ખબર

શું તમે ધન તેરસ ઉપર સોનુ ખરીદવાના છો? તો આ સમાચાર તમારા માટે છે મહત્વપૂર્ણ

દિવાળી ધીમે ધીમે નજીક આવી રહી છે તેમ તેમ માર્કેટપણ ઉભરાવ્યાં લાગ્યા છે, કપડાં, નવી વસ્તુઓ, મીઠાઈઓ સાથે લોકો આ સમયે સોનાની પણ ખરીદી કરતાં હોય છે. તેમાં પણ ખાસ ધનતેરસ ઉપર સોનાની વધુ ખરીદી થતી જોવા મળે છે. જો આ ધન તેરસ પર તમે સોનુ ખરીદવાના હોય તો આ વાત તમારા માટે જ છે.

Image Source

દિવાળીના સમયમાં સોનોનો ભાવ વધવાની સંભાવનાઓ છે. ચાલુ વર્ષે સોનુ 40 હજારની ઉપર જઈ શકે છે કારણ કે સરાફા બજાર અને ઇન્ટરનેશનલ માર્કેટમાં વધતા ભાવ અને સોનાની ઓછી આયાતના કારણે ભાવ વધવાની સંભાવના રહેલી છે.

Image Source

ઇન્ટરનેશનલ બજારમાં લોકો રોકાણ માટે સૌથી સુરક્ષિત જગ્યા શોધે છે અને એમાં પણ એમના માટે સોનુ સૌથી પહેલી પસંદ છે જેના કારણે સોનાનો ભાવ વધવાની સંભાવના રહેલી છે.

Image Source

નવરાત્રી પછી ભારતના બજારમાં સોનાની ખરીદી શરૂ થઇ ગઈ છે, આવનાર દિવસોમાં દિવાળી નિમિત્તે તહેવારો હોવાના કારણે આ સમયમાં સોનુ ખરીદવાના શુભ મુહૂર્ત પણ આવતા હોય સોનાની ભારે માંગ ભારતમાં રહે છે. દિવાળી પછી પણ લગ્નોની સીઝન આવતી હોવાના કારણે લોકો સોનુ ખરીદતા હોય છે જેના કારણે વધતી જતી સોનાની માંગના કારણે પણ ગ્રાહક ઉપર ભાવ વધારાનો માર પડી શકે છે.

Image Source

તો જો તમે દિવાળી પહેલા જ સોનાની ખરીદી કરી લેશો તો તમને ઓછા ભાવમાં સોનુ મળી શકે છે. પરંતુ દિવાળી, ધન તેરસ અને આવનાર સમયમાં લગ્નની સીઝન આવતી હોવાના કારણે સોનાના ભાવ વધવાની પુરેપુરી સંભાવના રહેલી છે.

Image Source

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.