ફિલ્મી દુનિયા

દૃશ્યમની આ હિરોઈન પોતાના પતિને કોરોનાના લક્ષણો દેખાતા પહોંચી હોસ્પિટલ, ડોક્ટરે ખરાબ વર્તન કર્યું

લોકડાઉનના કારણે ઘણા લોકો જ્યાં હતા ત્યાં જ ફસાઈ ગયા છે અને આ લોકડાઉન ક્યારે ખુલશે તે પણ હજુ એક પ્રશ્ન છે, સામાન્ય માણસોથી લઈને બોલીવુડના સેલેબ્રિટીઓ પણ આ સમય દરમિયાન ફસાઈ ગયા છે, એવી જ એક અભિનેત્રી છે શ્રિયા સરન જેને આપણે દૃશ્યમ ફિલ્મમાં જોઈ હતી, આ અભિનેત્રી પણ પોતાના પતિ સાથે એનિવર્સરી ઉજવવા માટે સ્પેન ગઈ હતી અને લોકડાઉનના કારણે ત્યાં જ ફસાઈ ગઈ.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

સ્પેનમાં ફસાઈ જવું તેના માટે મુસીબત ભરેલું નહોતું પરંતુ હવે સ્પેનમાં જ તેના પતિને કોરોનાના લક્ષણો દેખાય અને તેને લઈને તે હોસ્પિટલમાં પહોંચી ત્યારે ડોક્ટરોએ તેનો ઈલાજ કરવાની જ ના પાડી અને તેને ત્યાંથી લઈને ચાલ્યા જવા માટે પણ જણાવી દીધું. આ સમય તેના માટે ખુબ જ મુશ્કેલી ભર્યો રહ્યો.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

શ્રિયાએ જણાવ્યું કે “હું બાર્સેલોનામાં લગભગ 1 મહિનાથી લોકડાઉનમાં છું, કોવીડ-19ની માર બાદ વસ્તુઓ કેટલી બદલાઈ ગઈ છે, અઠવાડિયામાં જ જીવન બદલાઈ ગયું.”  શ્રિયા 13 માર્ચના રોજ એનવારસી ઉજવવા માટે સ્પેન જવા માટે રવાના થઇ હતી,  જે રેસ્ટોરન્ટમાં તેને રિઝર્વેશન કરાવ્યું હતું, તે બંધ થઇ ગયું હતું અને સ્પેનમાં લોકડાઉન હતું, ત્યારબાદ બધું જ બદલાઈ ગયું.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

શ્રિયા માટે સૌથી વધારે મુશ્કેલી ત્યારે ઉભી થઇ જયારે તેના પતિ એન્ડ્રેઇમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા, તેને સૂકી ખાંસી અને તાવ હતો, શ્રિયા જણાવે છે કેતે હોસ્પિટલ ગઈ, જ્યાં ડોકટરોએ તેને વિનંતી કરી કે તે ત્યાંથી ચાલી જાય, હોઈ શકે છે કે તેના પતિને કોરોના ના હોય અને હોસ્પિટલમાં રહેવાથી તેને કોરોના થઇ જાય, જેના કારણે શ્રિયા તેના પતિ સાથે પાછી આવી ગઈ, તેમને પોતાની જાતે જ સેલ્ફ ક્વોરેન્ટાઇન કર્યું અને ઘરમાં જ દવા શરૂ કરી.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109) on

શ્રિયાનો પતિ હાલમાં સાજો થઇ ગયો છે, અને શ્રિયા જણાવી રહી છે કે તેને હવે ભારતની અને પોતાના ઘરની યાદ આવી રહી છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.