ખેલ જગત મનોરંજન

સચિનની સુંદર લાડલી સારાનું દિલ આવ્યું આ ક્રિકેટર પર, બંને વચ્ચે રંધાઈ રહી છે ખીચડી? જાણો

સારા તેંડુલકરનું આ ક્રિકેટર સાથે લફરું ચાલી રહ્યું છે? જાણો સમગ્ર વિગત

ક્રિકેટના ભગવાન ગણાતા ક્રિકેટર સચિન તેંડુલકરની દીકરી સારા તેંડુલકર હાલમાં ખુબ જ ચર્ચામાં આવી ગઈ છે અને ચર્ચામાં આવવાનું કારણ પણ ક્રિકેટ છે. કોલકત્તા નાઈટ રાઈડર્સના બેટ્સમેન શુભનમ ગિલના સંબંધોને હવે હવા મળી રહી છે.

સારા અને શુભનમના સંબંધોને હવા મળવાનું કારણ એવું છે કે સારાએ IPL2020 દરમિયાન ઇન્સ્ટાગ્રામની અંદર એક નાની વિડીયો કલીપ શેર કરી છે. જેના કારણે આ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે. સારાએ જે વિડીયો શેર કર્યો છે તેમાં શુભનમ ગિલ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્ય કુમાર યાદવના શોટને છલાંગ મારીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છે.

આ પોસ્ટને સારાએ દિલના ઈમોજી સાથે શેર કર્યું છે. જેના કારણે આ બનેં વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જો કે હવે આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નથી. પરંતુ ચાહકોએ તેને સેવ કરી લીધી છે. જે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે.

હાલમાં જ સારા અને શુભનમે એક તસ્વીર પણ એક સરખા જ કેપશન સાથે પોતાના સોશિયલમીડિયામાં એકાઉન્ટમાં શેર કરી હતી.

પહેલા સારા તેંડુલકરે કેપશનમાં “આઈ સ્પાઇ” સાથે ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની એક તસ્વીર પોસ્ટ કરી હતી. ત્યારબાદ શુભનમે પણ પોતાના ઇન્સ્ટગ્રામ ઉપર એજ કેપશન “આઈ સ્પાઇ” સાથે એક ઈમોજી મૂકીને તસ્વીર શેર કરી હતી.

આ બંને ઘટનાઓ જોતા જ ચાહકોને લાગી રહ્યું છે કે સારા તેંડુલકર અને શુભનમ ગિલ વચ્ચે કૈક તો પાંગરી રહ્યું છે.