સુખ સમૃદ્ધિના દાતા રાહુના નક્ષત્રમાં આવશે, આ 3 રાશિજાતકોને સપનામાં વિચાર્યું ન હોય એવા ધનલાભ થશે, દુઃખ છુમંતર થશે

દૈત્યોના રાજા તરીકે ઓળખાતા ગ્રહ શુક્ર, નિયમિત સમયાંતરે રાશિ અને નક્ષત્ર બંનેમાં પરિવર્તન કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને વિલાસિતા, સમૃદ્ધિ, સુખ-સંપત્તિ, આકર્ષણ અને પ્રેમનો કારક માનવામાં આવે છે. આ કારણે શુક્રના નક્ષત્ર પરિવર્તનની અસર દરેક રાશિ પર વ્યાપક રીતે જોવા મળે છે.

વૈદિક પંચાંગ અનુસાર, વર્તમાન સમયમાં શુક્ર ચિત્રા નક્ષત્રમાં વિરાજમાન છે. પરંતુ આગામી 24 તારીખે શુક્ર નક્ષત્ર પરિવર્તન કરીને સ્વાતિ નક્ષત્રમાં પ્રવેશ કરશે. શુક્રનું રાહુના નક્ષત્રમાં પ્રવેશ અનેક રાશિઓ માટે લાભદાયક સાબિત થશે, જ્યારે કેટલીક રાશિઓએ સાવધાની રાખવાની જરૂર છે. આ બે ગ્રહો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધ હોવાથી, શુક્રનું રાહુના નક્ષત્રમાં આગમન ભૌતિક સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ કરાવશે અને ધનલાભના અનેક યોગ સર્જાશે.

વૈદિક પંચાંગ મુજબ, શુક્ર 24 સપ્ટેમ્બરના રોજ મધ્યરાત્રિએ 1:20 વાગ્યે રાહુના નક્ષત્ર સ્વાતિમાં પ્રવેશ કરશે અને 5 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં રહેશે. સ્વાતિ નક્ષત્ર 27 નક્ષત્રોમાં 15મું સ્થાન ધરાવે છે, જેના સ્વામી રાહુ છે અને તેની રાશિ તુલા છે.

મેષ રાશિ:
મેષ રાશિના જાતકો માટે શુક્રનું આ નક્ષત્ર પરિવર્તન અત્યંત શુભ સાબિત થઈ શકે છે. શુક્ર આ રાશિના સાતમા ભાવમાં સ્થિત થશે, જે નોકરી અને વ્યવસાયમાં અભૂતપૂર્વ સફળતા આપી શકે છે. મિત્રો કે સહકર્મીઓ સાથે કોઈ યાદગાર પ્રવાસની શક્યતા છે. કારકિર્દીમાં નવી તકો મળી શકે છે, ખાસ કરીને વિદેશમાં નોકરીની સંભાવના વધશે. વેપાર ક્ષેત્રે મોટા પ્રોજેક્ટ્સ કે ઓર્ડર્સ મેળવવાની શક્યતા છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે અને મિત્રોની મદદથી ધનલાભ થઈ શકે છે. સ્વાસ્થ્ય સામાન્ય રીતે સારું રહેશે, પરંતુ મૌસમ પરિવર્તનમાં સાવધાની રાખવી જરૂરી છે.

વૃષભ રાશિ:
વૃષભ રાશિ માટે શુક્ર છઠ્ઠા ભાવમાં બિરાજશે. આ સ્થિતિ રાશિના જાતકોને મહત્વપૂર્ણ લાભ આપી શકે છે. તમે તમારા પ્રતિસ્પર્ધીઓને મજબૂત ટક્કર આપી શકશો. કારકિર્દીમાં નોંધપાત્ર સફળતા મળી શકે છે અને બેરોજગારોને નોકરીની તક મળવાની શક્યતા છે. વ્યાપારમાં મધ્યમ લાભ થઈ શકે છે અને આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આવકના નવા સ્રોતો ખૂલી શકે છે. જીવનસાથી સાથે કોઈ મતભેદ થવાની શક્યતા છે, તેથી ધૈર્ય જાળવવું મહત્વપૂર્ણ છે. શારીરિક અને માનસિક તણાવમાંથી મુક્તિ મળી શકે છે.

સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકો માટે પણ શુક્રનું રાહુના નક્ષત્રમાં પ્રવેશ અત્યંત લાભદાયક સાબિત થઈ શકે છે. નોકરીમાં શહેર બદલાવાની કે વિદેશમાં નોકરીની તક મળી શકે છે. તમારી મહેનત અને કાર્યકુશળતાને કારણે બઢતી અને પગારવૃદ્ધિની શક્યતા છે. વ્યાપારમાં નોંધપાત્ર લાભ થઈ શકે છે. આર્થિક સ્થિતિ સુદૃઢ રહેશે અને ધીમે ધીમે ધનલાભ થશે. બચત કરવામાં સફળતા મળશે. જીવનસાથી સાથે સુમેળ વધશે અને લાંબા સમયથી ચાલી રહેલી સમસ્યાઓનું નિરાકરણ આવી શકે છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતીની વિશ્વસનીયતાની ગેરંટી નથી. જ્યોતિષ, પંચાંગ, માન્યતાઓ કે પછી ધર્મગ્રંથોમાંથી સંગ્રગિત કરી આ જાણકારી પબ્લિશ થઇ છે

 

kalpesh