RRR અને Drishyam માં અજય દેવગનની સંસ્કારી પત્નીએ ગુલાબી બિકિની પહેરી લીધી, જોતા જ શરમથી લાલ થઇ જશો

અજય દેવગનની ઓનસ્ક્રીન સંસ્કારી પત્નીએ ગોવાના સમુદ્રમાં પિંક બિકિની પહેરીને ભીંજાઈ, તસવીરો જોઇ ચાહકો થયા ગદગદ

સાઉથ સુપરસ્ટાર જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર ફિલ્મ RRRમાં અજય દેવગનની પત્નીનું પાત્ર નિભાવવાવાળી અભિનેત્રી શ્રિયા સરન આ દિવસોમાં કામથી બ્રેક લઇને પરિવાર સાથે વેકેશન એન્જોય કરી રહી છે. શ્રિયા સરન આ દિવસોમાં ગોવામાં છે અને ત્યાં તે તેની દીકરી સાથે વેકેશનનો ભરપૂર આનંદ માણી રહી છે. ત્યાંથી તે સતત ચાહકો સાથે પોતાના અપડેટ શેર કરી રહી છે. અભિનેત્રીએ દીકરી સાથે ચિલ કરતા તસવીરો શેર કરી છે.

જે ઇન્ટરનેટ પર વાયરલ થઇ ગઇ છે. તસવીરોમાં જોવા મળી રહ્યુ છે કે, શ્રિયા પિંક બિકીમાં સમુદ્રમાં મસ્તી કરતી જોવા મળી રહી છે. બિકી સાથે તેણે સિલ્વર જ્વેલરી એક્સેસરીઝ પણ કેરી કરી છે. આ લુકમાં તે ખૂબ બોલ્ડ લાગી રહી છે. પાણીમાં તે તેની દીકરી સાથે ચિલ કરતી અને મજા માણતી જોવા મળી રહી છે. સમુદ્રમાં મસ્તી કરતી મા-દીકરીની બોન્ડિંગ લોકોનું દિલ જીતી રહી છે.

આ તસવીરો શેર કરતા શ્રિયાએ કેપ્શનમાં લખ્યુ- ગોવામાં એક ખૂબસુરત સવાર. તસવીરોમાં અજય દેવગન સ્ટારર Drishyam અભિનેત્રી ઘણી ગોર્જિયસ લાગી રહી છે. શ્રિયા સરનને અજય દેવગનની ફિલ્મ Drishyam જે વર્ષ 2015માં આવી હતી તેનાથી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની લોકોએ ઘણી પ્રશંસા કરી હતી. તેણે વર્ષ 2003માં આવેલી ફિલ્મ તુજે મેરી કસમથી બોલિવુડમાં પોતાની શરૂઆત કરી હતી.

આ પછી તે એક : ધ પાવર ઓફ વન, શુક્રિયા : ટિલ ડેથ ડૂ અસ અપાર્ટ, આવારાપન અને મિશન ઇસ્તાંબુલ જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. તેને છેલ્લે સુપર હિટ ફિલ્મ RRRમાં જોવામાં આવી હતી.આ ફિલ્મમાં પણ તેણે Drishyamની જેમ અજય દેવગનની પત્નીનો રોલ પ્લે કર્યો હતો. હવે તે જલ્દી જ અજય દેવગન સાથે Drishyam 2માં જોવા મળશે.

શ્રિયા સરનની પર્સનલ લાઇફની વાત કરીએ તો, તેણે વર્ષ 2018માં રશિનય બોયફ્રેન્ડ એંડ્રે કોસચીવ સાથે ગુપચુપ રીતે લગ્ન કર્યા હતા. તેનો પતિ નેશનલ લેવલનો ટેનિસ પ્લેયર છે. લગ્નના બે વર્ષ બાદ એટલે કે વર્ષ 2020માં તેણે એક દીકરી રાધાને જન્મ આપ્યો હતો.

Shah Jina