સચિનની લાડલી સારા સાથેના સંબંધને લઈને શુભમન ગીલે કર્યો મોટો ધડાકો, જુઓ દિલની વાત બધા સામે કહી દીધી
ભારતીય ટીમના સ્ટાર ઓપનિંગ બલ્લેબાજ શુભમન ગિલ જેટલા ફેમસ તેમની બલ્લેબાજી માટે છે તેટલા જ તે તેમના લુક્સને કારણે અને રિલેશનશિપ સ્ટેટસને કારણે પણ ચર્ચામાં રહેતા હોય છે.
સચિન તેંદુલકરની દીકરી સારા તેંદુલકર સાથે શુભમન ગિલનું નામ જોડવામાં આવી રહ્યુ છે. શુભમન ગિલે તેના રિલેશનશિપની ખબરો પર રોક લગાવી દીધી છે. ગિલે ઇન્સ્ટાગ્રામ પર એક સવાલ જવાબ સેશન રાખ્યુ હતુ, આ વચ્ચે એક ચાહકે શુભમનને પૂછ્યુ કે શું તે સિંગલ છે ?
આ પર ગિલે કહ્યુ કે, હાં, તે સિંગલ છે અને આવનારા સમયમાં તેની કોઇ યોજની નથી. આ જવાબ સાથે જ તેણે તેના રિલેશનની ખબરો પર બ્રેક લગાવી દીધો છે. શુભમન ગિલનું નામ ઘણીવાર ભારતના મહાન ક્રિકેટર સચિન તેંદુલકરની દીકરીની સારા તેંદુલકર સાથે જોડવામાં આવે છે. બંને વચ્ચે અફેરની ખબરો ત્યારે ઉડવાની શરૂ થઇ
જયારે સારા અને શુભમન બંને એકબીજાની પોસ્ટ પર કમેન્ટ કરતા જોવા મળ્યા. લોકો ઘણીવાર બંનેના રિલેશનની ખબરો પર મજા લેતા હોય છે, પરંતુ શુભમન ગિલે તેની ઇનસ્ટા સ્ટોરી પર સ્પષ્ટ રીતે કહી દીધુ છે કે, તે સિંગલ છે.
સારા તેંદુલકર સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે. ઘણીવાર તેને જોઇને ચાહકોને લાગે છે કે, તે બોલિવુડમાં પગ મૂકશે. આ વાતને સારાના પિતા સચિન તેંદુલકરે નકારી દીધી છે. સારા 23 વર્ષની છે અને તે લાઇમલાઇટથી દૂર રહે છે.
પરંતુ જયારે પણ તે પરિવાર સાથે કોઇ ઇવેન્ટમાં જોવા મળે ત્યારે તેના ફેશન સ્ટેટમેન્ટ ઘણા જ ચર્ચામાં રહે છે. સારા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર એક્ટિવ રહે છે. તમને જણાવી દઇએ કે, તેના 1.3 મિલિયન ફોલોઅર્સ છે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શુભમન ગિલ અને સારા તેંદુલકર ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને ફોલો કરે છે. એટલું જ નહિ તેઓ એકબીજાને પરિવારને પણ ફોલો કરે છે. જો શુભમન ગિલ સારા તેંદુલકરના પરિવારના સભ્યોને ફોલો કરે છે તો તે વાત ચોંકાવનારી નથી. પરંતુ સારાનુ શુભમનની બહેનોને ફોલો કરવુ એ બીજી વાત પર ઇશારો કરે છે. સારા ઇન્સ્ટાગ્રામ પર શુભમન ગિલની બહેન સેહનિલ ગિલને ફોલો કરે છે.
સારા અને શુભમને ભલે તેમના રિલેશન પર કોઇ ટિપ્પણી કરી નથી પરંતુ બંને સોશિયલ મીડિયા પરથી કંઇને કંઇ કમેન્ટ કરતા રહે છે. બંનેના અફેરની પણ ખબરો ઉડી છે. બંનેએ સોશિયલ મીડિયા પર એકબીજાના પોસ્ટ પર કમેન્ટ કરી હતી.
સારા અને શુભમન ગિલના સંબંધોને હવા મળવાનું કારણ એવું છે કે સારાએ IPL2020 દરમિયાન ઇન્સ્ટાગ્રામની અંદર એક નાની વિડીયો કલીપ શેર કરી છે. જેના કારણે આ અફવાઓનું બજાર ગરમ થઈ ગયું છે.
સારાએ જે વિડીયો શેર કર્યો છે તેમાં શુભમન ગિલ મુંબઈ ઇન્ડિયન્સના બેટ્સમેન સૂર્ય કુમાર યાદવના શોટને છલાંગ મારીને રોકવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આ પોસ્ટને સારાએ દિલના ઈમોજી સાથે શેર કર્યું છે. જેના કારણે આ બનેં વચ્ચે કંઈક ખીચડી રંધાઈ રહી હોય એવું લાગી રહ્યું છે. જો કે હવે આ પોસ્ટ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં નથી. પરંતુ ચાહકોએ તેને સેવ કરી લીધી છે. જે હવે સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઇ રહી છે. હાલમાં જ સારા અને શુભમન ગિલે એક તસ્વીર પણ એક સરખા જ કેપશન સાથે પોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટમાં શેર કરી હતી