મનોરંજન

અભિનેત્રી એટલી હદે દારુ ગટગટાવ્યો કે બોલિવૂડ છોડવું પડ્યું, હવે ઠીક થયો તો…

સુપર સ્ટાર કમલ હાસનની પુત્રી શ્રુતિ હાસન તેના બોલ્ડ અને બિન્દાસ રહેવાને કારણે છવાઈ જાય છે. પરંતુ તે છેલ્લા ઘણા સમયથી તેની પર્સનલ લાઈફને લઈને ઘણી ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલા તે તેના ઇટાલિયન બોયફ્રેન્ડને કારણે ચર્ચામાં રહેતી હતી, પરંતુ હવે તે તેની ખરાબ આદતને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

Loml 😍🥺💕 [#shrutihaasan #shrutihassan #shruti #haasan #bollywood #tollywood #actress #like #tag #follow ]

A post shared by Shruti Haasan 🔥 (@shrutzhaasanz) on


થોડા સમય પહેલા શ્રુતિ હાસનને એક લોકપ્રિય ચેટ શોમાં નજરે આવી હતી. શ્રુતિ હાસને આ ચેટ શોમાં તેની અંગત જિંદગીને લઈને ઘણા ખુલાસા કર્યા હતા. શ્રુતિએ આ ચેટ શોમાં કહ્યું હતું કે, તેના બોયફ્રેન્ડ માઈકલ કોર્સલેસાથે બ્રેકઅપ અને તેને કેમ દારૂની લત લાગી ગઈ હતી. અભિનેત્રી શ્રુતિ હાસને આ સત્યનો સ્વીકાર કર્યો હતો કે, દારૂ પીવાનું બંધ કર્યા બાદ તેના સ્વાસ્થ્ય પર પ્રતિકૂલ અસર પડી છે. જેના કારણે તેના સ્વભાવમાં પણ ઘણું પરિવર્તન આવ્યું છે.


ઇન્ટરવ્યૂ દરમિયાન શ્રુતિએ જણાવ્યું હતું કે, હું મોટી વીસ્કી લવર હતી. ઘણા લાંબા સમયથી વીસ્કી પીતી હતી. પરંતુ આ બધામાંથી બ્રેક લઈને આ ખરાબ આદતને છોડવાનું વિચારી લીધું હતું. આ બદલાવ મારી માટે નવો હતો. જયારે તેને પૂછવામાં આવ્યું કે, આ દારૂની આદતનો તેની પર કેવો પ્રભાવ પડ્યો ત્યારે તેને કહ્યું હતું કે, હા હું એ સમયે ઠીક ના હતી. મેં આ વાત કોઈને જણાવી ના હતી. મને લાગે છે કે, આ મારો અંગત મુદ્દો છે. હું મારી પર્સનલ વસ્તુઓને કોઈ પણ સાથે શેર નથી કરતી.

 

View this post on Instagram

 

💖 #shrutihaasan #shrutihassan #like #follow

A post shared by Shruti Haasan 🔥 (@shrutzhaasanz) on


શ્રુતિએ તેના ડોક્ટર પાસે ઈલાજ કરાવ્યો હતો અને તેને ઠીક થવાની પણ કોશિશ કરી હતી. આ સિવાય શ્રુતિએ કહ્યું હતું કે, તે એ વાતથી પરેશાન નથી કે લોકો તેના વ્યક્તિગત રીતે અને વ્યવસાયિક રીતે શું વિચારશે ? શ્રુતિને દારૂની લત એ હદે લાગી ગઈ હતી કે, તેનાથી પીછો છોડાવો મુશ્કેલ હતો. આ લતને કારણે તેના કરિયર પર પણ અસર પડવા લાગી હતી તેથી તેને કરિયરમાંથી એક વર્ષનો બ્રેક લીધો હતો.


જયારે શ્રુતિ હાસનને માઈકલ કોર્સલે સાથેના બ્રેકઅપને લઈનેપૂછવામાં આવ્યું ત્યારે શ્રુતિએ કહ્યું હતું કે, તે શાંત પ્રકારનો હતો. તો હું એક બહુજ કુલ ટાઇપની છોકરી હતી. હું બહુ જ માસુમ હતી. બધા મારી પાસે બોસ બનવાની કોશિશ કરતા હતા. હું બહુજ ઈમોશનલ યુવતી છું. તેથી લોકો મારી સામે બોસ બની જતા હતા. પરંતુ માર કહેવું પડ્યું કે, આ મારી માટે બહુ જ સારો અનુભવ હતો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.