રસોઈ

કિચન ટિપ્સ – દરેક સ્ત્રીઓને આ ટિપ્સ બહુ જ ઉપયોગી થશે, એકવાર વાંચો આજીવન આભાર માનશો

એક ગૃહીણોનો મોટાભાગનો સમય રસોડામાં જ પસાર થતો હોય છે. સવારે નાસ્તાથી લઈને રાત્રે જમવા સુધી સ્ત્રી માટે રસોડું જ તેનું મુખ્ય સરનામું બની જાય છે. ઘરના બીજા કામ કરવા માટે કદાચ કોઈ બાઈ રાખી શકાય પરંતુ રસોઈ તો જાતે જ કરવી ગમે એવું દરેક સ્ત્રી માનતી હોય છે. વળી, પરિવારના લોકો પણ ઘરની સ્ત્રીની બનાવેલી રસોઈને જ વધારે મહત્વ આપતા હોય છે.

Image Source

પરંતુ રસોઈ કરતી વખતે કેટલી એવી ખાસ બાબતોનું જો ધ્યાન રાખવામાં આવે તો રસોઈ તો સ્વાદિષ્ઠ બને જ છે સાથે સાથે સમયનો પણ સારો એવો બચાવ થઈ શકે છે. આખો દિવસ રસોડામાં રહેતી સ્ત્રી પણ કદાચ આ બાબતોને નહીં જાણતી હોય જે અમે તમને આજે જણાવવા જઈ રહ્યા છીએ. જો આ બાબતોને તમે અનુસરશો તો ઘણો જ ફાયદો થવાનો છે.

Image Source

દાળ કે શાક બનાવતી વખતે ડુંગળી ફ્રાય કરવામાં સમય લાગી રહ્યો છે? : તો આ ટિપ્સ તમને ખુબ જ ઉપયોગી થશે.

રસોઈ કરતી વખતે જો સૌથી કાંટાળા જનક કોઈ વસ્તુ હોય તો તે છે રાહ જોવી. કોઈપણ વસ્તુ જયારે બનાવવા માટે મૂકીએ ત્યારે એ વસ્તુમાં નાની નાની બાબતોનું વધુ ધ્યાન રાખવું પડે છે. જેમ કે વઘાર કરવા માટે તેલ મૂકીએ ત્યારે તેલ માપસર ગરમ થયુ છે કે નહિ એ ચેક કરવું, વઘાર બળી ના જાય એ પણ ચેક કરવું, વગેરે વગેરે ધ્યાન રાખવામાં રાહ જોવી પડે છે અને આ રાહ જોવાનો જ કંટાળો સૌથી વધુ આવે.

જયારે આપણે દાળ કે શાક બનાવવા ડુંગળી ફ્રાય કરવા મૂકીએ ત્યારે સૌથી વધુ સમય લાગી જતો હોય છે  આ સમયને બચાવવા માટે જો તમે એ ડુંગળીમાં થોડી ખાંડ મિક્ષ કરીને નાખશો તો ડુંગળી જલ્દી અને સરસ ફ્રાય થઇ જશે.

Image Source

શું તમને પણ દૂધ ઉકાળવા માટે મુકો છો તો તે ઉભરાઈને બહાર નીકળી જવાનો ડર લાગે છે ? તો આ ટિપ્સ તમને કામ લાગી શકે છે.

દૂધનું ઉભરાઈ જવું આપણે શુભ નથી માનતા. ગૃહિણી હંમેશા દૂધ ના ઉભરાઈ જાય તેના માટે સતત કાળજી રાખતી હોય છે, પરંતુ ક્યારેક ધ્યાન બહાર થવાથી દૂધ ઉભરાઈ જવાની ઘટના અવાર નવાર બની જ જતી હોય છે. તો આ ઉભરાતા દૂધને રોકવાનો ઉપાય અમે તમને બતાવીએ છીએ.

દૂધ ગરમ કરવા જે વાસણમાં મુકવાના છો એ વાસણની કોર પર માખણ લગાવી દો અને પછી દૂધને ગરમ કરવા માટે મુકો. માખણ લગાવવાથી દૂધ ઉભરાઈને બહાર નહિ આવે.

Image Source

તમે કોઈપણ તળવાની વસ્તુ બનાવો છો તો શું તેલ વધુ વપરાય છે ? તો આ ટિપ્સ અનુસરો અને તેલબચાવો

તળેલું ખાવું બધાને ગમતું હોય છે પરંતુ ચરબી વધી જવાના ડરથી આપણે તળેલું ખાતા અચકાઈએ છીએ અને ગૃહિણી માટે સૌથી મોટો પ્રશ્ન તેલ વધુ બળે છે એજ હોય છે. તો જાણો તેલ કેમ બચાવશો અને ઓછું ઓઈલી કેમ ખવડાવશો ?
તમે કોઈપણ તળવાની વસ્તુ બનાવો એ પહેલા ગરમ કરેલા તેલમાં થોડું મીઠું નાખીને તળીલો અને જુઓ પછી તેલ પણ ઓછું બળશે અને વસ્તુ ઓઈલી પણ નહીં લાગે અને ખાસ જયારે ભજીયા બનાવો ત્યારે ભજીયાના ખીરામાં 1 લીંબુનો રસ ઉમેરી દો. તેનાથી તેલ પણ ઓછું બળશે અને ભજીયા પણ વધુ સ્વાદિષ્ઠ બનશે.

Image Source

ઉપવાસમાં બનાવેલી સાબુદાણાની ખીચડી શું તમારાથી છુટ્ટી નથી બનતી ? તો આ ટિપ્સ તમારા માટે ફાયદાકારક છે.

ગુજરાતી લોકો મોટાભાગે ઉપવાસમાં માનતા હોય છે. સોમવાર હોય કે મંગળવાર કે પછી અગિયારસ કે પૂનમ કે પછી શ્રાવણનો આખો મહિનો હોય ઉપવાસ તો કરવાના જ અને એ ઉપવાસ ફરાળ વિના કેમ પુરા થાય ? બરાબરને ! ઉપવાસમાં સૌથી પ્રિય ખાવાનું હોય તો એ છે સાબુદાણાની ખીચડી. પરંતુ જયારે આપણે સાબુદાણાની ખીચડી બનાવીએ ત્યારે એ છુટ્ટી ના બન્યાની ફરિયાદ હંમેશા રહેતી હોય છે. તો ખીચડી છુટ્ટી બને એ માટે શું કરવું ?

સાબુદાણાની ખીચડી માટે સાબુદાણા પલાળતાં પહેલા તેને ચોખ્ખા પાણીથી ધોઈ લેવા જેના કારણે તેમાં રહેલો વધારાનો સ્ટાર્ક નીકળી જાય છે અને સાબુદાણા એકદમ છુટ્ટા બને છે તેમજ ખીચડી પણ સ્વાદિષ્ઠ બને છે.

Image Source

શું તમે રીંગણાંના શાકને વધુ ટેસ્ટી બનાવવા માંગો છો ? તો આ રહી એકદમ સરળ અને આસાન ટિપ્સ

મોટાભાગે ઘરના સભ્યોને રીંગણાં ખાવાની એક એલર્જી હોય છે. રીંગણ જો બટાકા સાથે આવે તો ચાલે પરંતુ એકલા રીંગણાં આવે એટલે મોઢું મચકોડાઈ જાય, ખરું ને ? પરંતુ હવે જયારે તમે રીંગણાંનું શાક બનાવશો ત્યારે બધા આંગળા ચાટતા રહી જશે.

જયારે તમે  રિંગણાનું શાક કે કોઈપણ બીજું એવું શાક બનાવો જેમાં મસાલો ભરી શકાય. તો બનાવેલા મસાલામાં થોડું તીખું ચવાણું ભૂકો કરીને નાખી દો. જુઓ પછી શાક પણ સ્વાદિષ્ઠ બનશે અને એ શાકની ગ્રેવી પણ વધુ ગાઢ બનશે જેનાથી ખાવામાં બહુ જ મઝા આવશે.

Image Source

તો આ હતી કેટલીક નાની નાની રસોઈ કરવા માટેની ટિપ્સ. આશા છે તમને ગમી જ હશે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.