુધી અખંડ દીવો કરો, અને 11મા દિવસે કુંવારિકાઓને ભોજન કરાવો. “ॐ श्री श्री ये नमः” મંત્રનો 108 વાર જાપ કરો અને સાથે જ લક્ષ્મીજીને પસંદ એવી ખીર અને મિસરી પ્રસાદમાં રાખો. કન્યાઓને ભોજન કરાવ્યા બાદ તેમને સાજ-શણગારનો સામાન આપો અને એક સિક્કો અને મહેંદી આપો. આમ કરવાથી ધન-પ્રાપ્તિના યોગ બને છે.

શુક્રવારના દિવસે વહેલા ઉઠીને લાલ વસ્ત્ર અને હાથા વીંટી ધારણ કરીને સાકાર અને ચોખા બ્રાહ્મણને દાન કરો, આમ કરવાથી ધનને સંબંધિત દરેક સમસ્યાઓ દૂર થઇ જશે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks