જાણવા જેવું

શું તમને ખબર છે મહિલાઓને સ્મશાન ઘાટ શા માટે નથી લઇ જવામાં આવતી, વાંચો આ 4 કારણ…

જો કે દરેક કામોને પુરુષો અને મહિલાઓમાં વહેંચી નાખવામાં આવ્યું છે. પણ આપણા સમાજમાં મહિલાઓને ઘણા ખરા કામ કરવાની પરવાનગી આજે પણ નથી. આ કામોને ન કરવા માટે તેને સખ્ત નિર્દેશ કરવામાં આવે છે. એમાનું જ એક છે મહિલાઓને સ્મશાન ઘાટ પર જવું. તેની પાછળ જો કે ઘણા કારણ છે, તમે તેને વૈજ્ઞાનિક કારણ કહી શકો કે પછી લોકો દ્વારા બનાવેલા નિયમો.

1. પણ શું તમે જાણો છો કે આવું કેમ? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે આવું કેમ? પહેલું કારણ તો એ કે મહિલાઓ ખુબ ભાવુક હોય છે. તેઓ માર-કાપ, બાળવું, જેવા ભયાનક દ્રશ્ય વગેરે નથી જોઈ શકતી. માટે મહિલાઓને સ્મશાનમાં અંતિમ સંસ્કાર માટે નથી લઇ જવામાં આવતી.

Image Source

2. બીજું કારણ એ છે કે હિંદુ રિવાજના આધારે જેઓ અંતિમ સંસ્કાર કરવા માટે જાય છે તેઓનું મુંડન કરાવવું પડે છે. આ બધું મહિલાઓને નથી સુહાતું, માટે મહિલાઓને અંતિમ સંસ્કારમાં જવાની પરવાનગી નથી હોતી.

3. ત્રીજું કારણ એ છે કે યુવતીઓ કઠોર દિલની નથી હોતી અને કોઈ પોતાનું મર્યા બાદ ખુદને રોકી નથી શકતી, અને એવામાં સ્મશાન ઘાટ પર મહિલાઓનું રડવું મતલબ મરેલા વ્યક્તિની આત્માને શાંતિ નથી મળતી, માટે મહિલાઓને આ પ્રથામાં સામેલ કરવામાં નથી આવતી.

4. ચોથું સૌથી મોટું કારણ એ છે કે મોટાભાગે અંતિમ સંસ્કાર બાદ આખા ઘરની સફાઈ કરવામાં આવે છે, જેનાથી કોઈપણ નકારાત્મક શક્તિ ઘરમાં નથી રહી શકતી. ઘરની સાફસફાઈ તથા અમુક કામો માટે મહિલાઓને ઘરમાં જ રોકી લેવામાં આવે છે, માટે જ તેઓને અંતિમ સંસ્કારમાં લઇ જવામાં નથી આવતી.

જ્યારે પણ જુઓ કોઈની અંતિમયાત્રા અવશ્ય કરવું આ કામ, પૂર્ણ થશે મનોકામના

મૃત્યુને કુદરતની સત્ય હકીકત કહેવામાં આવી છે. આ પૃથ્વી પર જન્મેલા દરેક વ્યક્તિ અથવા પ્રાણીને એકને એક દિવસે તો મરવાનું જ હોય છે. ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે મૃત્યુ જ્યારે કોઈ વ્યક્તિની નજીક આવે છે, ત્યારે યમરાજ તેમને કેટલાક સંકેતો આપે છે. યમરામના બે દૂત મૃત્યુ પામનારા લોકોની પાસે આવે છે અને માત્ર પાપી મનુષ્ય જ યમના દૂતોથી ડરતા હોય છે. સારા કર્મો કરવાવાળા વ્યક્તિને મૃત્યુ સમયે પોતાની સામે દિવ્ય પ્રકાશ દેખાય છે, અને તેમને મૃત્યુ ડર નથી લાગતો. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે વ્યક્તિનું મૃત્યુ થવાનું હોય છે ત્યારે તે બોલી નથી શકતા. અંત સમયે વ્યક્તિનો અવાજ બંધ થઇ જાય છે અને તેનો અવાજ ઘરઘરાવા લાગે છે. એવું લાગે છે કે કોઈ તેમનું ગળું દબાવી રહ્યું હોય.

Image Source

અંતિમ સમયમાં તેમને ઈશ્વર તરફથી દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે અને તે આખા સંસારને એકરૂપ સમજવા લાગે છે. આંખોથી તેમને કઈ જ નથી દેખાતું. તેઓ આંધળા થઇ જાય છે અને પોતાની આસપાસ બેસેલા લોકો પણ નથી દેખાતા. તેમની બધી જ ઇન્દ્રિયો નાશ પામે છે. તેઓ જડ અવસ્થામાં આવી જાય છે એટલે કે તેઓ પોતે હલવામાં અસમર્થ થઇ જાય છે. આ પછી તેમના મોંમાંથી ફીણ નીકળવા લાગે છે અને લાળ ટપકવા લાગે છે. પાપી પુરુષના પ્રાણ નીચેથી નીકળે છે.

Image Source

અંતિમયાત્રા જોવા સમયે કરો આ કામ

મૃત્યુ પામ્યા બાદ વ્યક્તિની અંતિમયાત્રા કાઢવામાં આવે છે. અંતિમયાત્રામાં વ્યક્તિના મૃતદેહને 4 લોકો મળીને કાંધ આપે છે અને તેને સ્મશાનઘાટ પહોંચાડે છે, જ્યાં તેમનો દાહ-સંસ્કાર કરવામાં આવે છે. ઘણીવાર કોઈની અંતિમયાત્રા પણ જોવા મળતી હશે. અંતિમયાત્રા જોવા પર ઘણા બધા લોકો હાથ જોડેનો મૃત્યુ પામનારની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરે છે. અંતિમયાત્રા જોવું એમ તો ઘણું દુઃખદાયક હોય છે. પરંતુ કહેવાય છે કે અંતિમયાત્રા જોવા પર જો વ્યક્તિ એક કામ કરે તો તેની બધી જ મનોકામના પૂરી થઇ જાય છે.

Image Source

જો તમે વિચારી રહયા હોવ કે તમારે ખૂબ જ મુશ્કેલ કામ કરવું પડશે તો એવું નથી. આ એક ખૂબ જ સરળ કામ છે. અને તેને કરવા માટે તમારે કોઈ મહેનત નથી કરવી પડે. હકીકતે, માન્યતા છે કે જો કોઈ અંતિમયાત્રા નીકળતા સમયે જો બે હાથ જોડીને ભગવાન શિવની સ્મરણ કરવામાં આવે તો ભગવાન તેની બધી જ મનોકામના પૂરી કરે છે. એટલે જો હવે જયારે પણ તમે કોઈ અંતિમયાત્રા જુઓ તો હાથ જોડીને ભગવાન શિવનું સ્મરણ ચોક્કસથી કરજો, અને મૃત્યુ પામનારના આત્માની શાંતિની પ્રાર્થના કરજો. એવું કરવાથી તમારી મનોકામના પણ પૂરી થઇ જશે અને મૃત્યુ પામનારના આત્માને શાંતિ પણ મળી જશે. આટલું જ નહિ, મનુષ્યના ખરાબ સમયમાં આવનારી બધી જ પરેશાનીઓ પણ ટળી જાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks