જ્યોતિષ શાસ્ત્ર

ચાર વર્ષ પછી આવ્યું આ ખાસ દિવસ પર શુક્ર ગોચર, 3 રાશિઓમાં વધશે સમસ્યાઓ

જુલાઈના મહિનામાં ચાર વર્ષ પછી 10 તારીખ આવી રહી છે અને આ દિવસે શુક્રનું મેષ રાશિમાં ગોચર થઇ રહ્યું છે. સુખના પ્રદાતા શુક્ર 10 જુલાઈ ના રોજ મેષ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. શુક્રનું આ ગોચર મોડી રાતે દોઢ વાગ્યાની આસપાસ મેષ રાશિમાં થશે. જ્યોતિષશાસ્ત્રના આધારે આ ગોચર વૃષભ, કન્યા અને તુલા રાશિ માટે બિલકુલ પણ સારું નથી. આવો તો જાણીએ આ ગોચર રાશિઓ પર કેવી અસર દેખાડશે.

Image Source

1. વૃષભ રાશિ:
આ ગોચર કાળમાં શુક્ર રાશિના બારમા ભાવમાં બિરાજમાન થશે. જેથી કારણ વગરના ખર્ચાઓ થશે અને હાનિ પણ થઇ શકે છે. પણ શુક્ર આ ભાવમાં રહીને તમને ઘણા પ્રકારની સુખ સુવિધાઓ પ્રદાન કરશે. આ સમય કોર્ટ કચેરીઓની બાબતમાં બિલકુલ પણ અનુકૂળ નથી. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ પણ થઈ શકે છે.

Image Source

2. કન્યા રાશિ:
શુક્રનું આ રાશિના આઠમા ભાવમાં ગોચર થવાને લીધે ખર્ચામાં વધારો થઇ શકે છે. સ્વાસ્થ્યની બાબતમાં પણ આ ગોચર યોગ્ય માનવામાં નથી આવી રહ્યું. જો કે અમુક ઉપાયોથી ધનની પ્રાપ્તિ થઇ શકે તેમ છે. તમારી આર્થિક સ્થિતિ તો સુધરશે, પણ માનસિક તણાવ વધી શકે છે.

3. તુલા રાશિ:
આ ગોચરનો પ્રભાવ તમારા દાંપત્ય જીવન માટે શુભ રહેશે. પાર્ટનરના પ્રતિ આકર્ષણનો ભાવ તમારા વિવાહિત જીવનમાં સુખ આપશે. જો કે તમારી અંદર ઉત્પન્ન થયેલી વધુ પડતી કામેચ્છા તમને સમસ્યામાં મૂકી શકે છે માટે થોડા સાવધાન રહો. સ્વાસ્થ્ય સમસ્યાઓથી છુટકારો મળી શકે છે.

Image Source

આવો જાણીએ બાકીની રાશિઓ પરનો પ્રભાવ:

1.મેષ રાશિ:
આ ગોચરની સકારાત્મક અસર તમારા દાંપત્ય જીવન પર પડશે. તમારી વચ્ચે પ્રેમ અને સુખ વધશે. આ સમય વ્યાપારમાં સફળતા આપનારો સાબિત થશે. પોતાના પર વધુ સમય અને ધન ખર્ચ કરશો. આ ગોચર તમારા સન્માન અને તમારા આત્મબળને વધારશે.

Image Source

2. મિથુન રાશિ:
શુક્ર દેવની કૃપાથી તમને ધન પ્રાપ્તિ થશે. વિદેશી સ્ત્રોતો દ્વારા પણ ધન પ્રાપ્તિ મળશે. ઓફિસમાં અન્ય અધિકારીઓ સાથે સંબંધો સારા બનશે. વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય રહેશે.

3. કર્ક રાશિ:
શુક્રના આ ગોચરથી તમને કાર્યક્ષેત્રમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે તેમ છે. તમને અમુક સમસ્યાઓ આવી શકે છે. તમને કામમાં ખુબ મન લાગશે.  જેનાથી તમારી ગુણવત્તા વધશે. કોઈ નવું વાહન ખરીદવાના પણ યોગ બની રહ્યા છે.

Image Source

4. સિંહ રાશિ:
શુક્રના આ ગોચર કાળમાં તમારી નોકરીમાં બદલાવ થઇ શકે છે. ગ્લેમર, મીડિયા અને અભિનય કરનારા લોકોને ખુબ સારો લાભ મળશે. તમારા નાના ભાઈ બહેનોને પણ આ ગોચરનો લાભ મળશે અને ઉન્નતિ થશે. વ્યાપારની બાબતમાં સુખદ પરિણામો મળશે.

5.વૃશ્ચિક રાશિ:
આ ગોચરના પ્રભાવથી ખર્ચામાં વધારો થશે અને તમારા વિરોધીઓ મજબૂત બનશે, તેઓ તમારા માન-સન્માનને હાનિ પહોંચાડી શકે છે, માટે સાવધાન રહો. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે.

Image Source

6.ધનુ રાશિ:
શુક્રના પાંચમા ભાવમાં ગોચર થવાથી પ્રેમ જીવનમાં સારા પરિણામો આવશે. પાંચમો ભાવ બુદ્ધિ, પ્રેમ અને સંતાનનો ભાવ પણ કહેવામાં આવે છે. જે લોકો કર્જમાં ડૂબેલા છે તેઓને છુટકારો મળી શકે તેમ છે.

7. મકર રાશિ:
આ ગોચરના પ્રભાવથી વિશેષ રૂપે પરિવારમાં શાંતિની સ્થાપના થશે અને તમારા પરિવારનું વાતાવરણ સુખમય બનશે. પરિવારમાં એકબીજા સાથે તાલમેળ જોવા મળશે. આ દરમિયાન કોઈ નવું વાહન પણ ખરીદી શકો તમે છો. ઘરેલુ ખર્ચા થતા જણાશે. સંતાન સુખ મળશે અને શિક્ષા તમને કામ લાગશે.

Image Source

8. કુંભ રાશિ:
લાંબા સમયથી અટકેલા કામ પુરા થતા જણાશે. માનસિક સ્વરૂપે મજબૂતી મળશે. લવ લાઈફમાં ખુશીઓ આવશે અને જો તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ કરવા માગો છો તો આ સમય તમારા માટે એકદમ અનુકૂળ છે. આ દરમિયાન તમારા પિતાને પણ લાભ થશે અને તેના કાર્યક્ષેત્રમાં પણ તરક્કી થશે.

9. મીન રાશિ:
શુક્રના આ ભાવમાં ગોચરનો પ્રભાવ તમને ધનની બાબતમાં સારું પરિણામ પ્રદાન કરશે. પરિવારમાં કોઈ સુખદ ઘટના થઇ શકે છે. આ દરમિયાન ઘરમાં મહેમાનોનું આવન-જાવન ખુબ વધશે. વારસાની સંપત્તિ પણ તમને મળી શકે તેમ છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.