શુક્ર રાશિ પરિવર્તન 2021: કર્ક રાશિમાં થયો શુક્ર ગ્રહનો પ્રવેશ ,જાણો કઈ કઈ રાશિ ઉપર થવાની છે તેની અસર

વુક્તિના જીવનમાં સુખ, સમૃદ્ધિ, રોમાન્સ વગેરેનો કારક ગ્રહ શુક્ર માનવામાં આવે છે. શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરી ચુક્યો છે. શુક્ર કર્ક રાશિમાં 17 જુલાઈ સવારે 9:23 સુધી રહેવાનો છે. શુક્ર ગ્રહનો કર્ક રાશિમાં ગોચર કરવાના કારણે તેની અસર 12 રાશિઓ ઉપર પડવાની છે. ચાલો તો જાણીએ કઈ કઈ રાશિ ઉપર તેની શુભ અને શુભ અસર પડવાની છે.

1. મેષ – અ, લ ,ઈ (Aries): શુક્રનું આ પરિવર્તન મેષ રાશિના જાતકો માટે સારું રહેશે. આ દરમિયાન તેમની આર્થિક તંગી દૂર થશે અને ધનલાભ થશે.

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આ સમય મધ્યમ ફળદાયી રહેવાનો છે. આ સમય દરમિયાન વિદ્યાર્થીઓને સારો ફાયદો મળશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન વાહન ચલાવવામાં સાવધાની રાખવાની જરૂર છે. આ સમયમાં અકસ્માતનો યોગ બની રહ્યો છે.

4. કર્ક – ડ, હ (Cancer): કર્ક રાશિના જાતકો માટે શુક્ર ગ્રહનું કર્ક રાશિમાં પરિવર્તન થવું શુભ રહેશે. આ દરમિયાન તમને સારી સફળતાઓ મળી શકે છે.

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકોનું વ્યકિત્વ આ સમય દરમિયાન પ્રભાવ શાળી રહેવાનું છે. જેનાથી તેમને લાભ મળશે. આ સમય દરમિયાન આર્થિક લાભ થવાની પણ સંભાવના છે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે શુક્રનું કર્ક રાશિમાં રહેવું શુભ છે. આ દરમિયાન તમારા માં સન્માનમાં વધારો થશે અને સમાજમાં યશ મળશે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકો માટે પણ આ સમય સારો રહેશે.આ સમય દરમિયાન જાતકોને ધન પ્રાપ્તિનો યોગ બની રહ્યો છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોને આ સમય દરમિયાન સાશન સત્તાનું સુખ મળશે. આ સમય દરમિયાન તમારા અટકેલા કામ પૂર્ણ થઇ શકે છે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આ સમય દરમિયાન મુશેક્લીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમારા ગુપ્ત શત્રુઓમાં પણ વધારો થશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આ સમય દરમિયાન સારી સફળતા મળવાનો યોગ બની રહ્યો છે. સાથે જ તમારી આવકના સાધનમાં પણ વધારો થતો જોવા મળશે.

11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોને આ સમયે માંગલિક કાર્યોમાં જોડાવવાનો અવસર મળી શકે છે. આ સમય દરમિયાન તમને કેટલાક સારા મોકા પણ મળશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોને આ સમય દરમિયાન નુકશાન થઇ શકે છે. આ સમય દરમિયાન ધૈર્યથી કામ લેવું નહિ તો હાથમાં આવેલો અવસર પણ છૂટી શકે છે.

Niraj Patel