મનોરંજન

શ્રુતિ હાસને બોયફ્રેન્ડને કરી ખુલ્લેઆમ કિસ, શોપિંગ કરતા થઇ રોમેન્ટિક, તસવીરો વાયરલ

સુપરમાર્કેટમાં સાઉથની હિરોઈન શ્રુતિ હાસને ચોંટી ચોંટીને બોયફ્રેન્ડને કરી કિસ, PHOTOS જોતા જ ફેન્સ બોલ્યા, થોડીક તો શરમ કરો….

બોલિવુડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની મશહૂર અદાકારા શ્રુતિ હાસન ઘણીવાર તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા સાથે સ્પોટ થાય છે. તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ તેણે એવી તસવીર પોસ્ટ કરી કે સોશિયલ મીડિયા પર તહેલકો મચી ગયો.

હાલમાં જ શ્રુતિને તેના બોયફ્રેન્ડ શાંતનુ હજારિકા અને બેસ્ટફ્રેન્ડ અમૃતા રામ સાથે મુંબઇમાં ગ્રોસરી શોપિંગ માટે સ્પોટ કરવામાં આવી હતી. અભિનેત્રીએ આની ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

શ્રુતિ હાસને શનિવારે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી શેર કરી હતી. આ તસવીરોમાં તમે જોઇ શકે છો કે તે સુપરમાર્કેટમાં તેની મિત્ર અને બોયફ્રેન્ડ સાથે જોવા મળી રહી છે. શ્રુતિ તેના બોયફ્રેન્ડ શાંતનુને તસવીરમાં કિસ કરતી નજર આવી રહી છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, શ્રુતિ તેના બોયફ્રેન્ડ શાંતનું સાથે રહી રહી છે. તેણે મુંબઇમાં એક પ્રોજેક્ટનુ શુટિંગ ફરીથી શરૂ કરી  દીધુ છે. પરંતુ આ વિશે કોઇ જાણકારી શેર કરી નથી.

વર્કફ્રન્ટની વાત કરીએ તો શ્રુતિ છેલ્લે આ વર્ષની શરૂઆતમાં રીલિઝ થયેલ પવન કલ્યાણની ફિલ્મ “વકીલ સાહબ”માં જોવા મળી હતી. તે જલ્દી જ પ્રભાસની ફિલ્મ “સલાર”માં નજર આવશે.

શ્રુતિએ વર્ષ 2009માં ફિલ્મ “લક”થી બોલિવુડમાં ડેબ્યુ કર્યુ હતુુ. તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે. તે સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ એક્ટિવ છે. તે સાઉથની મશહૂર અદાકારામાંની એક છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood facts (@bolly_wood_facts)