ફિલ્મી દુનિયા

શ્રુતિ મોદીના વકીલનો ચોંકાવનારો ખુલાસો, કહ્યું: “સુશાંતની પ્રોપર્ટી ઉપર હતી તેની બહેનોની નજર”

અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુના મામલામાં રોજ એક નવું સત્ય બહાર આવીને ઉભું રહે છે. આ કેસની તપાસ હવે સીબીઆઈ કરી રહી છે અને કેસ સંદર્ભે જ ઘણા લોકોની પુછપરછ પણ કરવામાં આવી છે. આ દરમિયાન જ શ્રુતિ મોદીના વકીલે સુશાંતના પરિવાર ઉપર જ ખુબ જ ગંભીર આરોપો લગાવ્યા છે.

Image Source

શ્રુતિ મોદી સુશાંતની પૂર્વ મેનેજર હતી. શ્રુતિના વકીલ અશોક સારાઓગીએ એક નિવેદન બહાર પાડ્યું છે. જેમાં તેમને સુશાંતની બહેનો ઉપર ઘણા આરોપ લગાવ્યા છે. શ્રુતિ મોદીના વકીલે કહ્યું છે કે “બહેનો દિવંગત અભિનેતા ઉપર કંટ્રોલ કરીને રાખતી હતી.  જેનાથી તેની પ્રોપર્ટી ઉપર કબ્જો કરી શકાય.”

Image Source

શ્રુતિના વકીલે આગળ જણાવ્યું કે “25 અને 26 નવેમ્બર સુશાંતના જીવન માટે ખુબ જ મહત્વપૂર્ણ દિવસ હતો. સુશાંતની બહેનો તેને ચંદીગઢ લઈને જવા માંગતી હતી. તેમને સુશાંતના બધા જ સ્ટાફને પણ કાઢી મુક્યો હતો. શ્રુતિ મોદી પહેલા સુશાંતનો જે મેનેજર હતો તેને પણ સુશાંતની બહેન પ્રિયંકાએ કાઢી મુક્યો હતો. સુશાંતના પૈસાથી પ્રિયંકા મોંઘા ઘરેણાં ખરીદતી હતી.”

Image Source

વકીલે આગળ જણાવ્યું કે: “પ્રિયંકા જયારે સાથે રહેતી હતી ત્યારે તે સુશાંતને રિયાને મળવા નહોતી દેતી. સુશાંત સિંહ રાજપૂતના એક સ્ટાફે તેમની ત્રણ બહેનોને વાત કરતા સાંભળ્યા હતા કે સુશાંતને તેમની સાથે આવવા તો દો, પછી આખી પ્રોપર્ટી તેમની થઇ જશે. જયારે સુશાંતને આ વાતની ખબર પડી ત્યારે તેને પોતાની બહેનો સાથે જવાની ના પાડી દીધી. તેને પોતાની બિઝનેસ ક્લાસની ટિકિટ પણ કેન્સલ કરાવી દીધી.”

Image Source

આના પહેલા પણ મીડિયા રિપોર્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે સિદ્ધાર્થ પીઠાનીએ સીબીઆઈને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે પ્રિયંકા અને રિયાની વચ્ચે જગડા થયા હતા. તે સમયે સુશાંતે રીયાનો સાથ આપ્યો હતો. તેનાથી સુશાંતની બહેન નારાજ થઇ ગઈ હતી. તો રિયાએ પણ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે સુશાંતની બહેનો સાથે સુશાંતને બનતું નહોતું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.