2 ઓગસ્ટથી ગુજરાતમાં શ્રાવણ મહિનાનીશરૂઆત થાય છે. અલગઅલગ રાજ્યમાં શ્રાવણ મહિનાઓ અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે. અમુક રાજ્યમાં અષાઢ મહિનાની વદ એકમથી જ શ્રાવણની મહિમા શરૂ થાય છે.
હિન્દૂ ધર્મની માન્યતા અનુસાર શ્રાવણ મહિનો પવિત્ર અને મહત્વપર્ણ મહિનો છે. શ્રાવ મહિનામાં મહાદેવના મંદિર બામ-બમ ભોલેના નાદ સાથે ગુંજી ઉઠે છે. અમુક લોકો શ્રાવણ મહિનામાં આખો મહિનો વ્રત કરીને કે પછી પૂજા કરીને રહેતા હોય છે. શ્રાવણના દર સોમવારે મહાદેવની પૂજા-અર્ચના કરવામાં આવે છે. મંદિરમાંશ્રધ્દ્દાળુઓની ભારે માત્રામાં ભીડ જમા થાય છે.

ઘણા લોકો શ્રાવણ માસ પહેલા શંકર ભગવાનને પ્રસન્ન કરવા કાવડ યાત્રા કરી ગંગા જળ ચઢાવી પ્રસન્ન કરે છે. ઘણા લકો પંચામૃત ચઢાવીને ભગવાનને પ્રસન્ન કરે છે. શ્રાવણ માસ બાર મહિમા એટલે ખાસ હોય છે કે, તે સમય દરમિયાન ભગવાન પાતાળ લોકમાં આવીને નિવાસ કરે છે. અને ત્રણેય લોકની ઈશ્વરીય શક્તિ ભગવાન શંકર પાસે હોય છે.તેથી આ મહિનામાં કરેલી ભગવાનની પૂજા અપેક્ષા કરતા વધુ ફળદાયી હોય છે.તેથી આ મહિનામાં ભગવાન શંકરની ઉપાસના કરવી જોઈએ.
શ્રાવણ મહિનામાં શું સાવચેતી રાખવાથી ભોળેનાથને ખુશ કરી શકાય
શ્રાવણનો બીજો અર્થ થાય છે. સાત્વિકતાનું પાલન કારણકે ભગવાન શિવ શ્રાવણ મહિનામાં ત્રિલોકીય ઈશ્વરોના કાર્યનું સંચાલન કરે છે. અત્યારે શ્રાવણ માસ શરૂ થતા માંસ-મદિરાનું સેવન ન કરવું જોઈએ. આ પદાર્થોનું સેવન ના કરવાથી મન શાંત રહે છે. અને બીજા ખરાબ રસ્તા પરથી ધ્યાન હટી જાય છે.

આમ તો ઘરમાં સુખશાંતિ રાખવી જોઈએ. કારણકે ઘરમાં સંઘર્ષ રાખવાથી દરિદ્રતા વધી જાય છે. અને દરિદ્રતા વધવાથી લક્ષ્મીનો નાશ થાય છે.ટ થી પરિવારમાં કયારે પણ કજિયો ના કરવો જોઈએ. શ્રાવણ મહિનામાં જીવનસાથી સાથે કે હરના વડીલ સાથે વાળ-વિવાદ કે ગેરશબ્દોનો પ્રયોગ કરવો ના જોઈએ. આ દિવસોમાં શિવ-પાર્વતીની પૂજા કરવાથી દામ્પત્ય જીવન ખુશ અને પ્રેમ ભર્યું રહે ત માટે વરદાન માંગવું જોઈએ.
શ્રાવણ મહિનામ દરરોજ સવારે વેહલા ઉઠીને ભગવાન શિવ પર જલાભિષેક કરવો જોઈએ. મહાદેવ ઉપર જળાભિષેક કરવાથી આગળના જન્મોના પાપના પ્રભાવ ઓછા થઇ જાય છે.શાસ્ત્રો અનુસાર,સવારે ઉઠીને નાહીને તુરંત જ જલાભિષેક કરવો જોઈએ. ત્યરબાદ કરવામાં આવેલી પૂજા-અર્ચના શિવ કૃપાથી વંચિત રાખે છે.
શિવના ઉપાસકોનો મહિનો છે તેથી આ મહિનામાં શિવનું અપમાન ક્યારે પણ ના કરવું જોઈએ. શિવ ભક્તોન સમ્માન કરવું શિવની પૂજા બરાબરનું ફળ આપે છે. ત્યારે કાવડિયાની સહાયતા કરીને કૃપા મેળવી શકાય છે.

શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીને સેવન ના કરવું જોઈએ. લીલા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે.
આ મહિનામાં શિવલિંગ પર હળદરના ચઢાવી જોઈએ. કારણકે હળદર પાર્વતીજીને ચઢાવવામાં આવે છે.
શાસ્ત્રો અનુસાર, શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ના કરવું જોઈએ. આ દિવસોમાં દૂધ પીવું સારું નથી. કારણકે શ્રાવણ માસમાં શિવને દૂધ ચળવવાનો મહિમા હોય છે.
આ દિવસોમાં ગાય તમારા દરવાજા આવીને ઉભી રહે તો તેને મારવાની બદલે કંઈક ખવડાવવાથી શિવજીની કૃપા થાય છે.

શ્રાવણ મહિનામાં રિંગણાનું સેવન ના કરવું જોઈએ. રીંગણને અશુદ્ધ માનવામાં આવે છે.તેથી અગિયારશ, ચૌદશ, બાર્સ અને કારતક મહિનામાં રિંગણાનું સેવનના કરવું જોઈએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.