Venus Transit 2025: 15 સપ્ટેમ્બરે શુક્ર કર્ક રાશિમાંથી બહાર આવી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષશાસ્ત્રમાં શુક્રને ભૌતિક સુખ, વૈવાહિક જીવનનો આનંદ, કલા, પ્રતિભા, સુંદરતા અને રોમાંસ માટે જવાબદાર ગ્રહ માનવામાં આવે છે. શુક્ર વૃષભ અને તુલા રાશિનો સ્વામી છે જ્યારે મીન રાશિમાં ઉચ્ચ અને કન્યા રાશિમાં નબળો માનવામાં આવે છે. આ વખતે સિંહ રાશિમાં પ્રવેશ સાથે શુક્ર કેટલીક રાશિઓ માટે નવા સારા દિવસોની શરૂઆત કરાવશે.

તુલા: રાશિના લોકોને આ ગોચર ખાસ અનુકૂળ રહેશે. વ્યક્તિગત આકર્ષણ અને આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને સમાજમાં પ્રતિષ્ઠા ઊંચી થશે. અપરિણીત લોકોને લગ્નની તકો મળશે જ્યારે જૂના સંબંધોમાં પણ મીઠાશ પાછી આવશે. દાંપત્ય જીવનમાં સુખ-શાંતિ રહેશે અને જીવનસાથી સાથે સારો તાલમેલ જોવા મળશે.

સિંહ: રાશિના લોકો માટે તો આ ગોચર સર્વોપરી સાબિત થશે કારણ કે શુક્ર તેમના જ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. અટકેલા કામ પૂરાં થશે અને અટકેલા પૈસા પાછા મળશે. પરિવાર સાથે આનંદભર્યો સમય પસાર થશે. ભાગીદારીના કાર્યોમાં સફળતા મળશે અને નવા સોદાથી નફો થશે. વ્યવસાયમાં નવી યોજનાઓ બનશે. પ્રેમ સંબંધોમાં સ્થિરતા આવશે અને ઘરેલું જીવનમાં સંતુલન રહેશે.

મિથુન: રાશિના લોકો માટે પણ આ ગોચર અત્યંત શુભ સાબિત થશે. કારકિર્દી અને પ્રેમ બંનેમાં સકારાત્મક બદલાવ આવશે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને લોકપ્રિયતા વધશે. કલા, મીડિયા, ફેશન અને ડિઝાઇનિંગ ક્ષેત્રે કાર્યરત લોકોને ખાસ સફળતા મળશે. અપરિણીત લોકો માટે સારા સંબંધો આવશે અને લગ્નજીવનમાં મધુરતા વધશે.
આ રીતે તુલા, સિંહ અને મિથુન રાશિના જાતકો માટે શુક્રનું આ ગોચર નવા અવસર અને સુખ-શાંતિથી ભરપૂર જીવનની શરૂઆત કરાવનાર સાબિત થશે.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)
