ટી-20માં સદી ફટકાર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં શુભમન ગિલને આ ખેલાડીએ ચહલની સામે જ જીક દીધો ફડાકો? વાયરલ થયો ફન્ની વીડિયો

ટીમ ઇન્ડિયાના આ ખેલાડીએ શુભમન ગિલને માર્યો બેડ પરથી ધક્કો, ચોઢી દીધો તમાચો, ફન્ની વીડિયો થઇ ગયો વાયરલ, જુઓ

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઘર આંગણે હાલમાં જ વન-ડે અને ટી 20 સિરીઝ યોજાઈ. આ બંને સિરીઝ ભારતે પોતાના નામે કરી દીધી. આ બંને સિરીઝમાં એક ભારતીય ખેલાડીએ પોતાના પર્ફોમન્સથી કરોડો ભારતીયોના દિલ જીતી લીધા અને તે છે ભારતીય ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલ. તેણે આ બંને ફોર્મેટમાં જબરદસ્ત બેટિંગ કરી.

ત્યારે થોડા સમય પેહલા જ શુભમન ગીલનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં શુભમન ગિલ, યુઝી ચહેલ અને ઈશાન કિશન જોવા મળી રહ્યા છે અને આ ખેલાડીઓ ટીવી રિયાલિટી શો રોડીઝની નકલ કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શુભમને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

શુભમન ગીલે રોડીઝના સ્પર્ધકનો અભિનય કર્યો, જ્યારે યુઝવેન્દ્ર ચહલ રઘુરામ અને ઇશાન કિશન નિખિલ ચિનપ્પાની ભૂમિકા ભજવતા જોવા મળ્યા હતા. વીડિયોની શરૂઆતમાં યુઝવેન્દ્ર ચહલ કહે છે, “તમે મને ગુસ્સે કરી દીધો છે.” પછી ઈશાન કિશન તેની ખુરશી પરથી ઊભો થાય છે અને શુભમન ગિલને કહે છે કે તે તીવ્રતા અને જુસ્સો જોવા માંગે છે.

શુભમન ગિલ આંસુભર્યો ચહેરો બનાવે છે અને કહે છે, “મારી પાસે એ તીવ્રતા છે. મારી પાસે એ જુસ્સો છે.” આ પછી, ઇશાન કિશન શોના એપિસોડની જેમ નિખિલ ચિનપ્પાની એક્ટિંગ કરે છે અને દેડકાની જેમ કૂદીને બેડ પર ચઢી જાય છે. તે પછી તે ગિલને પોતાની જાતને થપ્પડ મારવા માટે કહે છે અને પછી તે પોતે પણ થપ્પડ મારે છે.

 

View this post on Instagram

 

A post shared by Ꮪhubman Gill (@shubmangill)

આ વીડિયો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી બીજી ટી-20 મેચ બાદનો હોવાનું કહેવાય છે. જે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો પર જબરદસ્ત કોમેન્ટ કરતા જોવા મળી રહ્યા છે. અમદાવાદમાં યોજાયેલી છેલ્લી ટી-20 મેચમાં શુભમને શાનદાર બેટિંગ કરીને શતક પણ બનાવ્યું.

Niraj Patel