અભિનેત્રી શ્રુતિ શેઠની બગડી તબિયત, થઇ સર્જરી, સામે આવી તસ્વીર
2020ના છેલ્લા 2 દિવસો બચ્યા છે, આ દરમિયાન ઘણા લોકો પાર્ટીઓના આયોજનો પણ કરી રહ્યા છે અને તેમાં પણ બોલીવુડના સેલેબ્સ ખાસ મોટી મોટી પાર્ટીઓ કરશે ત્યારે આ બધા વચ્ચે જ એક ખરાબ સમાચાર આવ્યા છે. ખ્યાતનામ અભિનેત્રી શ્રુતિ શેઠની તાત્કાલિક સર્જરી કરાવવી પડી છે. જેની તસ્વીર પણ વાયરલ થઇ રહી છે.
View this post on Instagram
શ્રુતિએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર એક ફોટો શેર કર્યો છે, જેમાં તેને લખ્યું છે, “છેલ્લે 2020 મારા માટે ખરાબ બનીને આવ્યું. હું ઇચ્છતી હતી કે આ વર્ષે ક્રિસમસની મજા માણું, નવા વર્ષની ઉજવણી કરું. પરંતુ બદકિસ્મતીથી આવું કઈ ના થઇ શક્યું. મારે ઇમરજન્સી સર્જરી કરાવવી પડી.” તેને એમ પણ કહ્યું કે સમય તમને બહુ જ બધું શીખવાડી દે છે. તમે દરેક સમયે સ્વસ્થ નથી રહી શકતા.
View this post on Instagram
સામે આવેલી તસ્વીરમાં શ્રુતિ હોસ્પિટલના બેડમાં સૂતી જોવા મળી રહી છે. શ્રુતિ હસને ઘણી બધી ધારાવાહિકો સાથે ફિલ્મોમાં પણ કામ કર્યું છે. આ ઉપરાંત તે વેબ સિરીઝમાં પણ જોવા મળી છે.