કુળદેવીના ૧૦૦% આશીર્વાદ જોઈએ છે? તો બસ આટલું ધ્યાન રાખો
આપણો ભારત દેશ ધાર્મિક દેશ છે. આ દેશનો દરેક વ્યક્તિ કોઈને કોઈ ધર્મમાં માને છે પોતાના ઈશ્વર પ્રત્યે આસ્થા રાખે છે. ખાસ આપણે બીજા દેવી દેવતાઓ કરતા આપણા કુળદેવીમાં વધુ આસ્થા રાખતા હોઈએ છોએ.

આપણા પૂર્વજ સમયથી આપણા કુળદેવી એક જ હોય છે. ઘરમાં કોઈપણ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે કુળદેવીના આશીર્વાદ મુખ્ય બને છે. લગ્નગ્રંથિથી જોડાયેલા નવા વર-વધુ હોય કે પછી ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય એને સૌ પ્રથમ કુળદેવીના દર્શને લઈ જવામાં આવે છે.
આજની યુવા પેઢી ધર્મથી જાણે દૂર જઈ રહી હોય એમ લાગે છે. પહેલાના લોકો જ્યાં ધર્મમાં વધુ માનતા હતા ત્યારે અત્યારની પેઢી ટેક્નોલોજીમાં વધુ માનવ લાગી છે. આજના વ્યક્તિ પાસે મોબાઈલ વાપરવા માટે પૂરતો સમય મળી રહેશે પરંતુ પોતાના ઇષ્ટદેવ કે કુળદેવી સામે માથું નમાવવા માટે 5 મિનિટ પણ નહિ મળે.

પહેલાના લોકો દેવી દેવતાઓને ખુશ રાખવા માટે હોમ હવનથી લઈને ઘણુંબધું કરતા હતાં. પોતાના ઇષ્ટદેવ અને કુળદેવીના મંદિરે ઉત્સવો ઉજવવામાં આવતા હતાં. વાર-તહેવારે તેમના મંદિરે જઈ પ્રાર્થનાઓ કરવામાં આવતી હતી. કોઈપણ શુભ કાર્યની શરૂઆતમાં પોતાના કુળદેવીને હંમેશા આગળ રાખવામાં આવતા હતા. એ સમયે લોકો પાસે કામ હોવા છતાં પણ પોતાના કુળદેવી માટે પૂરતો સમય હતો. પરંતુ આજના માણસનો સમય ક્યાં વેડફાઈ જાય છે એજ ખબર નથી પડતી. કોઈપણ વ્યક્તિને આપણે પૂછીએ તો એક જ જવાબ મળે: “સમય નથી.” આ ધરતી પરના તમામ લોકોને એક દિવસમાં 24 કલાક સરખા ભાગે મળતાં હોય છે
અને જે દિવસથી માણસનું સર્જન થયું એ દિવસથી જ ઈશ્વરે સૌને સરખો સમય જ આપ્યો છે, ક્યારેય કોઈને ઈશ્વરે 1 સેકેંડ પણ વધારે નથી આપી તે છતાં કેટલાક લોકોને સમય ના હોવાની ફરિયાદ હંમેશા રહ્યા જ કરે છે.

કુળદેવી પેઢી દર પેઢી એક જ રહે છે આપણા કુળદેવી ક્યારેય બદલાતા નથી. કારણ કે આપણા પૂર્વજોની કુળદેવીમાં આપાર આસ્થા રહી છે. કુળદેવીનું કહ્યું માનતા હોય છે. કુળદેવીના આશીર્વાદથી જ કેટલાય કાર્યો સફળ થતાં હોય છે. આપણા માતા-પિતા કે દાદા-દાદીના મુખે પણ આપણા કુળદેવીનું નામ આપણને ઘણીવાર સાંભળવા મળે છે. એ લોકો કુળદેવી પાસે હંમેશા સુખ સમૃદ્ધિ અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતાં હોય છે.

સમય ના હોવાનું ખોટું બહાનું કાઢ્યા કરતા જો કુળદેવીને દિલથી પ્રાર્થના કરવામાં આવે તેમનું સ્મરણ કરવામાં આવે તો માથા પર આવેલી કેટલીય મુસીબતો દૂર થઇ શેક છે. આપણા બાપ-દાદાઓ પણ કુળદેવીને રાજી રાખી અને સુખી સમૃદ્ધ રહ્યા હતા. આજના માણસ પાસે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હાજર છે પરંતુ શાંતિનો અભાવ છે. કુળદેવીના સ્મરણ અને પૂજનથી સાચી શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે.

જો તમે પણ તમારા કુળદેવીનું સ્મરણ કરવાનું ચુકી જાવ છો તો આજથી જ તમારા કુળદેવીનું સ્મરણ કરી અને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો. દુનિયાના તમામ રસ્તા જયારે બંધ થઇ જાય ત્યારે ઈશ્વર જ આપણને કોઈ એક રસ્તો બતાવતા હોય છે. પરંતુ એ રસ્તો જોવા માટે આપણા તરફથી ઈશ્વર પ્રત્યેનો રસ્તો તો ચોખ્ખો હોવો જ જોઈએ અને ત્યારે ઈશ્વર આપણી વાત સાંભળી શકશે, આપણા કુળદેવી આપણી ઉપર રાજી રહેશે.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team